જાણો કેમ વારાસણી બન્યું મોદીનું મનપસંદ શહેર

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 માર્ચ: જે લોકો હજુ સુધી માને છે કે નવી દિલ્હીનો રસ્તો લખનઉથી પસાર થાય છે તેમને પોતાની આ વાત પર કદાચ ફરીથી વિચારવું પડે, કારણ કે ભાજપ માટે આ વખતે દિલ્હીનો રસ્તો લખનઉથી નહી પરંતુ વારાણસીથી થઇને જશે. 272 આ વખતે આ જાદૂઇ આંકડા પર દરેક મોટી પાર્ટીની નજર મંડાયેલી છે પરંતુ ફક્ત ભાજપ જ તેની આસપાસ પહોંચતી નજર આવી રહી છે. કદાચ એટલા માટે જ નરેન્દ્ર મોદીની સાથે સાથે ભાજપ પણ તેને મોદી માટે પસંદગીના શહેર તરીકે સિલેક્ટ કર્યું.

વારાણસીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદની ચૂંટણી લડવી, પોતાના વોટ બેંકને પાક્કી કરવા માટે પાર્ટીનો એક એવો પ્રયત્ન છે કે જેમાં તે દરેક પરિસ્થિતીમાં સફળતા પ્રાપ્ત કરવા માંગે છે. વારાણસીની સીટ પર અજય રહેનાર મુરલી મનોહર જોશીને કાનપુર મોકલવામાં પાર્ટીએ કોઇ ખચકાટ અનુભવ્યો નહી.

ઉત્તર પ્રદેશ આપે છે વડાપ્રધાન બનવાનું સપનું

ઉત્તર પ્રદેશ આપે છે વડાપ્રધાન બનવાનું સપનું

20 કરોડની વસ્તીવાળા ઉત્તર પ્રદેશ દેશની ચૂંટણી પ્રક્રિયામાં ઘણી મહત્વપૂર્ણ છે. દેશના આ સૌથી મોટા રાજ્યમાં છ તબક્કામાં મતદાન કરવામાં આવશે. 10 એપ્રિલથી ઉત્તર પ્રદેશમાં મતદાનની પ્રક્રિયા શરૂ થશે અને આ 12 મે સુધી ચાલુ રહેશે. આ છ તબક્કાનું અંતિમ ચરણ વારાણસીમાં ખતમ થશે અને 12મે ના રોજ અહી જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ઉત્તર પ્રદેશમાં ચાર રાજકીય પાર્ટીઓનો પ્રભાવ

ઉત્તર પ્રદેશમાં ચાર રાજકીય પાર્ટીઓનો પ્રભાવ

272માં લોકસભાની 80 સીટો ઉત્તર પ્રદેશમાં જ છે અને એવામાં આપમેળે આ રાજ્યનું મહત્વ સામે આવી જાય છે. જ્યાં સુધી કોઇ પાર્ટીને ઉત્તર પ્રદેશમાંથી વોટ મળતા નથી તેના માટે લોકસભાનો રસ્તો કાંટાથી ભરેલો હોય છે. ઉત્તર પ્રદેશમાં ચાર રાજકીય પાર્ટીઓનો પ્રભાવ છે, ભાજપ, કોંગ્રેસ, સત્તાધારી સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી. આ રાજ્યમાં જ્યાં કોંગ્રેસ માટે મતદારોનું વલણ વિધાનસભાની ચૂંટણી દરમિયાન સામે આવી ગયું તો બીજી તરફ સમાજવાદી પાર્ટીની પકડ પણ હવે નબળી પડતી જોવા મળી.

વાજપાઇ બાદ મોદી

વાજપાઇ બાદ મોદી

ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને અહીંથી જ્યારે-જ્યારે વોટ્સ પ્રાપ્ત થયા, તેને દેશની સત્તા પર રાજ કર્યું છે. ફક્ત એટલું જ નહી જે પાર્ટીએ અહીંની વિધાન સભાની ચૂંટણીમાં પોતાનું અસ્તિત્વ બનાવું તેના મુખિયાએ વડાપ્રધાન બનવાનું સપનું જોયું. આજે આ સપનું કદાચ નરેન્દ્ર મોદીની આંખોમાં પણ છે અને ફક્ત નરેન્દ્ર મોદી જ કેમ ભાજપને જો રાષ્ટ્રીય રાજકારણમાં મજબૂતી પરત મેળવવી છે તો તેના વિશે ચૂંટણીમાં પોતાની મજબૂત પકડ બનાવવી પડશે.

ગુજરાતથી ઉત્તર પ્રદેશ સુધી મોદીની લોકપ્રિયતા

ગુજરાતથી ઉત્તર પ્રદેશ સુધી મોદીની લોકપ્રિયતા

વર્ષ 2004થી પાર્ટીનું ગણિત મુશ્કેલમાં છે અને સૌથી મોટું કારણ છે ઉત્તર પ્રદેશ. પાર્ટી અટલ બિહારી વાજપાઇ બાદ કોઇ પણ એવો નેતા ઉત્તર પ્રદેશની જનતા સામે રજૂ કરી શકી નથી જેમાં જનતા દેશના નેતૃત્વના લાયક બધી ખૂબીઓનો શોધી શકે. હવે તેને મોદીના રૂપમાં કદાચ તે નેતા પ્રાપ્ત થયા છે જેની લોકપ્રિયતા ગુજરાતથી નિકળીને ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ચુકી છે. આ વાત એક્ઝિટ પોલ્સ અને કેટલાક સર્વેમાં સ્પષ્ટ થઇ ચૂકી છે. એવામાં પાર્ટીએ કોઇપણ પ્રકારનું જોખમ ઉઠાવ્યા વિના મોદીને વારાણસીથી ચૂંટણી લડાવવાનું બરોબર સમજ્યું.

ફક્ત પૂર્વાચલ નહી આસપાસના રાજ્યો પર પણ તેની અસર

ફક્ત પૂર્વાચલ નહી આસપાસના રાજ્યો પર પણ તેની અસર

રાજકીય પંડિતોનું માનીએ તો કદાચ નરેન્દ્ર મોદીમાં એવો જ કરિશ્મા છે જે એકસમયે અટલ બિહારી વાજપાઇમાં હતો. આ ઉપરાંત વારાણસી ઉત્તર પ્રદેશનું એક એવું શહેર છે જ્યાં આવનાર પરિણામોની અસર પાર્ટી માટે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડના પરિણામો પર જોવા મળી શકે છે.

ઉત્તર પ્રદેશમાં લોકસભાની સીટોનું ગણિત

ઉત્તર પ્રદેશમાં લોકસભાની સીટોનું ગણિત

ઉત્તર પ્રદેશ અને આ ચારેય રાજ્યોમાં લોકસભા સીટોનું ટોટલ 175 છે. અહીં આંકડા પોતાનામાં એક સારી કહાણી કહી જાય છે અને એવામાં ના ફક્ત ભાજપ પરંતુ કોઇપણ પાર્ટી માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો ભાજપે આ બધી જગ્યાએ સારા મત પ્રાપ્ત કર્યા તો પછી એનડીએને સત્તામાં આવતાં કોઇ રોકી શકશે નહી.

વારાણસી અંગે શું કહે છે રાજકીય પંડિતો

વારાણસી અંગે શું કહે છે રાજકીય પંડિતો

જો કે વારાણસીની એક ટુકડીને આ વાતને લઇને થોડો અફસોસ પણ છે કે અહીં લોકપ્રિય નેતા ડૉક્ટર મુરલી મનોહર જોશીને અહીંના બદલે કાનપુરથી ચૂંટણી લડાવવામાં આવી રહ્યાં છે પરંતુ જાણકારોના અનુસાર આ વાતની કોઇ ખાસ અસર મતદાન પર જોવા મળતી નથી.

નરેન્દ્ર મોદીની અસર આસપાસના વિસ્તારોમાં પણ

નરેન્દ્ર મોદીની અસર આસપાસના વિસ્તારોમાં પણ

ભાજપને આશા છે કે વારાણસીથી નરેન્દ્ર મોદી તેને પૂર્વાચલની 20 થી 25 સીટો અપાવી શકે છે. અલ્હાબાદ યુનિવર્સિટીમાં રાજકીય પંડિતોનું માનીએ તો નરેન્દ્ર મોદીની અસર વારાણસી અને આસપાસના વિસ્તારોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે પરંતુ એ વાત કરવી કે વોટોની સંખ્યામાં પાંચ ગણો વધારો થશે તો તે થોડું મુશ્કેલ છે.

કેજરીવાલ ઉભી કરી શકે છે થોડી મુશ્કેલી

કેજરીવાલ ઉભી કરી શકે છે થોડી મુશ્કેલી

મોદીની જીતને વારાણસીથી લગભગ નક્કી માનવામાં આવી રહી છે પરંતુ તેમના માર્ગમાં એક મુશ્કેલી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ જોવા મળી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલની લહેરને સૌએ ડિસેમ્બર 2013માં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ જોઇ હતી જ્યારે આપ બીજા નંબરની સૌથી લોકપ્રિય પાર્ટી તરીકે સામે આવી હતી. આ ઉપરાંત વારાણસીથી જ બીએસપીના મુખ્તાર અંસારી પણ ચૂંટણી લડવા જઇ રહ્યાં છે જેમનો જૂનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે.

કેજરીવાલની એન્ટ્રીથી વોટોની વહેચણી

કેજરીવાલની એન્ટ્રીથી વોટોની વહેચણી

વિશેષજ્ઞોના અનુસાર નરેન્દ્ર મોદીની જીત તો વારાણસીથી નક્કી છે પરંતુ અંસારી અને કેજરીવાલના આવવાથી વોટ વહેંચાઇ શકે છે. એવામાં બની શકે કે તેમના માર્ગમાં મુશ્કેલી ઉભી થશે. પરંતુ આ ઉપરાંત તેમની જીત ક્યાંક ને ક્યાંક પાક્કી થઇ ગઇ છે.

English summary
Narendra Modi's candidature from Varanasi could be a big boost for BJP and now everybody is eying on this city in terms of BJP's performance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X