For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મકર સંક્રાતિ પર પતંગ ચગાવવાથી થાય છે ફાયદા, જાણો ધાર્મિક મહત્વ

મકરસંક્રાતિના દિવસે સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સૂર્ય ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે જ આ દિવસને મકરસંક્રાંતિ કહેવાય છે.

|
Google Oneindia Gujarati News

મકરસંક્રાતિના દિવસે સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સૂર્ય ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે જ આ દિવસને મકરસંક્રાંતિ કહેવાય છે. આ દિવસે સૂર્ય ઉત્તર દિશા તરફ આગળ વધે છે, જેનાથી દિવસ મોટા થાય છે અને રાત નાની થવા લાગે છે. એટલે તેને ઉત્તરાયણ પણ કહે છે.

આ દિવસે તલ અને ગોળ ખાઈને પતંગ ચગાવવાનું ખાસ મહત્વ છે, પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરા કેવી રીતે શરૂ થઈ? શું તમે જાણો છો કે પતંગ ચગાવવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે?

આ પણ વાંચો: મકર સંક્રાંતિએ શા માટે થાય છે તલનું દાન અને કેમ ખવાય છે ખીચડી?

મકર સંક્રાતિં પર પતંગ ચગાવવાનું ધાર્મિક મહત્વ

મકર સંક્રાતિં પર પતંગ ચગાવવાનું ધાર્મિક મહત્વ

માન્યતા છે કે મકરસંક્રાતિ પર પતંગ ચગાવવાની પરંપરા ભગવાન શ્રીરામના સમયે શરૂ થઈ હતી. તમિલના તન્દનાનરામાયણ પ્રમાણે મકરસંક્રાતિના દિવસે રામે પતંગ ચગાવ્યો હતો, પતંગ ઈન્દ્રલોકમાં પહોંચી ગયો હતો.

પતંગ ચગાવવાથી આરોગ્યને થતાં લાભ

પતંગ ચગાવવાથી આરોગ્યને થતાં લાભ

સૂર્યના ઉત્તરાયણને કારણે તેના કિરણો માનવ શરીર માટે ઔષધિનું કામ કરે છે. એટલે જ પતંગ ચગાવવા દરમિયાન શરીરને સતત સૂર્ય પ્રકાશ મળે છે. જેનાથી શરીરને વિટામિન ડી મળે છે. વિટામિન ડી હાડકા માટે ફાયદાકારક છે. સાથે જ તડકો શિયાળામાં થતી સ્કિન સંબંધી સમસ્યાઓથી પણ બચાવે છે.

તલ અને ગોળ ખાવાનો પણ ફાયદો

તલ અને ગોળ ખાવાનો પણ ફાયદો

મકરસંક્રાંતિના સમયે ઉત્તર ભારતમાં ઠંડી પડે છે. એટલે તલ અને ગોળ ખાવાની સલાહ વિજ્ઞાન પણ આપે છે. એમ કરવાથી શરીરને ઉર્જા મળે છે. જે શિયાળામાં શરીરની સુરક્ષા માટે મદદગાર સાબિત થાય છે.

મનુષ્યની કાર્યક્ષમતા વધે છે

મનુષ્યની કાર્યક્ષમતા વધે છે

પુરાણો અને વિજ્ઞાન બંનેમાં સૂર્યની ઉત્તરાયણની સ્થિતિનું વધુ મહત્વ છે. સૂર્યનો ઉત્તરાયણના દિવસે મોટો હોય છે એટલે માનવીની કાર્યક્ષમતા વધે છે. માનવ પ્રગતિ તરફ આગળ વધે છે. પ્રકાશ વધવાને કારણે માનવીની તાકાત વધે છે.

English summary
why we fly kites during 'Makar Sankranti, Know the Health Benefits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X