India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ મહિલાઓ માથુ દુખે છે કહી તમારા સહવાસની ના પાડે છે!

By desk
|
Google Oneindia Gujarati News

પરણિત પુરુષો અને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પુરુષોને ક્યારેક ને ક્યારે આ સ્થિતીમાંથી પસાર થવું જ પડે છે. જ્યારે પુરુષો મૂડ બનાવીને પથારીમાં આવે છે અને પત્ની માથું દુખે છે કે પછી અન્ય કોઇ બહાનું બતાવીને ના કહી સૂઇ જાય છે. ત્યારે કોઇ પણ પુરુષને થોડી હતાશા તો થાય છે પણ સાથે જ જો તમારી પત્ની તમને આવા એક્સક્યુઝ વારંવાર આપતી હોય તો તે પાછળનું કારણ સમજવું પણ એટલું જ જરૂરી બની જાય છે.

ત્યારે કેમ મહિલાઓ સહવાસ વખતે આવા કારણો આપે છે તે વિષે અમે અહીં જાણવાનો પ્રયાસ કર્યો છે. જેથી કરીને તમે તમારી પત્નીના અભિગમને વધુ સારી રીતે સમજી શકો અને તેની આ સમસ્યાનું નિરાકરણ લાવી શકો. અને આ દ્વારા તમારા લગ્નજીવનને વધુ સુખમય બનાવી શકો તો વાંચો આર્ટીકલ અને જાણો કેમ મહિલાઓ બહાનું બતાવીને સહવાસ માટે પુરુષોને કહી દે છે ના...

તે થાકી ગઇ હશે

તે થાકી ગઇ હશે

પુરુષો માટે નોકરી, ઓફિસ અને પછી આરામ તેવી સ્થિતિ હોય છે જ્યારે મહિલાઓને જો તે ઘરે રહેતી હોય તો દિવસભર એક જ ટાઇમનું કામ અને તે પણ ઓફિસ જતી હોય તો પહેલા ઓફિસનું કામ અને પછી ઘરનું કામ હોય છે. જે તેને થકવી દે છે. કદાચ આ થાક કારણે તેણે તમને ના પાડી હોય.

તે તમારાથી કંટાળી ગઇ છે

તે તમારાથી કંટાળી ગઇ છે

બની શકે કે પથારીમાં તમારી એ જ જૂની રીતોથી તે કંટાળી ગઇ હોય કે પછી તેને કંઇક નવી રીતની આશ હોય અને તમે તે વાત પારખી ના શક્યા હોવ!

તેને દુખાવો થતો હોય

તેને દુખાવો થતો હોય

ધણીવાર મેડિકલ કારણો સહ કે પછી અમુક પ્રક્રિયા દરમિયાન મહિલાઓને સહવાસ દરમિયાન પીડા થાય છે અને આ જ કારણે જે સહવાસને માણી નથી શકતી જેના કારણે તે તમને આવું કરતા રોકી રહી છે. જો આવું કંઇ હોય તો ડોક્ટરને બતાવવું જરૂરી બની જાય છે.

તમે તેને ઇજા પહોંચાડી હોય

તમે તેને ઇજા પહોંચાડી હોય

ધણીવાર સહવાસ દરમિયાન ભૂલથી કે અજાણતા તમે તમારી પત્નીને ઇજા પહોંચાડી હોય અને જ્યાં સુધી તે દુખાવો ઓછા ના થાય કે પછી તે એ પીડામાંથી બહાર આવે ત્યાં સુધી તમને ના પાડવા માટે તે તમને માથુ દુખવાનું બહાનું બતાવી ના પાડી રહી હોય.

તે તનાવમાં છે

તે તનાવમાં છે

બની શકે ઘરની કોઇ વાત કે પછી ઓફિસની કોઇ વાતથી તે તનાવ ગ્રસ્ત છે. આજ કાલ ખાલી વર્કપ્લેસમાં જ તનાવ હોય છે તેવું જરૂર નથી ઘરમાં જ રહેતી મહિલાઓ પણ અનેક પ્રકારના તનાવથી પસાર થાય છે ત્યારે આવા સમયે તેમને થોડા સમય આપી તેના આ પ્રશ્નને સમજવું જરૂરી બને છે.

તેને તમારી જોડે વાત કરવી છે

તેને તમારી જોડે વાત કરવી છે

ધણીવાર તેવું બને કે તમે પથારીમાં મૂડ બનાવીને આવ્યા હોવ અને તમારી પત્ની પથારીમાં તમારી જોડે વાત કરવાનું મન બનાવીને આવી હોય ત્યારે આવા સંજોગોમાં પહેલા તેની વાત ધ્યાનપૂર્વક સાંભળી લેવામાં જ ભલાઇ છે.

English summary
Many married men must have experienced this situation. When you are really in a mood to break the bed, your wife suddenly upsets you by saying she isn't in a mood.Know the real reason behind it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X