વધારે શારીરિક સંબંધ બનાવવાથી મહિલાઓની યાદશક્તિ વધે છે
શારીરિક સંબધ બનાવવાના ફાયદા તમે ઘણી વાર વાંચી કે સાંબળી ચૂક્યા હશો. આ એક સારું વર્કઆઉટ છે. જેનાથી તમારો મૂડ સારો રહે છે. સાથે જ બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. ઈન્ટિમેટ રિલેશનસિપ દ્વારા તમે તમારા પાર્ટનર સાથે સંબંધ મજબૂત બનાવી શકો છે. એક રિસર્ચ પ્રમાણે રેગ્યુલર સેક્સ તમને ઘરડા થવાથી અટકાવે છે અને યુવાની ટકાવી રાખવામાં મદદ કરે છે. તો એક નવા અભ્યાસ પ્રમાણે રોજ શારીરિક સંબંધ રાખવાનું કનેક્શન મહિલાઓની યાદશક્તિ સાથે છે.
એક્સપર્ટ્સઃ સંભોગ સમયે મહિલાઓ પુરુષોની આ 5 ચીજ નોટિસ કરતી હોય છે

શું કહે છે અભ્યાસ?
મહિલાઓને શારીરિક સંબંધ બનાવવાનો ખૂબ મોટો ફાયદો થાય છે. આવું એક રિસર્ચ કહે છે. આ સ્ટડી પ્રમાણે રોજ સેક્સ સંબંધ બનાવે તો તેનાથી યાદશક્તિ મજબૂત બને છે. રિસર્ચમાં એ વાતનો ખુલાસો થયો છે કે જે મહિલાો વધુ શારીરિક સંબંધ બનાવે છે તેમની યાદશક્તિ બીજી મહિલાઓ કરતા સારી હોય છે. જે મહિલાઓ નિયમિત રીતે સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સમાં સામેલ હોય તેમને વસ્તુઓ અને શબ્દો વધુ યાદ રહે છે.

કેનેડામાં થયો છે અભ્યાસ
આ રિસર્ચ કેનેડાની મોન્ટ્રિયલ સ્થિત મેકગીલ યુનિવર્સિટીના શોધકર્તાોએ કરાવ્યો છે. રિસર્ચના પરિણામ પ્રમાણે PVI એટલે કે પીનાઈલ વજાઈનલ ઈન્ટરકોર્સની સ્વસ્થ અને યુવાન મહિલાઓના મેમરી ફંક્શન પર સકારાત્મક અસર પડે છે. અને તેમની યાદશક્તિ વધે છે.

78 મહિલાઓ પર કરાયું રિસર્ચ
આ સ્ટડીમાં 78 હેટ્રોસેક્યુઅલ મહિલાઓને સામેલ કરાઈ હતી. 18- 29 વર્ષની મહિલાઓને એક કમ્પ્યુટરાઈઝ્ડ મેમેરી પેરાડિગ્મ પૂરુ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં કેટલાક કાલ્પનિક શબ્દ અને ચહેરા હતા. આર્કાઈવ્સ ઓફ સેક્સ્યુઅલ બિહેવિયર નામની જર્નલમાં પ્રકાશિત રિસર્સ પરથી સાબિત થાય છે કે નિયમિત શારીરિક સંબંધ રાખવાથી કાલ્પનિક શબ્દોને યાદ રાખવાનું પોઝિટિવ પરિણામ મળે છે. પરંતુ ચહેરા યાદ રાખવાના મામલે આવું નથી થતું.

ડાયરેક્ટ લિંક વિશે ન થયો ખુલાસો
આર્કાઈવ્ઝ ઓફ સેક્સ્યુઅલ બિહેવિયરમાં આ મુદ્દો છપાયા બાદ સંશોધન કર્તાઓએ એ મુદ્દા પર વિચાર કર્યો કે આ પરિણામ કેવી રીતે આવ્યા. એવું માનવામાં આવે છે કે શારીરિક સંબંધ બનાવવાથી હિપ્પોકેમ્પસની ચારેબાજુ ટિશ્યુઝનો ગ્રોથ વધે છે. હિપ્પોકેમ્પસ મગજનો એ ભાગ છે જેનો સંબંધ મેમરી ફંક્શન સાથે છે. જો કે હજી સુધી એ સામે નથી આવ્યું કે સેક્સ અને હિપ્પોકેમ્પસનો ડાયરેક્ટ સંબધ છે તો રિસર્સમાં ભાગ લેનાર મહિલાઓ ફક્ત શબ્દ જ કેમ યાદ રખી શકી, ચહેરા કેમ નહીં. કદાચ કારણ એ પણ હોઈ શકે કે હિપ્પોકેમ્પસ દરેક પ્રકારની યાદશક્તિ માટે જવાબદાર નથી હોતું.