For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૂડન વેસ્પા : કાર્લોસ એલ્બર્ટોનું આર્ટ વર્ક તમને કરશે દંગ

|
Google Oneindia Gujarati News

આમ તો યુવાનોમાં મોટરસાયકલ્સ અને સ્ટાઇલિશ બાઇક્સનો ક્રેઝ વધારે જોવા મળે છે. ત્યારે સ્કૂટરની વાત કરીએ તો હવે સ્કૂટર આઉટ ઓફ ડેટ માનવામાં આવે છે. જો કે કેટલાક સ્કૂટર્સ તેમાં અપવાદ છે. અપવાદની શ્રેણીમાં આવતા આ સ્કૂટર્સ માત્ર ટ્રાન્સપોર્ટેશનનું સાધન નહીં પણ યુથનું લાઇફસ્ટાઇલ સ્ટેટમેન્ટ કે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયા છે.

શહેરી યુવાનોમાં સ્કૂટરનો આ સ્ટાઇલિશ સ્ટેટમેન્ટ ટ્રેન્ડ અન્ય કોઇ કંપની નહીં પણ જાણીતી કંપની વેસ્પાએ શરૂ કર્યો છે. હવે સ્ટાઇલ આઇકોન બની ગયેલા વેસ્પાએ માત્ર અન્ય ઓટોમોબાઇલ કંપનીઓ જ નહીં પણ આર્ટિસ્ટોને પણ કંઇક નવું કરવાની પ્રેરણા આપી છે.

પોર્ટુગલના લૌસાડાના 43 વર્ષીય કાર્લોસ એલ્બર્ટો આવા જ એક કલાકાર છે જે વેસ્પાથી પ્રભાવિત થયા છે. વ્યવસાયે કાર્પેન્ટર એટલે કે સુથારીકામ કરતા એલ્બર્ટો ટુ વ્હીલર પ્રત્યે ઘણા જ ઉત્સાહી છે. આ ઉત્સાહને પોતાની પ્રેરણા બનાવી તેમણે લાડકામાંથી અસલી મોટરસાયકલ બનાવી હતી. આ માટે શરૂઆતમાં તેમને કેટલાક પડકારો અને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. હવે તેમણે વેસ્પાથી પ્રેરાઇને ઓલ વૂડન ક્લાસિક સ્કૂટર કર્યું છે. આવો જોઇએ અદભુત કલા કામગીરીની ઝલક, જે આપને કરી દેશે દંગ...

1

1

વૂડન વેસ્પાને ડેનિલિયા નામ આપવામાં આવ્યું છે. આ નામ એલ્બર્ટોની પુત્રીનું છે. ડિનિલિયા જ મોટા ભાગે આ વૂડન વેસ્પાને ચલાવે છે.

2

2

વેસ્પામાંથી પ્રેરાઇને વૂડન સ્કૂટર તૈયાર કરવા માટે એલ્બર્ટોને તેના એક મિત્રએ જણાવ્યું હતું

3

3

આમ તો એલ્બર્ટોએ વૂડન વેસ્પાનું કામ વર્ષ 2004માં શરૂ કર્યું હતું પરંતુ ગંભીર અકસ્માત નડતા કામ અટકાવવું પડ્યું હતું. ત્યાર બાદ વર્ષ 2007માં ફરી કામ શરૂ કરવામાં આવ્યું હતું

4

4

પોતાની પત્ની અને પુત્રીની મદદથી 12 જુલાઇ, 2008માં એલ્બર્ટો વૂડન ક્રાફ્ટિંગનું કામ પૂરું કર્યું હતું.

5

5

તમે જોઇ શકો છો કે બોડીમાં અનેક કલર્સ છે. આ કલર્સ વિવિધ રંગના લાકડાને એક બીજા સાથે ચોંટાડીને તૈયાર કરવામાં આવ્યા છે.

6

6

સ્કૂટરના મહત્તમ ભાગમાં જ્યાં પણ લાકડાનો ઉપયોગ થઇ શકે તેમ હોય ત્યાં લાકડાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે

7

7

આ સ્કૂટર તૈયાર કરવામાં ખાસ કરીને સ્કૂટરના હેન્ડલ બાર, રીયર વ્હીલ અને અન્ય એસેસરીઝ તૈયાર કરવામાં સૌથી વધારે મહેનત પડી હતી

8

8

આ સ્કૂટર ટુ સ્ટ્રોક છે અને પેટ્રોલથી ચાલે છે

9

9

તેમાં શોક એબ્ઝોર્વ સીટ છે

10

10

તેની બ્રેક્સના હેન્ડલ પણ લાકડાના છે

11

11

વૂડન વેસ્પાના વિવિધ પાર્ટ્સ

English summary
Wooden Vespa By Carlos Alberto Is A Work Of Art
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X