• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિશ્વ સંધિવા દિવસ 2019: મોબાઈલ-કમ્પ્યુટરનો વધુ પડતો ઉપયોગ કરો છો તો થઈ જાવ સાવધાન

|

12 ઓક્ટોબર એટલે કે આજે વિશ્વ સંધિવા દિવસ છે. પહેલા સાંધાના દુઃખાવા અને સંધિવાને વૃદ્ધોની સમસ્યા માનવામાં આવતી હતી પરંતુ આજકાલની લાઈફ સ્ટાઈલ અને ખાનપાનમાં ગરબડના કારણે યુવાનો પણ આની ઝપટમાં આવી ગયા છે. મોબાઈલ, કમ્પ્યુટર જે દિવસભર તમે ઉપયોગ કરો છો તે પણ તમને આર્થરાઈટિસનો શિકાર બનાવી શકે છે. ડૉક્ટરો અનુસાર સતત મોબાઈલ ફોનનો ઉપયોગ પણ લોકોને સંધિવા આપી શકે છે. એટલુ જ નહિ કીબોર્ડ અથવા ફોન પર વધુ વાર સુધી ટાઈપિંગ કરવાથી હાડકામાં દુઃખાવાની ફરિયાદ થઈ શકે છે. મોબાઈલ અને કમ્પ્યુપટર પર વધુ કામ કરવાથી હાડકામાં દુઃખાવાની ફરિયાદ હોવાની વાત કહેવાતી રહી છે. હવે ડૉક્ટરોનુ કહેવુ છે કે આ દુઃખાવો સંધિવામાં ફેરવાઈ શકે છે. આ સ્થિતિ એટલી ખતરનાક છે કે સંધિવાના કારણે હાડકામાં થતી અકડ ધબકારા પણ રોકી શકે છે.

નજરઅંદાજ કરવાથી વધી શકે છે સમસ્યા

નજરઅંદાજ કરવાથી વધી શકે છે સમસ્યા

આ સમસ્યા સામાન્ય રીતે નજરઅંદાજ કરવામાં આવતી હોય છે. માહિતીના અભાવમાં આ માત્ર હાડકાની બિમારી સમજવામાં આવે છે જ્યારે આનુ કારણ હાર્ટ એટેક, સ્ટ્રોક, કિડની તેમજ લિવર ખરાબ હોવાની સમસ્યા થઈ શકે છે. સમય રહેતા આ બિમારો ઈલાજ ન થઈ થવાના કારણે લોકો જાનલેવા બિમારીઓ શિકાર થઈ જાય છે. શરૂઆતના તબક્કામાં જ બિમારીનુ નિદાન કરીને આનો ઈલાજ કરી શકાય છે. હાથોની અકડના સામાન્ય લક્ષણ છે આંગળીઓનુ કડક થવુ અને તેમાં ખંજવાળ આવવી. હાથોમાં આના કારણે ઉંમર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અથવા સ્થાયી સંક્રમણ થઈ શકે છે કે પછી ગંભીર ઈજા કે ખાનપાનમાં પોષણની ઉણપ પણ આના માટે જવાબદાર હોઈ શકે છે. એક સમય બાદ દરેક વ્યક્તિના શરીરના તમામ સાંધામાં દુઃખાવાની ફરિયાદ થવા લાગે છે. ઘણી વાર આ દુઃખાવો વધતી ઉંમર સાથે થાય છે તો ઘણી વાર શારીરિક બનાવટ અને વધતા વજનના કારણે સાંધામાં દુઃખાવો થાય છે. સાંધીમાં દુઃખાવાના કારણે સામાન્ય વ્યક્તિને તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ખરાબ જીવનશૈલી અને ખાનપાન

ખરાબ જીવનશૈલી અને ખાનપાન

વર્તમાન સમયમાં ખરાબ જીવનશૈલી પણ આનુ કારણ બની રહ્યુ છે. જંક ફૂડનો વધુ ઉપયોગ, પ્રદૂષણનો દુષ્પ્રભાવ તેમજ તણાવ પણ સંધિવાનું કારણ છે. આ ઉપરાંત કમ્પ્યુટર પર મોડી વાર સુધી કામ કરતા લોકોની ગરદન તેમજ આંગળીઓમાં દુઃખાવાની બિમારી જોવા મળે છે. એ પણ સંધિવામાં ફેરવાઈ શકે છે. લોકો મોબાઈલ પર લાંબા સમય સુધી વ્યસ્ત રહે છે. આનાથી પણ હાથ તેમજ કાંડામાં દુઃખાવાની ફરિયાદ તેમજ સંધિવા થઈ શકે છે. ડૉક્ટરો અનુસાર મોબાઈલ અને કમ્પ્યુટર પર સતત કામ કરવાના કારણે શારીરિક શ્રમ પણ નથી હોતો જેના કારણે લોકો વધતા વજનનો શિકાર બને છે. વધુ વજનના કારણે પણ પગમાં સંધિવા થવાનુ જોખમ વધી જાય છે. યુવાનોને કમરથી લઈને ગરદન અને ખભામાં તીવ્ર પીડાને નજરઅંદાજ કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. આ બિમારી સામાન્ય રીતે ઘૂંટણ, હાથ, પગ અને મણકાના સાંધીને પ્રભાવિત કરી શકે છે.

આ પણ વાંચોઃ ઉન્નાવ રેપ કેસઃ પીડિતાનુ અપહરણ કરી 9 દિવસ સુધી 3 જણે કર્યો હતો બળાત્કાર

10 વર્ષોમાં ભારત સંધિવા કેપિટલ પણ બની શકે છે

10 વર્ષોમાં ભારત સંધિવા કેપિટલ પણ બની શકે છે

વર્ષ 2017માં થયેલા એક અભ્યાસ અનુસાર દેશમાં સંધિવા સાથે જોડાયેલા દર્દીઓની સંખ્યા અનેક ગણી વધી રહી છે. છેલ્લા આંકડા અનુસાર 180 મિલિયનની ઓળખ ભારતમાં થઈ છે જ્યારે અનુમાન છે કે વર્ષ 2025 સુધી દેશમાં લગભગ 300 મિલિયન સુધી દર્દીઓની સંખ્યા પહોંચી શકે છે. જો સંધિવાનો વર્તમાન ટ્રેન્ડ આઘળ પણ ચાલુ રહ્યો તો આગામી 10 વર્ષમાં જ ભૈરત સંધિવા કેપિટલ બની શકે છે. વિશ્વ સંધિવા દિવસ સાંધામાં દુઃખાવો હોવાના કારણે સામાન્ય માણસને તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ રીતની બિમારીઓ વિશે લોકોન જાગૃત કરવા માટે જ વર્ષ 1996માં 12 ઓક્ટોબરના દિવસે વિશ્વ સંધિવા દિવસની શરૂઆત કરવામાં આવી હતી. આજે વિશ્વ સંધિવા દિવસ છે. આર્થરાઈટિસ અને રુમેટિઝમ ઈન્ટરનેશનલ (એઆરઆઈ) એ સંધિવા અને મસ્કુલોસ્કેલેટલ રોગો(આરએમડી) થી પીડિત લોકોને પ્રભાવિત કરતા મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે આની શરૂઆત કરી હતી. રુમેટિઝમ સામે યુરોપીય લોકો (ઈયુએલઆર) એ વર્ષ 2017માં ‘મોડુ ન કરો, આજે જ સંપર્ક કરો' વિષયની શરૂઆત કરી હતી.

જાણો શું છે સંધિવા અને તેનાથી કેવી રીતે બચવુ

જાણો શું છે સંધિવા અને તેનાથી કેવી રીતે બચવુ

સંધિવા શબ્દનો વાસ્તવિક અર્થ સાંધાનો સોજ છે. સાર્વજનિક આરોગ્યમાં સંધિશોધ અનેરુમેટી સ્થિતિઓ માટે ટૂંકમાં સંધિવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ શરીરના અલગ અલગ ભાગોમાં સાંધામાં થાય છે. સાંધામાં સંધિવાના લક્ષણ સોજો, પીડા, અકડાઈ જવુ અને સામાન્ય ગતિવિધિઓમાં ઉણપ થઈ જવી છે. ઑસ્ટીયો આર્થરાઈટિસ એક સામાન્ય પ્રકારનો ઘૂંટણનો આર્થરાઈટિસ હોય છે અને તેને સાંધાનો રોગ પણ કહેવામાં આવે છે. સંધિવાનો દુઃખાવો એટલે તીવ્ર હોય છે કે વ્યક્તિને માત્ર હરવા-ફરવામાં નહિ પરંતુ ઘૂંટણને વાળવામાં પણ ખૂબ મુશ્કેલી થાય છે. ઘૂંટણમાં પીડા હોવા સાથે સાથે પીડાની જગ્યાએ સોજો પણ આવી જાય છે. સંધિવા અનેક પ્રકારના હોય છે જેને ઑસ્ટિયો, યુમેટૉઈડ અને ગાઉટી આર્થિરાઈટિસ વગેરે કહેવામાં આવે છે. અમુક સૂચનો પર અમલ કરીને તમે આર્થરાઈટિસની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. વધતી ઉંમર સાથે સાંધાના કાર્ટિલેજ ક્ષીણ થઈ જાય છે. ઉંમર વધવાની પ્રક્રિયા કોઈ રોકી નથી શકતુ. ઑસ્ટિયો આર્થરાઈટિસ વધતી ઉંમર એટલે કે સામાન્ય રીતે લગભગ 50 વર્ષ બાદ થતી સમસ્યા છે. આ સમસ્યાને પાર કરવા માટે વજનને નિયંત્રણમાં રાખવુ ખૂબ જરૂરી છે.

ડૉક્ટરની સલાહ

ડૉક્ટરની સલાહ

વરિષ્ઠ હાડકા રોગ વિશેષજ્ઞ ડૉક્ટર જી પી ગુપ્તાનુ કહેવુ છે કે વરિષ્ઠ નાગરિકોની સામાજિક ગતિવિધિઓમાં પગપાળા બહાર જવુ, યોગ માટે પાર્ક અને ક્લબમાં દોસ્તો સાથે મળવુ શામેલ છે. પરંતુ ઘૂંટણની સ્થાયી પીડા આમાં બાધારુપ બને છે અને તે ઘરમાં કેદ થઈ જાય છે. લાંબા ગાળે આનાથી તેની શારીરિક અને માનસિક સ્થિતિ પ્રભાવિત થાય છે. વળી, સામાન્ય રીતે યુવા વર્ગના લોકો પોતાના પ્રોફેશનમાં વ્યસ્તતાના કારણે શારીરિક શ્રમ નથી કરતા. એટલુ જ નહિ ચાલતા ન હોવાના કારણે બેઠા બેઠા ઘૂંટણ જામ થઈ શકે છે. ડૉક્ટરનુ માનવુ છે કે સાંધાની પીડા બહુ તકલીફ આપનારી હોય છે. એવી પીડા કે કંઈ સમજમાં નથી આવતુ અન ઘણી વાર લોકો આ પીડાથી બચવા માટે પેઈનકિલરનો સહારો લે છે. પરંતુ વધુ પેઈનકિલર લેવાથી ભવિષ્યમાં તમારી કિડની અને લિવર પર ખરાબ અસર પડી શકે છે. આગળના નુકશાનને રોકવા માટે ત્વરિત નિદાન મહત્વપૂર્ણ છે. જો શરૂઆતમાં ઉપચાર ન કરવામાં આવે તો દૈનિક કાર્ય પણ પ્રભાવિત થાય છે અને વ્યક્તિન જીવનની ગુણવત્તા ઘટી જાય છે તથા તેની શારીરિક ક્ષમતા પ્રભાવિત થાય છે. વિલંબ સામાન્ય રીતે જાગૃતતાની ઉણપના કારણે થાય છે એટલા માટે સંધિવાના લક્ષણોને જાણવા અને તરત જ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સંધિવાના લક્ષણ

સંધિવાના લક્ષણ

ઘૂંટણ અને સાંધામાં પીડા થાય છે. શરીર ઘણીવાર અકડાઈ જાય છે. ભારતીય શૈચાલયમાં બેસવામાં મુશ્કેલી થાય છે. સવાર સવારમાં સાંધામાં અકડ તેમજ ચાલવા, પલાઠી વાળવામાં મુશ્કેલી થાય છે. પગ ચલાવવા, હાથ હલાવવા અને સાંધાને હલાવવામાં ઘણી તકલીફ અને પીડાનો સામનો કરવો પડે છે. લાંબા સમય સુધી હળવો તાવ રહેવો. મુઠ્ઠી બંધ કરવામાં તકલીફ થવી. સાંધામાં સોજા સાથે પીડા, સૂતી વખતે પડખુ ફરવામાં મુશ્કેલી થવી.

ઘરેલુ ઈલાજ

ઘરેલુ ઈલાજ

શરીરમાં પાણીની માત્રા સંતુલિત રાખો. પીડાના સમયે તમે સન બાથ લઈ શકો છો. લાલ તેલથી માલિશ કરવી પણ આરામદાયક બની શકે છે. ગરમ દૂધમાં હળદર મિલાવીને દિવસમાં બે-ત્રણ વાર પીવુ. સૂતા પહેલા દુઃખાવાની જગ્યાએ ગરમ વિનેગરથી માલિશ કરો. 5થી 10 ગ્રામ મેથીના દાણાનુ ચૂર્ણ બનાવીને સવારે પાણી સાથે લેવુ. 4થી 5 લસણની કળીઓને દૂધમાં ઉકાળીને પીવુ. સલણના રસને કપૂરમાં મિલાવીને માલિશ કરવાથી પણ દુઃખાવામાં રાહત મળે છે. આડા પડીને ટીવી ન જોવુ જોઈએ. કેલ્શિયલ તેમજ વિટામિન-ડી યુક્ત ખોરાનો ઉપયોગ કરવો. નરમ ગાદલાને બદલે રૂના ગાદલાનો ઉપયોગ કરવો. સાઈકલ ચલાવવી, સ્વીમિંગ કરવુ, ઝડપથી ચાલવુ. હરવા-ફરવા અને બેસવાની મુદ્રાઓ (પોસ્ચર્સ) યોગ્ય હોવા જોઈએ. જો વજન ઉંચકવાનુ હોય તો કમરથી ઝૂકવાના બદલે ઘૂંટણથી વળીને વજ ઉંચકવુ જોઈએ. દૂધ, દહીં, પનીર, લીલા શાકભાજી, ખજૂર, બદામ, મશરૂમ તથા સમુદ્રી ફૂડને ભોજનમાં શામેલ કરવુ જોઈએ. નિયમિત કસરત અને ચાલવુ જરૂરી છે.

English summary
mobile, computers that you use throughout the day can also give you Arthritis disease, know how and the ways to avoid Arthritis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X