• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિશ્વના ‘અશાંત’ દેશો, જ્યાં થાય છે સૌથી વધુ હિંસા

By Super
|
Google Oneindia Gujarati News

તાજેતરમાં ઇરાકમાં આઇએસઆઇએસ નામના આતંકવાદી સંગઠન દ્વારા ઇરાકને બાનમાં લેવામાં આવ્યું છે, ઇરાકમાં આવેલા કાચા તેલના કુવાઓ પાસે આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને માત્ર ઇરાક જ નહીં પરંતુ વિશ્વની અર્થવ્યવસ્થાને હચમચાવી નાંખી છે. છેલ્લા સાત વર્ષના આંકડાઓ પર નજર ફેરવવામાં આવે તો ઇરાકમાં હિંસાનો દોર ઘણો જ વધ્યો છે. તાજેતરમાં ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા કેટલાક ડેટા એકઠાં કરવામાં આવ્યા છે અને તેના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં વિશ્વનો કયો દેશ શાંતિ જાળવવામાં સફળ અને નિષ્ફળ રહ્યો છે, તેનું આંકલન કરીને તેના આધારે રેન્કિંગ આપવામાં આવ્યું છે. આ યાદીમાં ભારત 142માં ક્રમે છે. જ્યારે ઇરાક 162 અને પાકિસ્તાન 154માં ક્રમે છે. આંકડાઓમાં વિશ્વના મોટાભાગના દેશોને કવર કરવામાં આવ્યા છે. જે આધારે જોવામાં આવે તો વિશ્વમાં સૌથી હિંસાગ્રસ્ત દેશોમાં સરિયા પહેલાં અને અફઘાનિસ્તાન બીજા નંબરે આવે છે, જ્યારે ઇરાક ત્રીજા અને પાકિસ્તાન આઠમાં ક્રમે આવે છે.

જેને ધ્યાનમાં રાખીને અમે અહી તસવીરો થકી વિશ્વના એવા કેટલાક દેશો અંગે જણાવી રહ્યાં છીએ કે જ્યાં આંતરિક અથવા તો બાહ્ય હિંસાઓના કારણે વિશ્વભરમાં સૌથી વધુ હિંસાનો સામનો કરતા રાષ્ટ્રોની યાદીમાં તેમનો સમાવેશ થયો છો. ચાલો આ યાદીમાં પર આછેરી નજર ફેરવીએ.

સિરિયા

સિરિયા

ગ્લોબલ પીસ ઇન્ડેક્સ અનુસાર વિશ્વના સૌથી હિંસક દેશમાં સિરિયાએ અફઘાનિસ્તાનને પાછળ રાખી દીધું છે. છેલ્લા એકાદ વર્ષની અંદર સિરિયામાં હિંસાઓ વધી છે અને જાણેકે લોહીની નદી વહી હોય તેમ 1 લાખ કરતા વધું લોકો આ હિંસક વારદાતોના ભોગ બન્યા છે. સરકાર દ્વારા કરવામાં આવેલા કેમિકલ એટેકમાં સેંકડો લોકોના મોત નીપજ્યાં હતા, ઉપરાંત નાના અને હળવા હથિયારોથી ઘણા ગુનાઓ કરવામાં આવ્યા છે.

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન

એક સમયે અફઘાનિસ્તાન વિશ્વનું સૌથી હિંસક રાષ્ટ્ર હતું, પરંતુ આ વખતે આ રાષ્ટ્રમાં હિંસાનો દોર થોડોક ઘટ્યો છે. અફઘાનિસ્તાનમાં જે કંઇ થોડીઘણી હિંસા ઘટી છે તેની પાછળ મિલટ્રી પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો છે તે અને જીડીપીની ટકાવારી છે. તેમ છતાં વિશ્વના સૌથી હિંસક દેશોમાં અફઘાનિસ્તાન બીજા ક્રમે છે.

સાઉથ સુડાન

સાઉથ સુડાન

સાઉથ સુડાનમાં આંતરિક અને બાહ્ય લડાઇ વધી છે, જેના કારણે આ દેશમાં હિંસક વારદાતો પણ વધી છે. સૌથી હિંસાગ્રસ્ત દેશોમાં આ રાષ્ટ્રનું સ્થાન ત્રીજા ક્રમે છે. નુએર માઇનોરિટી અને ડિંકા મેજોરિટી વચ્ચેની લડાઇમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઇરાક

ઇરાક

તાજેતારમાં ઇરાકમાં આતંકવાદી સંગઠન દ્વારા અરાજકતા ફેલાવવામાં આવી છે. વિશ્વના સૌથી હિંસાગ્રસ્ત દેશોમાં ઇરાક ચોથા ક્રમાંકે છે. ઇરાક, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોની જેમ આંતકવાદથી ગ્રસ્ત છે અને આતંકવાદી ઘટનામાં જીવ ગુમાવનારાઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

સોમાલિયા

સોમાલિયા

હિંસાગ્રસ્ત દેશોની યાદીમાં સોમાલિયા પાંચમા ક્રમાંકે છે. સોમાલિયામાં હિંસક વારદાતો સતત વધી છે. તેમાં પણ ખાસ કરીને અલ શાબાબની લડાઇથી આંતરિક અને બાહ્ય ઝઘડામાં વધારો જોવા મળ્યો છે. સરકારની નિષ્ફળતાના કારણે પણ સોમલિયામાં સુરક્ષા વ્યવ્યસ્થા ધ્વસ્ત થઇ છે.

સેન્ટ્રલ આફ્રકિન રિપબ્લિક

સેન્ટ્રલ આફ્રકિન રિપબ્લિક

વિશ્વના સૌથી હિંસાગ્રસ્ત દેશોમાં સેન્ટ્રલ આફ્રકિન રિપબ્લિક છઠ્ઠાં ક્રમાંકે છે. અને ગોલ્બોલ પીસ ઇન્ડેક્સમાં 156માં ક્રમાંકે છે. દેશમાં મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વર્ચસ્વની લડાઇ વધી ગઇ છે. જેના કારણે દેશમાં હિંસક વારદાતો વધી છે, જેના કારણે હજારો લોકોને તેની પીડા સહન કરવી પડી છે.

રશિયા

રશિયા

હિંસાગ્રસ્ત દેશોની વૈશ્વિક યાદી પર નજર ફેરવીએ તો રશિયા સાતમા ક્રમાંકે છે, જ્યારે ગ્લોબલ પિસ ઇન્ડેક્સમાં તે 152માં ક્રમાંકે છે. જે દર્શાવે છેકે શાંતિ જાળવતા દેશોમાં રશિયા છેક 152માં ક્રમાંકે છે, એ જ દર્શાવે છેકે દેશમાં અરાજકતા અને હિંસાનો દોર ઘણો છે. દેશમાં ગુનાખોરી પણ ઘણી જ વધી છે.

પાકિસ્તાન

પાકિસ્તાન

ભારતનું પડોશી દેશ આતંકવાદનું ઘર ગણાય છે. એક સમયે આતંકવાદને પોતાનું હથિયાર માનતું પાકિસ્તાન આજે પોતે જ પોતાના અસ્તિત્વ માટે આતંકવાદ સામે લડી રહ્યું છે. વિશ્વના હિંસાગ્રસ્ત દેશોમાં પાકિસ્તાન આઠમાં ક્રમે છે, જ્યારે ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં તે 154માં ક્રમે છે. દેશમાં આતંકવાદીઓ દ્વારા સતત નાના અને મોટા છમકલાં કરવામાં આવે છે. જેમાં અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

નોર્થ કોરિયા

નોર્થ કોરિયા

વિશ્વનું નવમું સૌથી હિંસાગ્રસ્ત રાષ્ટ્ર નોર્થ કોરિયા છે, જેને ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં 153મો ક્રમ આપવામાં આવ્યો છે. જોકે ગયા ઇન્ડેક્સ કરતા આ વખતે તેના ક્રમમાં થોડોક ફેરફાર થયો છે, પરંતુ હિંસક વારદાતો દેશમાં આજે પણ અવરિતપણે થઇ રહી છે.

English summary
As the civil war in Iraq escalates, a new report from the Institute for Economics and Peace (IEP) indicates that the world has been becoming more violent over the last seven years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X