For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના 10 સૌથી ધનવાન આતંકી સંગઠન

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: ISIS, હમાસ, તાલિબાન, અને લશ્કરે તૈયબા આ તમામ આતંકી સંગઠનોની વાત એક સાથે કરવાનું કારણ એ છે કે આજે આ આતંકી સંગઠનો અંગે એક મહત્વની વાત જે અમને ખબર પડી છે, તે અમે તમને જણાવવા જઈ રહ્યાં છીએ. અને આ જાણીને આપના હોંશ ઉડી જશે. આ તમામ કહેવામાં તો આતંકી સંગઠનો છે,પણ ટર્ન ઓવરના મામલે મુકેશ અંબાણી જેવા લોકોના પસીના પણ છુટી શકે છે.

આવો નજર કરીએ દુનિયાના સૌથી ધનાઢ્ય આતંકી સંગઠનો પર...આ યાદી ફોર્બ્સે જાહેર કરી છે.

ISIS

ISIS

ISISનું વાર્ષિક ટર્નઓવર બે બિલિયન ડૉલર છે. વિશ્વમાં આતંકનું બીજુ નામ એટલે ISIS. જો વિશેષજ્ઞોનું માનીએ તો આ વાર્ષિક ટર્નઓવર ત્રણ બિલિયાન ડૉલર સુધી હોઈ શકે છે. આ આતંકી સંગઠન અંબાણીના એંટીલીયા જેવા બે ઘર ખરીદવાની હેસિયત ધરાવે છે. ISIS અપહરણ અને ખંડણી જેવા માધ્યમો દ્વારા પોતાની આવક કરે છે.

હમાસ

હમાસ

હમાસ કે જેણે વર્ષ 2007માં ગાઝા પટ્ટીને પોતાના કબ્જામાં લીધું હતુ. હમાસનું ટર્ન ઓવર લગભગ એક બિલિયન ડોલરનું છે. આવકના મુખ્ય સ્ત્રોતમાં ટેક્સ, ફી, કતાર પાસેથી મળતી નાણાંકીય સહાયતા અને ડોનેશન છે.

ફાર્ક

ફાર્ક

કોલંબિયા આધારિત આ સંગઠનનું ટર્નઓવર 600 મિલિયન ડોલર છે. આ સંગઠન કોલંબિયામાં 50 કરતા વધુ વર્ષોથી ખુની આતંક માટે જવાબદાર છે. ડ્રગ પ્રોડક્શન અને ડ્રગ ટ્રાફિકીંગ સિવાય અપહરણ અને ખંડણી કમાણીનું મુખ્ય સાધન છે.

હજબુલ્લા

હજબુલ્લા

લેબનોનનું આ આતંકી સંગઠન દર વર્ષે લગભગ 500 મિલિયન ડોલરનું ટર્નઓવર ધરાવે છે. આ સંગઠનને ઈરાન પાસેથી મોટા પાયે નાણાંકીય સહાય મળે છે. આ સંગઠનનો હેતુ ઈઝરાયેલની વિરૂદ્ધ આતંકીવાદને છાવરવાનો છે.

તાલિબાન

તાલિબાન

અફઘાનિસ્તાનના આતંકી સંગઠન તાલિબાનનું વાર્ષિક ટર્નઓવર 400 મિલિયન ડોલર છે. વર્ષ 1996થી 2001 સુધી આ સંગઠને અફઘાનિસ્તાન પર રાજ કર્યું છે. ત્યાં સુન્ની ઈસ્લામિક કાયદો લાગુ કરી દીધો છે. આ સંગઠનનો હેતુ અફઘાનિસ્તાનને ઈસ્લામિક દેશમાં પરિવર્તિત કરવાનો છે.

અલ-કાયદા

અલ-કાયદા

અમેરિકાને 9/11 જેવી ઘટનાથી હચમચાવનાર અલકાયદાનું વાર્ષિક ટર્નઓવર 150 મિલિયન ડોલર છે.

લશ્કરે તૈયબા

લશ્કરે તૈયબા

ભારતમાં આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપનાર પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કરે તૈયબાની વાર્ષિક 100 મિલિયન ડોલરની કમાણી છે.

અલ શબાબ

અલ શબાબ

વર્ષ 2006માં સ્થાપિત સોમાલિયાના અલ શબાબ આતંકી સંગઠનની વાર્ષિક આવક 70 મિલિયન ડોલર છે.

રીયલ ઈરા

રીયલ ઈરા

રીયલ ઈરા આયરીશ રીપબ્લીકન આર્મીનું ચરમપંથી સંગઠન છે. જેની સ્થાપના વર્ષ 1998માં થઈ હતી. આ સંગઠનને બ્રીટીશ તાકતો સાથે બદલો લેવા માટે જાણવામાં આવે છે.

બોકો હરામ

બોકો હરામ

નાઈઝીરીયાના બોકો હરામનું વાર્ષિક ટર્ન ઓવર 52 મિલિયન ડોલર છે.

English summary
World's top 10 richest terrorist organisations. This list was released by Forbes magazine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X