• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ છે વિશ્વની ટોપ 9 સૌથી તનાવપૂર્ણ જોબ્સ

|
Google Oneindia Gujarati News

કરિયરના સર્વોચ્ચ શિખર પર પહોંચવું કોને ના ગમે. સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે પોતાની લાઇનમાં ટોપ પર પહોંચે. પણ આમ છતાં કેટલાક ક્ષેત્રો એવા છે જેમાં સફળતાના પેકેજની સાથે સ્ટ્રેસ ફ્રીમાં મળે છે. એક જાણીતી કરિયર વેબસાઇટ કરિયરકાસ્ટ ડોટ કોમ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં ત્રણ માપદંડોના આધારે વિશ્વમાં સૌથી વધારે તણાવપૂર્ણ જોબ્સ કઇ છે તે તારવવામાં આવ્યું છે. આ ત્રણ માપદંડોમાં વર્ક એન્વાયર્નમેન્ટ (કામ કરવાના સ્થળનું વાતાવરણ), જોબ કોમ્પિટિટિવનેસ (નોકરીમાં સ્પર્ધાત્મકતાની સ્થિતિ) અને પ્રત્યેક જોબમાં રિસ્ક (નોકરીમાં જોખમનું પ્રમાણ)નો સમાવેશ થાય છે. આવો જાણીએ કંટાળો લાવી દેતી તણાવપૂર્ણ ટોપ જોબ્સ...

વિશ્વની સૌથી વધારે તણાવપૂર્ણ જોબ્સ

9 - સિનિયર કોર્પોરેટ એક્ઝિક્યુટિવ

9 - સિનિયર કોર્પોરેટ એક્ઝિક્યુટિવ

ફાઇનાન્શિયલ ક્રાઇસિસને કારણે સિનિયર કોર્પોરેટ એક્ઝિક્યુટિવને ખૂબ સ્ટ્રેસ સહન કરવો પડે છે. જો કે આ સ્ટ્રેસ માટે તેમને ઊંચો પગાર પણ ચૂકવવામાં આવે છે.

8 - ફોટો જર્નલિસ્ટ

8 - ફોટો જર્નલિસ્ટ

આજકાલ ડિજિટલ કેમેરા કે એસએલઆર લટકાવીને ફરતા દરેકને એમ લાગે છે કે તે બેસ્ટ ફોટોગ્રાફર છે. પણ વાસ્તવમાં ફોટો જર્નાલિસ્ટની લાઇફ જોખમોથી ભરેલી છે. આ જોખમ કપડાં ગંદા થવાનું કે આકરા વાતાવરણમાં બહાર ફરવાનું જ નહીં પણ જીવના જોખમનું હોય છે.

7 - ન્યુઝપેપર રિપોર્ટર્સ

7 - ન્યુઝપેપર રિપોર્ટર્સ

તાજેતરમાં સ્ટિંગ ઓપરેશન્સ, ફોન ટેપિંગ વગેરે જેવા ઘટસ્ફોટ કરનારા સમાચારોનું પ્રમાણ વધ્યા બાદ ન્યુજપેપર્સના રિપોર્ટર્સનું જીવન પણ તણાવપૂર્ણ બન્યું છે. આ ઉપરાંત આ ક્ષેત્રમાં વધતી જતી કોમ્પિટિશન અને લાંબા કામના કલાકોને કારણે સ્ટ્રેસફૂલ જોબ્સની યાદીમાં તેનો સમાવેશ થયો છે.

6 - ટેક્સી ડ્રાઇવર્સ

6 - ટેક્સી ડ્રાઇવર્સ

ટેક્સી ડ્રાઇવર્સની જોબ્સ એટલા માટે વધારે સ્ટ્રસફૂલ છે કારણ કે તેમણે એક જગ્યાએ બેસીને કલાકો સુધી ડ્રાઇવ કરવાનું હોય છે. વધતી જતી ટ્રાફિકની સમસ્યાઓમાં ડ્રાઇવિંગ જોખમી તો છે, સાથે આખો દિવસ કાર્બન છોડતા ધૂમાડાઓની વચ્ચે કામ કરવાથી તેમના શારીરિક સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચે છે.

5 - પોલીસ ઓફિસર્સ

5 - પોલીસ ઓફિસર્સ

પોલીસ ઓફિસર્સની સ્થિતિ દયાજનક છે. કારણે કે તેઓ તનાવપૂર્ણ નોકરી કરે છે, સાથે ઓછો પગાર મેળવે છે. ક્યારેક તેઓ પબ્લિક રોષનો ભોગ પણ બને છે.

4 - ફાયરફાઇટર્સ

4 - ફાયરફાઇટર્સ

આ હીરો જેઓ આપણી જીંદગી બચાવે છે તેમના કામના કલાકો નક્કી નથી હોતા. કોઇ પણ હોનારતમાં તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને અન્યના જીવ બચાવવામાં લાગી જાય છે.

3 - કોમર્શિયલ એરલાઇન પાયલટ્સ

3 - કોમર્શિયલ એરલાઇન પાયલટ્સ

આપણને પાયલટ્સની જોબનું નામ સાંભળતા જ ઊંચા પગાર યાદ આવે છે. તેમણે કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું પડે છે, જેના કારણ જેટ લેગિંગની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેઓ પોતાના ફેમિલીથી દૂર રહે છે. તેમની ઉપર સેંકડો મુસાફરોને સલામત રીતે ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાનો ભાર હોય છે.

2 - પબ્લિક રિલેશન એક્ઝિક્યુટિવ્સ

2 - પબ્લિક રિલેશન એક્ઝિક્યુટિવ્સ

જ્યારે તમારે સામા પ્રવાહમાં હકારાત્મક વાતાવરણ ઉભું કરવાનું હોય ત્યારે મિશન ઇમ્પોસિબલ સામે આવે છે. આવું કામ પબ્લિક રિલેશન એક્ઝિક્યુટિવ્સનું હોય છે. તેમણે ખૂબજ ચાલાકીપૂર્વક લોકોના મંતવ્યો બદલવાના હોય છે.

1 - લશ્કર

1 - લશ્કર

લશ્કરના જવાનો રીયલ લાઇફના હીરો છે. તેઓ દેશની રક્ષા કરે છે. પોતાનો જીવ હાથમાં લઇને ફરે છે. પરિવારથી દૂર રહે છે. વિષમ વાતાવરણમાં પણ હસતા મોઢે દુશ્મનોનો સામનો કરે છે. તેમને શારીરિક અને માનસિક તણાવ પડે છે.

English summary
World's top 9 most stressful jobs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X