For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Year Ender 2022: આ વર્ષે લતા મંગેશકર, મુલાયમ સિંહ સહિત આ હસ્તીઓએ દુનિયાને કહી અલવિદા

વર્ષ 2022માં લતા મંગશકર અને મુલાયમ સિંહ સહિત ઘણી હસ્તીઓએ દુનિયાને અલવિદા કહી દીધા.

|
Google Oneindia Gujarati News

Year Ender 2022: વર્ષ 2022 હવે પોતાના અંતિમ ચરણમાં છે. આ વર્ષની ઘણી સારી યાદોની સાથે-સાથે અમુક કડવી યાદો પણ લોકોના મનમાં રહેશે. વર્ષ 2022માં ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય, અર્થવ્યવસ્થા અને આપણા જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ઘણી મોટી અને જાણીતી હસ્તીઓના નિધન થઈ ગયા. જેમાં લતા મંગેશકર, મુલાયમ સિંહ યાદવ, રાજુ શ્રીવાસ્તવ, સિદ્ધુ મુસેવાલા સહિત અનેક હસ્તીઓ સામેલ છે. આ લેખમાં આપણે એવી હસ્તીએ વિશે જાણીશુ જેમણે આ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધી.

લતા મંગેશકર

લતા મંગેશકર

ભારતના મહાન અને સૌથી પ્રભાવશાળી ગાયિકા લતા મંગેશકર આ વર્ષે આપણને છોડીને ચાલ્યા ગયા. ભારત રત્ન લતા મંગેશકર, જેમને ભારતના નાઇટિંગલ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ ન્યૂમોનિયા અને કોવિડ-19 પછીની આરોગ્ય સમસ્યાઓ સામે લડી રહ્યા હતા. લતા મંગેશકરે 6 ફેબ્રુઆરીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

મુલાયમ સિંહ યાદવ

મુલાયમ સિંહ યાદવ

સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના ત્રણ વખતના મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની રાજકીય કારકિર્દી છ દાયકાથી વધુ લાંબી હતી. યાદવને પ્રેમથી 'નેતાજી' કહેવામાં આવે છે. તેઓ ભારતના સંરક્ષણ મંત્રી પણ બન્યા. મુલાયમ સિંહ યાદવનુ 10 ઓક્ટોબરે 82 વર્ષની વયે ગુરુગ્રામની એક ખાનગી હૉસ્પિટલમાં લાંબી માંદગી બાદ અવસાન થયુ હતુ.

બપ્પી લહેરી

બપ્પી લહેરી

બપ્પીદા તરીકે જાણીતા ગાયક અને સંગીતકાર બપ્પી લહેરી મનોરંજન જગતમાં જાણીતુ વ્યક્તિત્વ હતુ. ભારતમાં ડિસ્કો સંગીતને લોકપ્રિય બનાવવાનો શ્રેય તેમને જાય છે. ડિસ્કો કિંગ તરીકે જાણીતા બપ્પીદાએ દેશને એકથી એક ચડિયાતી ધૂન આપી છે. એક વર્ષમાં 180થી વધુ ગીતો રેકૉર્ડ કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તેમના નામે છે. 15 ફેબ્રુઆરીએ 69 વર્ષની વયે તેમનુ અવસાન થયુ.

બિરજુ મહારાજ

બિરજુ મહારાજ

પદ્મ વિભૂષણથી સન્માનિત, મહાન કથક નર્તક પંડિત બિરજુ મહારાજ નૃત્ય સિવાય ગાયક અને સંગીતકાર તરીકે પણ જાણીતા હતા. બિરજુ મહારાજ કથકના પર્યાય હતા. તેઓ લખનઉના કાલકા બિન્દાદિન ઘરાનાના સભ્ય હતા. બિરજુ મહારાજનુ આખુ નામ બ્રિજ મોહન નાથ મિશ્ર હતુ. લખનઉ ઘરાનાથી આવતા બિરજુ મહારાજ કથક નર્તક સાથે શાસ્ત્રીય ગાયક પણ હતા. બિરજુ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રખ્યાત કથક નર્તકો હતા. 16 જાન્યુઆરીના રોજ દિલ્લીમાં તેમના ઘરે હાર્ટ એટેકના કારણે 83 વર્ષની વયે તેમનુ અવસાન થયુ હતુ.

અરુણ બાલી

અરુણ બાલી

પોતાના શાનદાર અભિનય માટે જાણીતા અભિનેતા અરુણ બાલીનું આ વર્ષે 7 ઓક્ટોબરે નિધન થયુ હતુ. અરુણ બાલી ઘણા સમયથી બીમાર હતા. અરુણ બાલી મ્યાસ્થેનિયા ગ્રેવિસ નામની દુર્લભ બીમારી સામે લડી રહ્યા હતા. આ એક ઑટોઈમ્યુન બિમારી છે. જે જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ વચ્ચે કમ્યુનિકેશન ફેલિયૉરને કારણે થાય છે. અરુણ બાલીએ રાજુ બન ગયા જેન્ટલમેન, ફૂલ ઔર અંગારે, કેદારનાથ, ખલનાયક, 3 ઈડિયટ્સ અને પાણીપત સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.

રાજુ શ્રીવાસ્તવ

રાજુ શ્રીવાસ્તવ

રાજુ શ્રીવાસ્તવને 'કીંગ ઓફ કૉમેડી' કહેવામાં આવતા હતા. તેઓ પ્રખ્યાત હાસ્ય કલાકાર હતા. રાજુ ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, કૉમેડી સર્કસ અને ધ કપિલ શર્મા શો જેવા શોનો ભાગ હતા. દિલ્લીમાં એક જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યાના લગભગ 40 દિવસ પછી 21 સપ્ટેમ્બરે 58 વર્ષની વયે એઈમ્સ હૉસ્પિટલમાં તેમનુ અવસાન થયુ હતુ.

સિદ્ધુ મુસેવાલા

સિદ્ધુ મુસેવાલા

પંજાબી ગાયક-ગીતકાર શુભદીપ સિંહ સિદ્ધુ મુસેવાલા પંજાબના જાણીતા ગાયક હતા. તેમણે 2017માં તેના ગીત 'સો હાઈ' પછી ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. સિદ્ધુ મુસેવાલા પંજાબ અને આસપાસના ઘણા રાજ્યોમાં યુવાનોમાં ખૂબ પ્રખ્યાત હતા. પંજાબના માનસા જિલ્લામાં ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના હુમલાખોરો દ્વારા 29 મેના રોજ 28 વર્ષીય ગાયકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

રાકેશ ઝુનઝુનવાલા

રાકેશ ઝુનઝુનવાલા

'ભારતના વૉરેન બફેટ' રાકેશ ઝુનઝુનવાલા અબજોપતિ સ્ટૉક રોકાણકાર અને અકાસા એરના સ્થાપક હતા. ફોર્બ્સની 2021ની યાદી મુજબ તેઓ ભારતના 36માં સૌથી ધનિક વ્યક્તિ હતા. અહેવાલો અનુસાર તેમના મૃત્યુ સમયે તેમની કુલ સંપત્તિ 5.8 બિલિયન ડૉલર હતી. 14 ઓગસ્ટના રોજ 62 વર્ષની વયે અચાનક કાર્ડિયાક અરેસ્ટથી તેમનુ અવસાન થયુ.

સાયરસ મિસ્ત્રી

સાયરસ મિસ્ત્રી

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીની તેમની કંપની સાયરસ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ટાટા સન્સમાં 18.4 ટકા હિસ્સો હતો. સાયરસ પાસે આઇરિશ નાગરિકત્વ હતુ અને તે ભારતના કાયમી નિવાસી હતા. એક ભયાનક કાર અકસ્માતમાં તેમનુ મૃત્યુ થયુ હતુ. અબજોપતિ સાયરસનુ 54 વર્ષની વયે અવસાન થયુ.

રાહુલ બજાજ

રાહુલ બજાજ

પદ્મ ભૂષણ રાહુલ બજાજ, ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને બજાજ ઑટો લિમિટેડના ચેરમેન, તેમના સામાજિક કાર્યો માટે જાણીતા હતા. તેમની કંપનીએ ચેતક અને પ્રિયા જેવા લોકપ્રિય સ્કૂટર મૉડલ દ્વારા બજાજને એક નવો દરજ્જો આપ્યો. તેઓ 2006થી 2010 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા. હૃદય અને ફેફસાની સમસ્યાને કારણે 12 ફેબ્રુઆરીએ 83 વર્ષની વયે તેમનુ અવસાન થયુ હતુ.

English summary
Year ender 2022: The Great Indian personalities who died this year including Lata Mangeshkar, Mulayam singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X