આ વસ્તુઓ જણાવે છે કે તમારી નણંદ તમારાથી નફરત કરે છે, જાણો શું છે એ વાતો
નવી દિલ્લીઃ કયારેક-ક્યારેક તમને એ વ્યક્તિમાંથી પૉઝિટિવ વાઈબ્ઝ નથી મળતા અને તમે જાણો છો કે તે તમને પસંદ નથી કરતી. આવી જ એક વ્યક્તિ હોઈ શકે છે તમારી નણંદ જે ખૂબ જ સામાન્ય વાત છે. તમને લાગતુ હોય કે તમારી નણંદ કદાચ તમને નાપસંદ કરે છે અથવા તમારાથી નફરત કરે છે તો આ સંકેતોને વાંચીને આ અંગે સુનિશ્ચિત થઈ જાવ.

એ જે કંઈ પણ તમને પસંદ છે તેને ના કહે છે
એ તેના તરફથી અસ્વીકૃતિનુ એક રૂપ છે જે તમારા માટે પરેશાન કરનારુ હોઈ શકે છે. તમારા બંને માટે વસ્તુઓના કામ કરવા અને થવા માટે અથાગ પ્રયત્નો કર્યા બાદ પણ જો તે તેને ફગાવી દે તો આ એક સંકેત છે તે તમને નફરત કરે છે.

તમને હીનતાનો અનુભવ કરાવે
શું તે તમને કોઈ પણ પ્રસંગે હીનતાનો અનુભવ કરાવે છે? શું તે એ બતાવવાની કોશિશ કરે છે કે તમે તેનાથી કે બાકીના સાસરિયાવાળાથી હીન છો? જો તમારા સવાલોના જવાબ હા હોય તો તમે જાણો છો કે તમે તમારાથી ખૂબ નફરત છે.

તમારી સાથે એક પરિવારના હિસ્સાની જેમ વર્તન નથી કરતી
જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે તમે પરિવારનો એક હિસ્સો બની જાવ છો પરંતુ જો તમારી નણંદ તમારી સાથે એક બહારની વ્યક્તિની જેમ વ્યવહાર કરી રહી હોય તો આ એક સમસ્યા છે. આમાં તમને પારિવારિક વાતચીતથી કાઢી મૂકવાનુ પણ શામેલ હોઈ શકે છે.

અનહેલ્ધી કૉમ્પિટિશન
શું તે તમારી સાથે દરેક વસ્તુમાં સ્પર્ધા કરે છે કે તમે કેવા કપડા પહેરો છો. તમારી પાસે શું છે, તમે કેવી રીતે વાત કરો છો, પોતાના પતિ-તેના ભાઈ સાથે કેવી વ્યવહાર કરો છો? આ બીજુ કંઈ નહિ પરંતુ તેની અસુરક્ષાની વાત છે જે અસ્વસ્થ પ્રતિસ્પર્ધાનુ કારણ બની શકે છે. જ્યારે એ તમારી પાસે આવે છે તો એ તેના ઘૃણા ક્ષેત્રમાં હોવાના મુખ્ય સંકેત છે.

ખરી-ખોટી સંભળાવવી
જો એ તમને દર વખતે ખરી-ખોટી સંભળાવે છે કે તમે આને લાયક નથી, બીજી વાત આ નફરતનુ એક ચરમ રુપ છે જેને તમારે ધ્યાનમાં રાખવાની જરુર છે.