...તો આગામી 5 વર્ષ સુધી સરકારને ગાળો દેવાનો તમને અધિકાર નથી!

Posted By:
Subscribe to Oneindia News

ગઇકાલે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. આગામી મહિને યોજાનાર મતદાન પ્રક્રિયાથી દેશનું ભવિષ્ય અને સૂરત બંને બદલાઇ જશે. કોઇપણ જાતની શરત વિના તમે બધા લોકો મતદાન કરો. જો દેશમાં વિકાસ ઇચ્છતા હોવ અને પોતાનું અને પોતાના પરિવારને સુખદ ભવિષ્ય તો મહેરબાની કરી તમે બધા લોકો આ મહાપર્વમાં ભાગ લો અને દેશને એક સ્વસ્થ અને નવી વિચારસણીવાળી સરકાર આપો જેથી દેશની સાથે સાથે તમેપણ વિકાસ કરી શકો.

સમાજસેવી મમતા શાહે પોતાની ફેસબુક પોસ્ટના માધ્યમથી દેશની જનતાને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે કઇ રીતે એક વોટ તમારી અને દેશની કિસ્મત બદલી શકે છે? મમતા શાહે લખ્યું છે કે પહેલાં પોતાની જવાબદારી નિભાવો અને ત્યારબાદ અવાજ ઉઠાવો.

વોટ ન આપનાર કેટલાક લોકો એવું વિચારે છે કે તેમના વોટ આપવાથી શું ફાયદો થશે કારણ કે જો તેમણે વોટ આપી પણ દિધો તો પણ કંઇ નહી બદલાઇ, પરંતુ આ વિચારસણી ખોટી છે. પરિવર્તન ત્યારે જ થશે જ્યારે તમે પોતાને બદલશો અને મતદાનના પોતાના અધિકારનો યોગ્ય ઉપયોગ કરશો. વોટ ફક્ત તમારો જ અધિકાર નથી પણ જવાબદારી પણ છે.

એટલા માટે જે પ્રકારે ખાવા માટે ભોજન, પહેરવા માટે કપડાં અને રહેવા માટે છત જરૂરી છે તે જ પ્રકારે દેશની તસવીર અને તકદીર બદલવા માટે તમારા અમૂલ્ય વોટને પણ જરૂર છે કારણ કે જો તમારે દેશમાં ફેલાયેલી સમસ્યાની વિરૂદ્ધ અવાજ ઉઠાવવો છે તો પહેલાં એક સભ્ય અને જાગૃત નાગરિકની જેમ વોટ આપીને પોતાની જવાબદારી નિભાવો. પહેલાં દેશ પ્રત્યે કર્તવ્ય તો નિભાવો પછી અધિકારની વાત કરજો.

મારા એક વોટથી શું ફરક પડશે?

મારા એક વોટથી શું ફરક પડશે?

મમતા શાહે આ પ્રશ્નનો જવાબ એકદમ સટીક રીતે આપ્યો છે. તેમણે કહ્યું છે કે જેમ ટીપે ટીપે ઘડો ભરાય છે, એ પ્રમાણે એક એક વોટથી એ નક્કી થાય છે કે જનતાનું પ્રતિનિધિત્વ કરવાની તક કોને મળશે. જો તમે ઇચ્છો છો કે તમારો પ્રતિનિધી એવો હોય, જે તમારી આશાઓ પર ખરો ઉતરી શકે, તો આ બધુ ત્યારે સંભવ થશે જ્યારે તમે વોટ આપશો. તમારો એક વોટ પરિવર્તનની શરૂઆત કરી શકે છે.

એક વોટ પર કરોડોનો ખર્ચ

એક વોટ પર કરોડોનો ખર્ચ

તમે વોટ આપી શકો તેના માટે ચૂંટણી પંચ કરોડો રૂપિયા ખર્ચ કરીને તમામ વ્યવસ્થા કરે છે. ચૂંટણી કંડક્ટ કરાવવામાં ખર્ચ થનાર આ પૈસા તે જ હોય છે, જે તમે ટેક્સ રોપે સરકાર પાસે જમા કરાવો છો. એવામાં તમારા દ્વારા વોટ આપવો વધુ જરૂરી બની જાય છે.

હું મતદાન કેમ કરું?

હું મતદાન કેમ કરું?

પરિવર્તન પણ ત્યારે આવશે જ્યારે તમે બદલાશો અને મતદાનના અધિકારનો ઉપયોગ કરશો. એટલા માટે મતદાન નહી કરશો તો તમને ફરિયાદ કરવાનો અધિકાર નથી એવામાં આગામી પાંચ સુધી તમે ના તો ફરિયાદ કરી શકો છો અને ના તો કોઇ પણ વસ્તુની આશા ન રાખી શકો.

વિચારસણી બદલવી છે તો મતદાન કરો

વિચારસણી બદલવી છે તો મતદાન કરો

મોટાભાગે મતદાન કરતાં પહેલાં વિચારીએ છીએ યાર હું મારા મતક્ષેત્રના ઉમેદવારને ઓળખતો નથી. એટલા માટે ખોટો મતદાન કરવા કરતાં સારું છે કે મતદાન ન કરું. પરંતુ આ વિચારસણી ખોટી છે જોઇ તમે તમારા વિસ્તારના ઉમેદવાર વિશે તપાસ કરવી છે તો ચૂંટણી માટે ઉમેદવારી પત્ર દાખલ કર્યાના ચોવીસ કલાકમાં દરેક ઉમેદવારનું નોમિનેશન ફોર્મ અને તેના દ્વારા આપવામાં આવેલું સોગંધનામું ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. તમે ત્યાંથી તમારા ઉમેદવાર વિશે જાણી શકો છો.

(નોટા)નું ઓપ્શન પણ તમારી પાસે છે

(નોટા)નું ઓપ્શન પણ તમારી પાસે છે

જો તમે કોઇને વોટ કરવા માંગતા નથી, તો હવે (None of the above) (નોટા)નું ઓપ્શન પણ તમારી પાસે છે. ઇવીએમમાં નોટાનું બટન દબાવીને પણ તમે આ મેસેજ તે ઉમેદવાર પાસે પહોંચાડી શકો છો કે તેમાંથી કોઇપણ તમને પસંદ નથી. એવામાં વોટ ના આપવાનું કોઇ હવે કારણ બાકી રહી જતું નથી.

પરિવર્તન પણ ત્યારે જ થશે જ્યારે પોતાને બદલશો અને મતદાનના પોતાના અધિકારનો યોગ્ય ઉપયોગ કરશો. મતદાન ફક્ત તમારો અધિકાર જ નથી, જવાબદારી પણ છે.

વધુ વાંચવા માટે સ્લાઇડર ક્લિક કરતાં જાવ

English summary
To vote is to give a voice in playing a role in positive change. "Ask not what your country can do for you but what you can do for your country" . We need to be a strong country once again....it can happen but each and every one of us must do our part. so Please Keep Voting.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.