For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોટોગ્રાફીનો શોખ છે તો આ ટ્રાય કરો, સ્માર્ટફોનથી થશે ધમાલ!

|
Google Oneindia Gujarati News

ફોટોગ્રાફીના શોખીન જીવડાઓ હંમેશા કંઇક નવું કરવાની ફિરાકમાં હોય છે. અને આ માટે જ તે નવા નવા અખતરા કરતા રહેતા હોય છે. અન્ય કોઇ પણ કળાની જેમ ફોટોગ્રાફી પણ એક કળા છે. પણ હા, જો તમે તેવું માનતા હોવ કે ફોટોગ્રાફી ખાલી એક્સપર્ટ કરી શકે છે તો આ વાત છે એકદમ ખોટી.

સ્માર્ટફોનના જમાનામાં સારા ફોટોગ્રાફર બનવું કોઇ મુશ્કેલ કામ નથી. અને આજે અમે તમને કેટલીક તેવી મસ્ત ફોટોગ્રાફીની ટ્રિક્સ બતાવવાના છીએ જેના પછી તમારા ફોટો પણ કોઇ જાણીતા ફોટોગ્રાફરની જેમ યુનિક કે હટકે આવે તો નવાઇ નહીં તો જાણો આ ટ્રિક્સ વિષે...

કેમેરા લેન્સ પર પાણીની બિંદુ

કેમેરા લેન્સ પર પાણીની બિંદુ

પોતાના સ્માર્ટફોનના કેમેરા લેન્સ પર પાણીનું એક બિંદુ નાંખો. આમ કરવાથી ખૂબ જ સુંદર મૈક્રો ફોટોગ્રાફ્સ તમે લઇ શકશો. ટ્રાય ઇટ!

સનગ્લાસનો ઉપયોગ

સનગ્લાસનો ઉપયોગ

જો તમારે ફોટો લેવાનો એક અલગ અંદાજ જાયતો હોય તો તમે તમારા સનગ્લાસિસની મદદથી ફોટો ક્લીક કરીને ફોટોને શેટ આપી શકો છો.

પિનહોલ કેમેરા

પિનહોલ કેમેરા

તમે તમારા સ્માર્ટફોનને પિનહોલ કેમેરા પણ બનાવી શકો છો. આ માટે એક કાર્ડબોર્ડમાં હોલ કરીને ત્યાં કેમેરાનો લેન્સ મૂકી ફોટો પાડી આ ફોટામાં દેખાય છે તેવી ઇમેજ મેળવી શકો છો.

એક્સપોઝરનો ઉપયોગ

એક્સપોઝરનો ઉપયોગ

સૌથી પહેલા તમારા ફોનના કેમેરા લેન્સને કવર કરો. હવે જેનો ફોટો પાડવાનો છે તેને એક સફેદ વોલ આગળ ઊભો રાખી દો. પછી તે એક્સપોઝર સેટિંગથી એક મસ્ત પ્રોટ્ટેટ લો.

વેસિલીન

વેસિલીન

કેમેરા પર થોડુંક વેસેલિન લગાવો અને પછી જુઓ કમાલ. તમારી ફોટોમાં આવી રીતનો વિન્ટેઝ ટચ આવશે.

કટ આઉટ

કટ આઉટ

તમે કટઆઉટનો ઉપયોગ કરી શકો છો જે તમારા સબજેક્ટને એક સારી ફ્રેમ આપશે.

ક્લિપ્સ ટ્રાઇપોડ

ક્લિપ્સ ટ્રાઇપોડ

તમે ક્લિપ્સનો ઉપયોગ ફોટોમાં બતાવ્યું તે રીતે ફોનના ટ્રાઇપોડ બનાવવા માટે પણ કરી શકો છો.

બાઇનોક્યૂલર્સ

બાઇનોક્યૂલર્સ

તમે સુપરઝૂમ કરવા માટે તમારા જૂના બાઇનોક્યૂલર્સનો ઉપયોગ પણ કરી શકો છો.

વોલપેપર

વોલપેપર

કોઇ પણ સ્ક્રીન પર સુંદર વોલપેપર સેટ કરો અને તેની આગળ પોતાના સબજેક્ટનો મૂકો આમ કરવાથી ફોટો ખૂબ જ સુંદર આવશે.

પોકેટ રિફ્લેક્ટર

પોકેટ રિફ્લેક્ટર

તમે ફોટોને બ્રાઇટ કરવા માટે પોકેટ રિફ્લેક્ટર કે થર્મોકોલનો ઉપયોગ કરી શકો છો.

English summary
You don't always need an expensive gadget to get goo Photographs. 10 awesome smartphone photography hacks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X