For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટફોન યુઝર્સની આ 10 ભૂલો તેમને મૂકી શકે છે મુસીબતમાં

|
Google Oneindia Gujarati News

આજકાલ બધાની જોડે હોય છે સ્માર્ટફોન. સ્માર્ટફોનના લીધે કરીને તેવી અનેક વસ્તુઓ તમારી આંગળીના ટેરવે આવી ગઇ છે જે પહેલા ધણી દૂર હતી. આજકાલ સ્માર્ટફોનથી શોપિંગ, વાતચીત બધુ જ કરવું થઇ ગયું છે ખૂબ જ સરળ. પણ શું તમને ખબર છે કે તમારા આ સ્માર્ટફોનના કારણે તમારી મુસીબતોમાં પણ વધારો થઇ શકે છે. તમારા સ્માર્ટફોનને હેક કરીને કોઇ પણ વ્યક્તિ તમારી ખાનગી માહિતી બહાર નીકાળી શકે છે. અને તેમને મોટો ચૂનો પણ લગાવી શકે છે.

એક SMS તમારા ફોનને હેક કરી શકે છે, જાણો કેવી રીતેએક SMS તમારા ફોનને હેક કરી શકે છે, જાણો કેવી રીતે

સ્માર્ટફોન ભલે આજકાલ બધા વાપરતા હોય પણ તેમ છતાં સ્માર્ટફોન અને સુરક્ષાને લઇને તેવી અનેક સામાન્ય ભૂલો છે જે મોટા ભાગના સ્માર્ટફોન યુઝર્સ કરતા હોય છે. અને આમ કરીને તે વગર કંઇ કરે પોતાની મુસીબતો વધારી દેતા હોય છે. ત્યારે સ્માર્ટફોન યુઝર્સની આવી જ કેટલીક ભૂલો વિષે આજે અમે તમને જણાવાના છીએ. તો જો તમે પણ સ્માર્ટફોન વાપરતી વખતે આવી ભૂલો કરતા હોવ તો આ ભૂલોને સુધારો.

પબ્લિક વાઇ-ફાઇ

પબ્લિક વાઇ-ફાઇ

પબ્લિક વાઇ-ફાઇ ચીપ હોય છે પણ તેના લીધે કરીને તમે તમારા ફોનની સુરક્ષાને મોટા ખતરામાં નાંખી દો છો. પબ્લિક વાઇ ફાઇ પર જે પણ માહિતી મોકલવામાં આવે છે તેને કોઇ પણ વાંચી શકે છે. અને હેકર્સ તમારી આ માહિતીને સરળતાથી મેળવી શકે છે.

એન્ટીવાયરસ

એન્ટીવાયરસ

સ્માર્ટફોનમાં બહુ સરળતાથી મેલાવર જેવા વાયરસ આવી શકે છે. મોટા ભાગના લોકો પોતાના ફોનમાં એન્ટીવાયરસ એપ નાંખવાનું ટાળતા હોય. પણ એન્ટી વાયરસ એપ તમારા ફોનને વધુ સેફ રાખે છે.

અપડેટ

અપડેટ

સ્માર્ટફોનના મેક્સ અને એપ ડેવલોપર્સ અનેક વાર તેમના સોફ્ટવેરને અપડેટ કરતા રહેતા હોય છે. જેથી કરીને તેમના સોફ્ટવેરના સુક્યોરિટી ગેપ તે નીકાળીને તેમના એપને સુધારી શકે અને આ માટે જ તે જે તે એપનું અપડેટેડ વર્ઝન મોકલતા હોય છે જેને અપડેટ કરવાનું ટાળીએ છીએ. પણ આવું ન કરવું તે આપણું નુક્શાન હોય છે.

વેરિફાઇંગ એપ

વેરિફાઇંગ એપ

કેટલીક વાર કેટલાક એપને ડાઉનલોડ કરવાથી તે આપણા ડેટાની ડિટેલ પણ મેળવી લે છે. તો જ્યારે જ્યારે તમે કોઇ એપ ડાઉનલોડ કરો તે યોગ્ય ડેવલોપર્સ છે કે નહીં તે જાણો. એપ નીચે તેનો રિવ્યૂ વાંચો અને બરાબર રિસર્ચ કરીને એપ ડાઉનલોડ કરો.

દરેક લિંક પર ટેપ કરવું

દરેક લિંક પર ટેપ કરવું

ફેંક લોગિંગ પેઝને કોમ્પ્યૂટર પર સરળતાથી સૌથી શકાય છે પણ મોબાઇલ પર નહીં. તેવું જાણકારોનું પણ માનવું છે. માટે જો તમને કોઇ પણ અજાણી સાઇટની ટેક્સ કે લિંક મોકલવામાં આવે તો તરત જ તેને ટેપ કરીને ખોલવાના પહેલા તેની યથાર્થતા તપાસો.

રૂટિંગ સ્માર્ટફોન

રૂટિંગ સ્માર્ટફોન

ધણીવાર એપ રૂટ એક્સેસ માંગતા હોય છે. આવું દર વખતે કરવું સમજદારીની વાત નથી. વળી ધણીવાર આમ કરવાથી ડિવાઇઝની ફાઇલ સિસ્ટરમાં મેલવર્મ જેવા વાયરસ પણ ધૂસી જાય છે.

લોક

લોક

ધણા લોકો તેમના ફોનને લોક નથી કરતા. કારણ કે વારંવાર પાસવર્ડ લખવું ખરેખરમાં કંટાળાજનક હોય છે. પણ તેમ છતાં આ તમારી અને તમારા ફોનની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે.

વાયરલેસ સર્વિસ

વાયરલેસ સર્વિસ

ધણીવાર આપણે આપણી જીપીઆરએસ કે બ્લૂટૂથ કે પછી વાઇફાઇ સર્વિસના બટનને બંધ કરવાનું ભૂલી જઇએ છીએ. આજ કારણે તે સતત વાયલેસ કનેક્શન કે બ્લુ ટૂથ ડિવાઇઝ શોધતા રહે છે અને ધણીવાર આ જ કારણે તમારી માહિતી ખોટા વ્યક્તિના હાથમાં જતી રહે છે.

લોંગ આઉટ

લોંગ આઉટ

ફિલ્પ કાર્ટ, એમેઝોન જેવી ખરીદી સાઇટથી ખરીદી કર્યા પછી લોગ આઉટ કરવાનું રાખો જેથી કરીને તમારો ફાઇનાન્સ કોઇના ખોટા હાથમાં ના ચાલ્યો જાય.

ખાનગી માહિતી

ખાનગી માહિતી

અનેક લોકોને આદત હોય છે કે તે પોતાના ડેબિટ અને ક્રેડિટ કાર્ડના પિન જેવી મહત્વપૂર્ણ ડિટેલ ફોનમાં રાખતા હોય છે. આવી ખાનગી ડિટેલ ફોનમાં રાખવી ધાતક સાબિત થઇ શકે છે. તો ઉપરોક્ત વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો અને તમારા ફોનને સેફ બનાવો.

English summary
Smartphone have became as an integral part of our day-to-day life. Our smartphone houses a lot off information including things from personal email, social media accounts to bank accounts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X