For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રહ્યા દુનિયાના ટોપ 10 સૌથી મોંઘા સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

મોંઘવારી ગમે તેટલી વધી રહી હોય પરંતુ લોકોના શોખ આગળ તે હંમેશા પાંગળી સાબિત થઇ છે. બજારમાં અસ્તિત્વમાન નવા સ્માર્ટફોન તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. પરંતુ આ ઉપરાંત દુનિયામાં ઘણા ધનિકો છે જેઓ એવા ગેજેટનો શોખ ધરાવે છે. જેમના માટે રૂપિયા કોઇ મહત્વ નથી ધરાવતા, બસ તેમનો શોખ પૂરો થવો જોઇએ. એવી જ રીતે ગણ્યા-ગાંઠ્યા લોકો માટે બનાવવામાં આવેલ કેટલાંક એવા સ્માર્ટફોન છે જેમને કોઇ ખરીદી નથી શકતું.

જેમકે સ્લાઇડમાં આપવામાં આવેલ પહેલા સ્માર્ટફોન એચટીસી વન ગોલ્ડ એડીશનની કિંમત 2,75,000 રૂપિયા છે જે આઇફોન બ્લેક ડાયમંડ 1,00,00,00,000 રૂપિયા છે જેને કદાચ ટાટા, અંબાણી પણ ખરીદતા પહેલા વિચારશે કે આટલો મોંઘો સ્માર્ટફોન લેવો જોઇએ કે નહીં.

આવા મોંઘા ફોન કોણ ખરીદશે એની ચિંતામાં પડ્યા વગર આપણે નજર કરીએ દુનિયાના ટોપ 10 મોંઘા સ્માર્ટફોન પર...

 એચટીસી વન ગોલ્ડ એડીશન

એચટીસી વન ગોલ્ડ એડીશન

એચટીસી ઉપરાંત એપલ અને સેમસંગ પણ પોતાના ગોલ્ડ કલર વર્ઝન લોન્ચ કરી ચૂક્યા છે. પરંતુ એચટીસી વનના ગોલ્ડ કલર એડીશનની કિંમત 2,75,000 રૂપિયા છે જે સેમસંગના ગોલ્ડ કલર એડીશનના મુકાબલે મોંઘો છે.

આઇફોન 5 બ્લેક ડાયમંડ

આઇફોન 5 બ્લેક ડાયમંડ

ગોલ્ડ કલર આઇફોન 5સી ઉપરાંત એચટીસી અને સેમસંગ ગેલેક્સી એસ5ના પણ ગોલ્ડ કલર વર્ઝન બનાવવામાં આવ્યા છે. જેમાંથી દરેક ફોનની કિંમત 2,75,000 રૂપિયાની આસપાસ છે.

 ટોનિનો લૈર્બોગિની એનટેર્સ

ટોનિનો લૈર્બોગિની એનટેર્સ

ઇંટેલિયન કાર મેકર લેંર્બોગિનીનું નામ તો આપે સાંભળ્યું જ હશે, લેંર્બોગિનીના આ લગ્ઝરી સ્માર્ટફોનમાં લેધરની સાથે ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લૈંર્બોગિની સ્માર્ટફોનની કિંમત 2,50,000 રૂપિયા છે.

ટેગ હ્યૂઅર સ્માર્ટફોન

ટેગ હ્યૂઅર સ્માર્ટફોન

સ્વિટ્ઝર્લેંડની લકઝરી ઘડીયાળ બનાવનારી કંપની ટેગ હ્યૂઅરે આ ફોનની ઉત્પાદા કંપની છે. આ ફોન માત્ર જોવામાં જ રોયલ નહીં પરંતુ તે વોટરપ્રૂફ અને શોક પ્રૂફ પણ છે. ટેગ હ્યૂઅરના આ સ્માર્ટફોનની કિંમત 4,20,000 રૂપિયા છે.

ડૉયોર રિવરી સ્માર્ટફોન

ડૉયોર રિવરી સ્માર્ટફોન

ડૉયોરના આ સ્માર્ટફોનની કિંમત 78,00,000 રૂપિયા છે. કારણ કે આ સ્માર્ટફોનનો દરેક યુનિટ ફ્રાંસમાં એસેમ્બલ થાય છે, સાથે જ 18 કેરેટ વ્હાઇટ ગોલ્ડ અને 1,539 ડાયમંડ અને 46 કિંમતી મોતી લાગેલા છે.

પોર્શે સ્માર્ટફોન

પોર્શે સ્માર્ટફોન

લક્ઝરી કાર મેકર પોર્શેનો P9981 બ્લેકબેરી બીબી7 ઓએસ પર રન કરે છે, તેમાં જેમાં ગોલ્ડ ફિનિશિંગ આપવામાં આવી છે. પોર્શેની આ સ્માર્ટફોનની કિંમત 1,39,990 રૂપિયા છે.

વર્ચુ સ્માર્ટફોન

વર્ચુ સ્માર્ટફોન

વર્ચુના આ સ્માર્ટફોનની કિંમત 4,16,000 રૂપિયા છે, જેમાં 4.3 ઇંચની એડી સ્ક્રીન આપવામાં આવી છે જે 342 પિક્સલ પર ઇંચ સપોર્ટ કરે છે, પરંતુ ફોનની સ્ક્રીનમાં સફાયર 5.1 ક્રિસ્ટલ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. માટે તેમાં કોઇપણ રીતે સ્ક્રેચ લાગવાનો ભય નથી રહેતો. કાલ્ફ લેધર ફિનિશની સાથે આ 5 અલગ અલગ રંગોમાં ઉપલબ્ધ છે.

યૂલિસે નારદિન

યૂલિસે નારદિન

યૂલિસે નારદિન લક્ઝરી ઘડીયાળ બનાવનારી કંપની છે જેને ખૂબ જ સમય પહેલા ન્યૂમરિક કીપેડવાળું રેટ્રો ફોન રજૂ કર્યું હતું. આ ફોનમાં કાયનેટિક રોટર સિસ્ટમ લાગેલું છે જે ફોનની બેટરી ચાર્જ કરતા રહે છે, આ જ સિસ્ટમ ઘડિયાળમાં પણ લાગુ પડે છે.

 સેવેલી જારદિન

સેવેલી જારદિન

સેવેલી જારદિનના 11 લક્ઝરી ફોનમાંથી એક આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે તે હેન્ડક્રાફટેડ સ્માર્ટફોન છે, સાથે જ તેના સ્પીકરો અને યૂઆઇની ડિઝાઇન પ્રોફેશનલ ફોટોગ્રાફરો અને ડીજેએ તૈયાર કર્યું છે. સેવેલી જારદિનના આ સ્માર્ટફોનની કિંમત 6,00,000 રૂપિયાથી લઇને 72,00,000 રૂપિયાની વચ્ચે છે.

મોબીડો ગ્રાંડ 350 પાયોનિયર

મોબીડો ગ્રાંડ 350 પાયોનિયર

લક્ઝરી ફોનની રેંજમાં મોબીડોનો ગ્રાંડ 350 પાયોનિયરનો પણ સમાવેશ થાય છે. જેની કિંમત 7,00,000 રૂપિયા છે. આ ફોનનું બ્લેક કલર આકાશમાંથી પડેલા ઉલ્કા પિંડથી બનેલું છે જે તેની ખાસ વાત છે.

English summary
Mobile phones are available in entire world at low prices, also high prices but it depends on specifications, features and all other functions according to your demands. check out world’s top 10 so expensive mobile phones.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X