For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 રીતે બનશે ભારત 'ડિજિટલ ઇન્ડિયા'

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ ડિજિટલ ઇન્ડિયા વીક લોંચ કર્યું હતું. દિલ્હીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રિયાયન્સના લીડર મુકેશ અંબાણી અને ટાટા ગ્રુપના સાયરસ મિસ્ત્રીએ પણ હાજરી આપી હતી. જ્યાં દેશના વિકાસને લઇને ચર્ચા કરવામાં આવી અને એક ડિજિટલ માળખુ તૈયાર કરવામાં આવ્યું.

દેશે ડિજિટલ ઇન્ડિયા માટે શું કરવું જોઇએ. કેવી રીતે દેશના યુવાનોનો વિકાસ થશે. આ પ્રકારની વાતો પર ભાર મૂકવામાં આવ્યો. વિકાશશીલ દેશોની શ્રેણીમાં આવવા માટે ડિજિટલાઇજેશનની ખૂબ જ જરૂરીયાત છે. તેનાથી માત્ર દેશની અર્થ વ્યવસ્થાને ફાયદો નહીં થયા પરંતુ યુવાનોને પણ ઘણો ફાયદો થશે. તેમને રોજગારી મળશે અને તેમનો આર્થિક અને સામાજિક વિકાસ થશે...

આવો જોઇએ કેવી રીતે બનશે ભારત 'ડિજિટલ ઇન્ડિયા'...

મોબાઇલ ગવર્નેન્સ

મોબાઇલ ગવર્નેન્સ

વડાપ્રધાને જણાવ્યુ કે ઇ-ગવર્નેન્સ ટૂંક સમયમાં બદલાઇને એમ-ગવર્નેન્સ થનારી છે. એમ ગવર્નેન્સનો અર્થ મોદી નહીં પરંતુ મોબાઇલ છે. મોબાઇલ ગવર્નેન્સ જ આજની સરકારની જરૂરીયાત છે.

મેક ઇન ઇન્ડિયા

મેક ઇન ઇન્ડિયા

તેમણે જણાવ્યું કે મેક ઇન્ડિયા મહત્વપૂર્ણ છે પરંતુ ડિઝાઇન ઇન ઇન્ડિયા તેના કરતા પણ વધારે જરૂરી છે. ડિજિટલ ઇન્ડિયા ત્યારે જ સફળ થશે, જ્યારે આપણે દેશમાં પણ કંઇ નવું ક્રિએટ કરીએ. અલગ ઉંમરના લોકો માટે, અલગ ભાષાને ધ્યાનમાં રાખીને આ તરફ કામ કરવું પડશે. ભારત 125 કરોડ લોકોનું બજાર છે.

ચાર લાખનું રોકાણ

ચાર લાખનું રોકાણ

ભારતને ડિજિટલ ઇન્ડિયામાં પરિવર્તિત કરવા માટે ચાર લાખ કરોડના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના થકી 18 લાખ લોકોને રોજગાર પણ મળશે. મુકેશ અંબાણી ડિજિટલ ઇન્ડિયામાં અઢી લાખ કરોડનું રોકાણ કરવાના છે.

ડિજિટલ લોકર

ડિજિટલ લોકર

બેંક લોકરથી આપણે સૌ પરિચિત છીએ પરંતુ હવે સમય ડિજિટલ લોકરનો ઉપયોગ કરવાનો છે. તેનાથી વૃક્ષો પણ ઓછા કપાશે અને પેપરનો ઉપયોગ પણ ઓછો થશે. જેનાથી ઓનલાઇન રાશન કાર્ડ, વીજળી બિલ અને વોટર કાર્ડ જેવા દસ્તાવેજોને રાખવામાં આવશે.

ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક

ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક

આવનારા સમયમાં લોકો ત્યાં રહેવાનું પસંદ કરશે જ્યાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક, બ્રાંડબેંડની સેવા ઉપલબ્ધ છે. સુવિધાજનક સ્થળ દરેકને ગમે છે. આજના યુવાનની વાત કરીએ તો સુવિધા સૌથી ખાસ છે.

ડિજિટલ પાવર

ડિજિટલ પાવર

આપણે ત્યાં બાળક પણ પાવરને સમજે છે. હાલમાં જે બાળક આપણા ચશ્માથી રમતું હતું તે હવે આપણા મોબાઇલથી રમે છે. જેનો અર્થ એ થયો કે નાના બાળકોને પણ મોબાઇલ અને ડિજિટલાઇજેશન સમજ છે.

ભારતને અલગ ઓળખ મળે

ભારતને અલગ ઓળખ મળે

વડાપ્રધાને જણાવ્યું કે હું એવા ડિજિટલ ઇન્ડિયાની કલ્પના કરું છું જ્યાં ભારતને વિશ્વમાં મોટા ઇન્ડિયા માટે જોવામાં આવે. જેથી વિશ્વમાં ભારતને અલગ ઓળખ મળે.

મારુ સપનું

મારુ સપનું

મારુ સપનું છે કે ડિજિટલ ઇન્ડિયાને ત્યા જોવાનું છે જ્યાં ઝડપથી હાઇવે દેશને જોડે. જેને 1.2 અરબ ભારતીય ઇનોવેશન માટે ઉપયોગ કરી શકે. વધતી અર્થવ્યવસ્થા અને ઓછા થતા સ્માર્ટફોનના દામે ભારતને એવા સ્થાન પર ઊભું રાખ્યું છે. જ્યાં પર સ્માર્ટફોન યૂઝ કરનારાઓની સંખ્યા વધી રહી છે.

ઇન્ટરનેટ સ્પીડ

ઇન્ટરનેટ સ્પીડ

ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાચુ કરવામાં પડકારો તો ઘણા છે. ભારતની સામાન્ય ઇંટરનેટ સ્પીડ 115માં સ્થાન પર હતી. જે હાલમાં થયેલા સર્વેમાં તેનાથી આગળ વધી ચૂકી છે. હાલમાં એપ્રિલ સુધી સર્વે અનુસાર ભારતમાં લગભગ સો મિલિયન લોકો બ્રોડબેન્ડ ઉપયોગ કરે છે.

ઇંટરનેટ

ઇંટરનેટ

ભારતમાં લગભગ 25 કરોડ લોકો ઇંટરનેટ યૂઝ કરે છે. પછી ભારત જ એવી જગ્યા છે જ્યાં ઇંટરનેટ નહીં યૂઝ કરનારની સંખ્યા સૌથી વધારે છે. એટલા માંટે જરૂરી છે કે ઇંટરનેટ સાથે વધારેમાં વધારે લોકો જોડાય.

English summary
Digital India programme will be launched by PM Modi on 1 July 2015 at 4 PM at New Delhi. Here is PM Modi's 10 point which makes digital india dream true.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X