સાવધાન: આ 10 વસ્તુઓમાં હોઇ શકે છે HIDDEN કેમેરા!

Posted By:
Subscribe to Oneindia News

સામાન્ય રીતે તમે હીડન કેમેરા અંગે સાંભળ્યુ જ હશે. આ પ્રકારના કેમેરાનો ઉપયોગ સામાન્ય રીતે સ્ટીંગ ઓપરેશન માટે કરવામાં આવે છે. પરંતુ તમે ઘણી વખત સાંભળ્યુ કે વાચ્યું હશેકે કોઇના બાથરૂમમાં કે કોઇ મોલના ચેન્જીંગ રૂમમાં સ્પાઇ કેમેરા હોય અને છુપી નજરે એ તમારા પર નજર રાખી રહ્યાં હોય.

ઘણી વખત આ વિડીયોઝનો ખોટો ઉપયોગ પણ થતો હોય છે. હાલમાં જ આવી ઘટના દિલ્હીમાં ઘટી છે. જ્યાં એક વ્યક્તિએ પોતાના જૂતામાં હીડન કેમેરો લગાવીને રાખ્યો હતો. આ વ્યક્તિ મહિલાઓના વિડીયો બનાવતો હતો.

 

આવા હીડન કેમેરા માટે લોકો ઘણી વખત જૂતા, કપડા, પેન કે અન્ય નાની નાની વસ્તુઓનો ઉપયોગ કરે છે. આવો જાણીએ કે એવી કઇ વસ્તુઓ છે, કે જેમાં લોકો હીડન કેમેરા રાખી શકે છે.

જૂતા
  

જૂતા

જૂતામાં સરળતાથી હીડન કેમેરા છુપાડી શકાય છે. જૂતા પર સૌ કોઇની નજર પડે છે, તેમ છતા જૂતામાં હીડન કેમેરા ઘણી આસાનીથી છુપાવી શકાય છે.

પેન
  

પેન

પેન હીડન કેમેરો છુપાવવા માટે સૌથી સરળ રસ્તો છે. સ્ટીંગ ઓપરેશનમાં તેનો ઉપયોગ ઘણો થાય છે. પેન પર કેમેરો લગાવીને શર્ટના પોકેટમાં રાખીને તેનો સ્પાઇ કેમેરા તરીકે સારો ઉપયોગ થઇ શકે છે.

બટન કેમેરા
  

બટન કેમેરા

બટન કેમેરાને સ્ટીંગ ઓપરેશનમાં સૌથી બેસ્ટ કેમેરો માનવામાં આવે છે. બટન કેમેરાને શર્ટના બટન પર આસાનીથી લગાવી શકાય છે.

કેલક્યુલેટર
  
 

કેલક્યુલેટર

કેટલાક લોકો હીડન કેમેરા માટે કેલક્યુલેટરનો ઉપયોગ પણ કરે છે. આ કેમેરા ઘણાં નાના હોય છે. અને તેની સાઇઝના કારણે તેને છુપાડવા સરળ હોય છે.

ક્લોથ હુક
  

ક્લોથ હુક

તમે ચેન્જીંગ રૂમ અથવા તો બાથરૂમમાં ક્લોથ હુક તો જોયા જ હશે. કેટલાક લોકો આ ક્લોક હુકનો ઉપયોગ પણ કેમેરા છુપાવવા માટે કરે છે.

ઘડીયાળ
  

ઘડીયાળ

ઘડીયાળમાં પણ હીડન કેમેરો હોય છે. જેને ઓન ઓફ કરવા માટે ઘડીયાળની બાજુમાં બટન આપવામાં આવેલુ હોય છે.

ચશ્મામાં કેમેરો
  

ચશ્મામાં કેમેરો

ચશ્માનો ઉપયોગ પણ હીડન કેમેરા માટે કરવામાં આવે છે. ચશ્માની ફ્રેમના નટમાં હીડન કેમેરા હોય છે. જેનો ઉપયોગ આસાનીથી કરવામાં આવે છે. આ કેમેરાની ખાસિયત એ છેકે જેણે આ ચશ્મા પહેર્યા હોય તે વ્યક્તિ જે તરફ જુએ તે તરફનું રેકોર્ડ કરી શકાય છે.

પેન ડ્રાઇવ
  

પેન ડ્રાઇવ

પેન ડ્રાઇવ પણ કેમેરા છુપાવવાના કામમાં આવે છે. આ પેન ડ્રાઇવ નોર્મલ પેન ડ્રાઇવ જેવી જ હોય છે. તેના દ્વારા વિડીયો બનાવી શકાય છે, અને ફોટો પણ લઈ શકાય છે.

બેલ્ટ
  

બેલ્ટ

હીડન કેમેરા વાળો બેલ્ટ પણ આવે છે. જેના ફ્રંટમાં કેમેરો હોય છે. જે માત્ર એક ડૉટના રૂપમાં હોય છે. જે બેલ્ટમાં ડીઝાઇનના રૂપમાં હોય છે.

એશ ટ્રે
  

એશ ટ્રે

કેટલીક એશ ટ્રેમાં હીડન કેમેરો અને માઇક હોય છે. જેનો આસાનીથી હીડન કેમેરા તરીકે ઉપયોગ થાય છે.

English summary
Be careful of the hidden cameras hidden here and there. You will not be able to see them. But you got to be careful. here are 10 things to place hidden camera.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.