For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્મેટ કર્યા વગર વધારો લેપટોપની સ્પીડ

|
Google Oneindia Gujarati News

જ્યારે આપણે નવી સીસ્ટમ કે લેપટોપ ખરીદીએ છીએ ત્યારે કેટલાક દિવસો સુધી તો તે સરસ રીતે ચાલે છે, પરંતુ જેમ જેમ તે જુનુ થાય છે તેમ તેમ લેપટોપ અથવા તો સીસ્ટમની સ્પીડ ઓછી થતી જાય છે. અને આ કારણે આપણને કામ કરવામાં ખીજ પણ આવે છે. ત્યારે આપણે લેપટોપ કે સીસ્ટમને ફોર્મેટ કરવાનું વિચારીએ છીએ.

આ રીતોથી વધી શકે છે તમારા પીસીની લાઇફ!આ રીતોથી વધી શકે છે તમારા પીસીની લાઇફ!

અને એટલે આજે અમે તમને એવી કેટલીક ટીપ્સ આપી રહ્યાં છીએ જેનાથી તમારા લેપટોપની સ્પીડ હંમેશા સારી રહેશે. આજે અમે તમને અહીં સીસ્ટમની સ્પીડ વધારવાની બેસ્ટ ટ્રીક્સ આપી રહ્યાં છીએ.

રીસાઇકલ બીન ખાલી કરવી

રીસાઇકલ બીન ખાલી કરવી

જ્યારે આપણે બેકાર ફાઇલ્સને ડિલીટ કરીએ છીએ ત્યારે તે ડિલીટ ફાઇલ્સ રિસાઇકલ બીનમાં જાય છે. એટલે કે રીસાઇકલ બીન ફુલ થઇ જાય છે, અને પરિણામે સીસ્ટમની સ્પીડ ઓછી થઇ જાય છે. એટલે જ રિસાઇકલ બીનને ખાલી કરી નાખો. Shift+Delete કમાંડથી પણ તમે કોઇ પણ ફાઇલને હંમેશા માટે ડિલીટ કરી શકો છો.

સ્ટાર્ટ અપ ઓછું રાખો

સ્ટાર્ટ અપ ઓછું રાખો

સામાન્ય રીતે સીસ્ટમ પર સ્ટાર્ટ અપ પ્રોગ્રામ્સ વધુ ઇન્સ્ટોલ કરી લેવામાં આવતા હોય છે. તેના કારણે પણ સીસ્ટમની સ્પીડ પર અસર થાય છે. સ્ટાર્ટ અપમાં જે એપ્સની જરૂર નથી તેને ત્યાંથી અન ઇન્સ્ટોલ કરી નાંખો. તેના માટે સ્ટાર્ટ અપ મેનુ પર જઇને રન કમાન્ડ આપો અથવા Windows key + R દબાવો. હવે ઓપન થયેલી વિન્ડોમાં msconfig લખો અને એન્ટર દબાવો. સ્ટાર્ટ અપ ટેબ પર જઇને Un use પ્રોગ્રામ્સને લીસ્ટમાંથી હટાવી દો.

C ડ્રાઇવને હંમેશા ખાલી રાખો

C ડ્રાઇવને હંમેશા ખાલી રાખો

સીસ્ટમની C ડ્રાઇવ મહત્વની હોય છે. C ડ્રાઇવમાં સીસ્ટમને રન કરનાર બધાં જ જરૂરી સોફ્ટવેર હોય છે. કોશિષ કરો કે આ ડ્રાઇવમાં ડેટા ના રાખો.

ગેમીંગ ગ્રાફિક્સ ડ્રાઇવર અપગ્રેડ રાખો

ગેમીંગ ગ્રાફિક્સ ડ્રાઇવર અપગ્રેડ રાખો

જો તમે HD ગેમીંગમાં રસ ધરાવો છો, તો સીસ્ટમની ડ્રાઇવ્સને અપગ્રેડ રાખો. કારણ કે આ પ્રકારના ડ્રાઇવ્સ સમયની સાથે જૂના થઇ જતા હોય છે.

એકથી વધુ એન્ટી વાયરસનો પ્રયોગ ના કરો

એકથી વધુ એન્ટી વાયરસનો પ્રયોગ ના કરો

એકથી વધુ એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરવાથી પણ સીસ્ટમ હેંગ થઇ જાય છે. કોઇ એક જ સારા એન્ટીવાઇરસનો ઉપયોગ કરો.

કરપ્ટ ફાઇલ્સને સ્કેન કરો

કરપ્ટ ફાઇલ્સને સ્કેન કરો

ઘણી ફાઇલ્સ સિસ્ટમ અપડેટ થયા બાદ કરપ્ટ થઇ જતી હોય છે. જે બેકાર થઇ જાય છે. અને સીસ્ટમમાં જ રહી જાય છે. આવી ફાઇલ્સને ડિલીટ અથવા તો રીપેર કરતા રહેવુ જોઇએ.

હાર્ડવેર અપડેટ કરતા રહો

હાર્ડવેર અપડેટ કરતા રહો

સમયાંતરે પોતાની સીસ્ટમને અપડેટ કરતા રહો. જેમકે સ્પીડ વધારવા માટે રેમ વધારો અથવા તો કેબલ ચેન્જ કરતા રહો. જો વારંવાર પીસી હેંગ થઇ રહ્યું છે, તો કોઇ ટેક્નીશીયનને બતાવો. સોફ્ટવેર પણ અપડેટ કરતા રહેવા જોઇએ.

ડેસ્કટોપને સાફ રાખો

ડેસ્કટોપને સાફ રાખો

સ્પીડ વધારવા માટે પોતાના ડેસ્કટોપને સાફ રાખો. સીસ્ટમમાં જેટલી વધુ ફાઇલ્સ હશે તેટલી વધુ મેમરી વપરાશે. કારણ કે સીસ્ટમમાં સેવ ફાઇલ્સ PCના C ડ્રાઇવનો ભાગ બની જાય છે. જેનાથી સીસ્ટમ સ્લો થઇ જાય છે.

રજીસ્ટર્ડ એન્ટીવાઇરસનો પ્રયોગ કરો

રજીસ્ટર્ડ એન્ટીવાઇરસનો પ્રયોગ કરો

જ્યારે તમે તમારી સીસ્ટમ દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, ત્યારે પીસીમાં ઘણાં વાયરસ આવી જતા હોય છે. તેનાથી બચવા માટે રજીસ્ટર્ડ એન્ટીવાઇરસનો પ્રયોગ કરો.

નકામી વસ્તુઓ હટાવો

નકામી વસ્તુઓ હટાવો

સીસ્ટમમાંથી નકામા સોફ્ટવેર, વીઝ્યુલ્સ, ટેમ્પરરી ફાઇલ્સ, અને Cache ફાઇલ્સને હટાવતા રહો.

English summary
often our laptop or computer gets slower. and we are only left with the Option of formatting it to get good speed. here are 10 tips for how to speed up your laptop without formatting it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X