For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં પાસવર્ડ બિઝનેસમાં છવાઇ ગઇ 11 વર્ષની મીરા મોદી!

|
Google Oneindia Gujarati News

તમે આજ દિવસ સુધી વીઆઇપી ફોન નંબર અને લકી નંબરના વેચાણ વિષે સાંભળ્યું હશે. એટલું જ નહીં વહાનોના લકી નંબર અને સ્પેશયલ નંબરને લાખોમાં વેચાતા પણ જોયા હશે. તો વળી રૂપિયાની નોટ પર લાગેલા ખાસ નંબરના કારણ તે નોટને કિંમતથી વધુ દામમાં વેચાતી પણ સાંભળી હશે. પણ શું તમે પાસવર્ડ વેચવાની વાત સાંભળી છે?

અમેરિકામાં રહેતી અને ભારતીય મૂળની 11 વર્ષની મીરા મોદી પાસા ફેંકીને પાસવર્ડ બનાવે છે. અને તે પાસવર્ડને તે બે યૂએસ ડોલરમાં વેચે છે. માનવામાં આવી રહ્યું છે કે આ પાસવર્ડ ખૂબ જ સિક્યોર છે. છઠ્ઠા ધોરણમાં ભણતી મીરા મોદીનું માનવું છે કે હેકિંગથી બચવા માટે તમારે મજબૂત અને સિક્યોર પાસવર્ડનો ઉપયોગ કરવો જોઇએ.

મીરા મોદીએ Dicewarepasswords નામની પોતાની વેબસાઇટ ખોલી છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે મીરા મોદી કેવી રીતે એક સિક્યોર પાસવર્ડ બનાવે છે. અને કેવી રીતે તે આ બિઝનેસમાં અમેરિકામાં છવાઇ ગઇ છે તે વિષે અને સિક્યોર પાસવર્ડ વિષે કેટલીક રસપ્રદ માહિતી જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મીરા મોદી

મીરા મોદી

મીરા મોદી પાસા ફેંકી તેમનાથી એક અલગ રીતનું આંકડાઓનું કોમ્બિનેશન બનાવે છે. તેમાં અંગ્રેજી અક્ષરો પણ મેળવે છે અને એક મુશ્કેલ સિક્યોર પાસવર્ડ બનાવે છે.

હેકિંગ

હેકિંગ

નોંધનીય છે કે હાલમાં સમયમાં હેકિંગના કિસ્સા વધી રહ્યા છે. જો તમે પણ આ મુશ્કેલીથી બચવા માંગતા હોવ તો તમારે એક સ્ટ્રોંગ અને સિક્યોર પાસવર્ડ બનાવો જોઇએ. વળી તમારા સોશ્યલ અને અન્ય એકાઉન્ટના પાસવર્ડ પણ મુશ્કેલ રાખવા જોઇએ.

અલગ અલગ પાસવર્ડ

અલગ અલગ પાસવર્ડ

સામાન્ય રીતે લોકો પાસવર્ડ ભૂલી ના જાય તે માટે કરીને તમામ એકાઉન્ટ માટે એક જ પાસવર્ડ રાખે છે. પણ જાણકારોનું માનીએ તો આવું કરવું ખતરનાક હોઇ શકે છે.

પાસવર્ડ લખવો

પાસવર્ડ લખવો

અનેક લોકો તેમનો પાસવર્ડ ક્યાંક લખીને રાખતા હોય છે. પણ આવું કરવું બિલકુલ અયોગ્ય છે. પાસવર્ડને કદી પણ ક્યાંય લખવો ના જોઇએ.

પાસવર્ડ બદલે

પાસવર્ડ બદલે

એટલુ જ નથી સોશ્યલ એકાઉન્ટ પર સમયે સમયે તમારો પાસવર્ડ તમારે બદલતા રહેવા જોઇએ. તેનાથી હેકિંગનો ખતરો ઓછા થાય છે.

પાસવર્ડ સ્ટ્રેન્થ

પાસવર્ડ સ્ટ્રેન્થ

એક સિક્યોર પાસવર્ડ બનાવા માટે સૌથી જરૂરી થે સ્ટ્રેંથ ટેસ્ટિંગ. જે તમારા પાસવર્ડની સ્ટ્રેંથને હંમેશા સ્ટ્રોગ રાખે.

સેફ્ટી પ્રશ્નો

સેફ્ટી પ્રશ્નો

મોટા ભાગની હેકિંગ સેફ્ટી પ્રશ્નોને હેક કરીને કરવામાં આવે છે. આ સરળ જવાબોના કારણે તમારું એકાઉન્ટ હેક થઇ શકે છે. માટે હંમેશા સેફટી ક્વેચ્શન સમજી વિચારીને ભરો.

પાસવર્ડ

પાસવર્ડ

પાસવર્ડમાં અક્ષરોની સાથે નંબર અને સ્ટાર તથા હૈશનો પણ ઉપયોગ કરો.

પાસવર્ડને મેનેજ કરો

પાસવર્ડને મેનેજ કરો

આપણે આપણા પાસવર્ડ મેનેજ કરતા શીખવું જોઇએ. સિક્યોરીટીને ધ્યાનમાં રાખીને હંમેશા પાસવર્ડનું ચયન કરવું જોઇએ.

English summary
11 year old meera modi is becoming famous by her password business. She creates strong and secure password and sells in $2. She creates pass through diceware program.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X