For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટફોનને ચાર્જ કરતા પહેલા આટલું જાણી લો.

|
Google Oneindia Gujarati News

આપણે આજકાલ સ્માર્ટફોન વાપરીને બે કદમ આગળ તો વધી ગયા છીએ. પણ આપણી પહેલાના ફોનની જેમ તેને ચાર્જ કરવાની જૂની અને ખોટી રીત આપણે હજી નથી બદલી. આજે પણ આપણે આપણા સ્માર્ટફોનને પહેલાના જૂના નોકિયાના ફોનની ચાર્જ કરીએ છીએ. બેટરી થોડી ઓછી થઇ નથી કે ચાર્જ કરવા મૂકી દઇએ છીએ.

શું તમને ખબર છે તમારી આવી જ બધી જૂની રીતોની તમારી સ્માર્ટફોનની સ્માર્ટનેશ ઓછી થઇ રહી છે. ત્યારે સ્માર્ટફોનને ચાર્જ કરવાની સાચી રીત શું છે. તે આજે અમે આ આર્ટિકલમાં તમને જણાવાના છીએ.

આ આર્ટિકલમાં આજે અમે તમને સ્માર્ટફોનને સ્માર્ટીલી ચાર્જ કરવાની કેટલીક બેઝિક માહિતી આપશું. જેનાથી મોટાભાગના લોકો હજી પણ અજાણ છે. અને કંપની વાળા પણ આ સ્માર્ટફોનને આજ રીતે ચાર્જ કરવાની સલાહ આપે છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો શું છે યોગ્ય રીત ફોનને ચાર્જ કરવાની...

બીજા બ્રાન્ડના ચાર્જર ના લગાવો

બીજા બ્રાન્ડના ચાર્જર ના લગાવો

અનેક વાર આપણે આપણા મિત્રો કે પરિવારજનોના ચાર્જરને જ આપણા ચાર્જરમાં એટચ કરી લઇએ છીએ. વધુમાં સસ્તા ચાર્જર પણ વાપરીએ પણ યોગ્ય રીત એ છે કે જે બ્રાન્ડનો ફોન હોય તેનું જ ચાર્જર વાપરવું જોઇએ. જેથી તમારા ફોનની બેટરીને કોઇ નુક્શાન ના થાય.

ફોન ચાર્જ કરતા વાત ના કરો

ફોન ચાર્જ કરતા વાત ના કરો

આ વાત તો બધા જ જાણે છે કે જ્યારે ફોન ચાર્જ કરવા મૂક્યો હોય ત્યારે ફોન પર વાત , નેટનો ઉપયોગ ના કરવો જોઇએ. પણ તકલીફ એ છે કે કોઇ માનતું નથી? અને આમ કરીને તે પોતાના જ ફોનની લાઇફને પણ ધટાડે છે, અને અકસ્માતને તક પણ આપે છે.

પૂરી રાત ચાર્જ ના કરો

પૂરી રાત ચાર્જ ના કરો

આ એક ખોટી અફવા છે, કે પૂરી રાત ફોન ચાર્જ કરવાથી ફોન ખરાબ થઇ જાય છે. આજકાલના સ્માર્ટફોન બેટરી ફૂલ થઇ ગયા બાદ પોતે જ ચાર્જ થતા બંધ થઇ જાય છે. જેથી તેને ખરાબ થવાનો કોઇ ચાન્સ નથી રહેતો.

ફોન સ્વીચઓફ

ફોન સ્વીચઓફ

વળી અમુક લોકો તેવું પણ માને છે કે ફોન સ્વીચઓફ કરવાથી ફોનની લાઇફ વધે છે. તે વાત પણ ખોટી છે. જો કે હા અઠવાડિયામાં એક વાર થોડાક સમય માટે ફોન સ્વીચઓફ કરવો જોઇએ. જેથી ફોનની કાર્યક્ષમતા વધે છે.

બેટરી

બેટરી

ફોન ચાર્જ કરવાની એમ તો કોઇ નિર્ધારિત સમયસીમા નથી પણ જ્યારે ફોનની ઓછામાં ઓછી 40 ટકા અને વધુમાં વધુ 80 ટકા બેટરી ઓછી થાય ત્યારે ફોનને ચાર્જ કરવો વધુ સલાહ ભર્યો છે.

English summary
Over time we have heard a number of ‘tips’ about how to charge our phone and what is effective while what damages phone’s batteries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X