For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબાઇલ નંબર પોર્ટેબિલિટી વિષે જાણો આ 5 મહત્વપૂર્ણ વાતો

|
Google Oneindia Gujarati News

જો તમે રોજબરોજ ખબરોની દુનિયા અને સમાચારથી માહિતગાર હશો તો તમને ખબર હશે કે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી આજકાલ સમાચારોમાં છે. જે લોકોને આ વિષે જાણકારી નથી તેમને જણાવી દઇએ કે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી એક તેવી સુવિધા છે. જે દ્વારા તમે પોતાના મોબાઇલ ફોન નંબર બદલ્યા વગર પોતાના સર્વિસ પ્રોવાઇડર (એરટેલ કે આઇડિયા વગેરે.)ને બદલી શકો છો.

જો તમે તમારી મોબાઇલ સર્વિસ સેવાથી ખુશ નથી કે પછી તમને તેના ભાવ વધારે લાગી રહ્યા છે તો તમે બીજી કોઇ કંપનીની પણ સર્વિસ લઇ શકો છો.

વળી જો તમારે નેટવર્કનો પ્રોબ્લેમ હોય કે પછી તમારું કોલ દર વધારે હોય કે તમારું બિલ વધારે આવતું હોય તો તમે બીજી કોઇ કંપનીની સેવા લઇને આ પ્રશ્નની છૂટકારો મેળવી શકો છો.

ત્યારે મોબાઇલ નંબર પોર્ટીબિલિટી વિષે આજે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ અને ખાસ વાતો જણાવાના છીએ. તો જાણો આ મહત્વપૂર્ણ વાતોને આ ફોટોસ્લાઇડરમાં...

આ સર્વિસ ફ્રી નથી

આ સર્વિસ ફ્રી નથી

મોબાઇલ નંબર પોર્ટેબિલિટીની સર્વિસ મફત મળતી સેવામાં નથી. આ માટે તમારે 19 રૂપિયા જેટલી ફી ભરવી પડે છે. આ રકમ ભરાવતા તમને કોઇ બેલેન્સ કે અન્ય સેવા નહીં મળે. વળી આ રિફન્ડેબલ પણ નથી. ત્યારે આ સેવાનો લાભ લેતા પહેલા આ વાત સારી રીતે સમજી લો.

તમામ ડોક્યૂમેન્ટ

તમામ ડોક્યૂમેન્ટ

નવા SIMને લેતી વખતે તમારે તમામ જરૂરી ડોક્યૂમેન્ટ જેમ કે ફોટો આઇડી પ્રુફ, એડ્રેસની ડિટેલ અને પ્રુફ, પાસપોર્ટ સાઇઝ ફોટો વગેરે ફરથી નવા મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરને સબમિટ કરાવવું પડશે.

7 દિવસ

7 દિવસ

આ સમગ્ર પ્રક્રિયાને પૂરી થતા અને નવું કાર્ડ ચાલુ થતા લગભગ 7 દિવસનો સમય લાગી શકે છે. વળી તે માટે તમારે યોગ્ય ડોક્યૂમેન્ટ પણ આપવા પડશે.

90 દિવસ

90 દિવસ

જો કે આ સુવિધાનો લાભ લેવા માટે તમારે હાલના ઓપરેટની સેવા તમે ઓછામાં ઓછા 90 દિવસ સુધી લીધેલી હોવી જોઇએ. આ નિયમ TRAI હેતુના કારણે બનાવવામાં આવ્યો છે.

ફોર્મ ભર્યા પછી

ફોર્મ ભર્યા પછી

સામાન્ય રીતે મોબાઇલ નંબર પોર્ટેબિલિટીના ફોર્મ ભર્યા પછી 3થી 4 દિવસ સુધી તમારા ફોન નંબર બંધ રહેશે. તે દરમિયાન ના તમે કોઇને ફોન કરી શકશો ના કોઇ તમને. તો તેની પણ તૈયારી રાખજો.

English summary
Mobile number portability is implemented in different ways across the globe. Mobile number portability (MNP) has been the talk of the town ever since DoT made it compulsory for telecom operators to roll out nationwide MNP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X