For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે પોતાના ફોનથી કરાય સારી ફોટોગ્રાફી?

|
Google Oneindia Gujarati News

પહેલાંના ફોનમાં કેમેરા માત્ર નામનો આપવામાં આવતો હતો, પરંતુ હવે સ્માર્ટફોન કેમેરા ડિજિટલ કેમેરાને ટક્કર આપી રહ્યાં છે. બજારમાં નોકિયા લૂમિયા 1020માં 41 મેગા પિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે, જે સ્માર્ટફોનની સાથે કેમેરાની જેમ પણ પ્રયોગમાં લઇ શકાય છે. આ ઉપરાંત 15 હજારથી ઉપરના કોઇપણ સ્માર્ટફોનમાં 8થી 13 મેગા પિક્સલનો કેમેરા લાગેલો હોય છે, જે સારા સ્ટિલ ફોટો સપોર્ટ કરે છે.

જો કે કે, ફોનથી ફોટો ખેંચતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ, કારણ કે ડિજિટલ કેમેરાની જેમ ફોનમાં ઓછા ફીચર હોય છે. આજે અમે તમને ફોનથી ફોટો ખેંચતી વખતે ધ્યાનમાં રાખવા જેવી એવી પાંચ બાબતોને તસવીરો થકી જણાવી રહ્યાં છીએ, જે સારી રીતે ફોટોગ્રાફી કરવામાં મદદરૂપ થઇ શકે છે.

સબ્જેક્ટની નજીક જાઓ

સબ્જેક્ટની નજીક જાઓ

ફોનમાં વધારે ઝૂમ સપોર્ટ નથી હોતુ અને જો ઝૂમ થાય તો તે ડિજિટલી ઝૂમ થાય છે એટલે કે સ્ક્રીનમાં તસવીરને મોટી કરે છે ના કે તેના લેંસને નજીક લઇ જાય છે. તેથી જેમ બને તેમ ઝૂમનો પ્રયોગ ના કરો અને ફોટો ખેંચતા સબ્જેક્ટની નજીક જાઓ.

ગ્રીડ લાઇનનો પ્રયોગ કરો

ગ્રીડ લાઇનનો પ્રયોગ કરો

ગ્રીડ લાઇનના ફીચર આજકાલ બધા જ ફોન્સમાં હોય છે, આ લાઇન તમારી સ્ક્રીનને 9 અલગ-અલગ ભાગોમાં વેચે છે, જે ફોટો ખેંચતી વખથે સબ્જેક્ટને વધારે સારી રીતે સેટ કરવામાં મદદ કરે છે.

બન્ને હાથોનો પ્રયોગ કરો

બન્ને હાથોનો પ્રયોગ કરો

સ્માર્ટપોનમાં ફોટો ખેંચતી વખતે તમારો હાથ હલતો રહે છે, તેથી તમે હંમેશા જોયું હશે કે ફોનના ફોટો બ્લર એટલે ક ધુંધળા થઇ જાય છે. તેથી તમે બન્ને હાથોથી ફોનને પકડીને ફોટો પાડો.

ટૈપ કરતા શીખો

ટૈપ કરતા શીખો

ટચ સ્ક્રીન ફોનમાં કેમેરાને ઓન કરીને તમે બધાએ એક બોક્સ જોયુ હશે, આપણે જ્યારે પણ સ્ક્રીનના કોઇભાગને આંગળી અડાડીએ ત્યારે તે બોક્સ બની જાય છે. ખરેખર એ ઓટો એક્સપોઝર છે , જે ફોટોમાં કયા ભાગને તમે વધારે હાઇલાઇટ કરવા માગો છો, એ ભાગને પોતાની રીતે એક્સપોઝ કરી તેને સાફ કરી દે છે. તેથી સબ્જેક્ટ પર ફોકસ કરીને આરામથી ઓટો એક્સપોઝરનો પ્રયોગ કરો.

 કેમેરા એપ્લીકેશન ઇન્સ્ટોલ કરો

કેમેરા એપ્લીકેશન ઇન્સ્ટોલ કરો

ગુગલ પ્લે, આઇ સ્ટોર ઉપરાંત વિન્ડો સ્ટોરમાં અનેક કેમેરા એપ્લીકેશન છે, આ એપ્લીકેશનની મદદથી તમે ફોના પોને માત્ર સારી ઇફેક્ટ જ નથી આપી શકતા પરંતુ પોતાના ફોટોગ્રાફને ક્રિએટીવ પણ બનાવી શકો છો.

English summary
5 tips taking better photos with your phone news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X