• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લેપટોપ ખરીદતા પહેલા આ સાત વાતો પર રાખો વિશેષ ધ્યાન

|

અપગ્રેડ ટેક્નોલોજીના કારણે આજકાલ લેપટોપના શેપ અને ડિઝાઇન બન્ને બદલાઇ ચૂક્યા છે. જ્યાં પહેલા 30 હજારથી લઇને 40 હજાર રૂપિયાની વચ્ચે તમને સાધારણ લેપટોપ મળતા હતા, હવે તમે 32 હજાર રૂપિયામાં ટચ સ્ક્રીન લેપટોપ ખરીદી શકો છો.

આ ઉપરાંત લેપટોપની સાઇઝમાં પણ ઘણો બદલાવ કરવામાં આવ્યો છે, જ્યાં પહેલા ભારે વજન અને મોટા લેપટોપ હતા, ત્યાં આજકાલ લેપટોપ નાના અને વજનમાં હળવા છે. ભલે માર્કેટમાં મોબાઇલ અને ટેબલેટનો ક્રેઝ વધ્યો હોય પરંતુ લેપટોપની પોતાનું એક મહત્વ છે, જે ક્યારેય ખતમ નહીં થાય. જો તમે નવા લેપટોપ લેવાનું વિચારી રહ્યાં છો તો કેટલીક વાતો પર ખાસ ધ્યાન રાખો. તો ચાલો તસવીરો થકી જાણીએ આ ખાસ વાતોને.

ટચ સ્ક્રીન

ટચ સ્ક્રીન

જો તમને ટચ સ્ક્રીન ગેજેટ પસંદ છે તો હાલના સમયે 30 હજાર રૂપિયાની પ્રારંભીક કિંમતમાં ટચ સ્ક્રીન લેપટોપ ખરીદી શકો છો. જેમાં ઇન્ટરનેટ બ્રાઉઝિંગ, ટચ કીબોર્ડ અને અનેક બીજા ટચ સ્ક્રીન ફીચરનો પ્રયોગ કરી શકો છો.

વજન અને ડિઝાઇન

વજન અને ડિઝાઇન

જો તમે હંમેશા ટ્રાવેલ કરતા રહો છો તો તમારો પ્રયત્ન એ રહેવો જોઇએ કે ઓછામાં ઓછી અને નાની સાઇઝનું લેપટોપ ખરીદો. જે 12થી 13 ઇંચ સ્ક્રીનવાળા લેપટોપ કૅરી કરવા માટે સૌથી વધારે સારા રહે છે.

ઑપરેટિંગ સિસ્ટમ

ઑપરેટિંગ સિસ્ટમ

કેટલાક લોકો થોડાક પૈસા વગર ઓએસ વગરના લેપટોપ ખરીદે છે, જેને ડોસ બેસ લેપટોપ પણ કહેવામાં આવે છે, પરંતુ જ્યારે પણ નવો લેપટોપ ખરીદી તેમાં ઓએસ જરૂર ઇન્સ્ટોલ હોય, કારણ કે અલગથી ઓએસ લેવામાં તમને ઘણા મોંઘા પડશે સાથે જ જો તમે ઓએસ ઇન્સ્ટોલ કરવાનું નથી જાણતા તો તમારી દિક્કતો વધી જશે.

આકાર મહત્વ નથી ધરાવતો

આકાર મહત્વ નથી ધરાવતો

જો તમે ઓફીસ અથવા પછી ઘર માટે લેપટોપ લઇ રહ્યાં છો તો મોટી સ્ક્રીનના લેપટોપ પસંદ કરો અને જો તમે પ્રેઝન્ટેશન અથવા પછી ટ્રાવેલિંગ માટે લેપટોપ લેવા ઇચ્છો છો તો હળવા અને આકારમાં નાના લેપટોપ ખરીદો.

ફીચર

ફીચર

એક સારા લેપટોપમાં ઇન્ટલ અને એએમડીના મલ્ટીકોર સીપીયુ હોવા જોઇએ જેથી તે સારી સ્પીડ આપી શકે અથવા તેમાં 3થી 4 યુએસપી સ્લોટ હોવા જોઇએ.

જૂના લેપટોપ ના ખરીદો

જૂના લેપટોપ ના ખરીદો

ક્યારેય પણ જૂના લેપટોપ ના ખરીદો, તેના અનેક કારણો હોઇ શકે છે, જેમકે તેમાં જૂનું ઓએસ હશે, તેના બધા પાર્ટ્સ જૂના થઇ ચૂક્યા હશે, જેથી તેની સ્પીડ ઓછી હશે. સાથે જ એ વાતની ગેરન્ટી નહીં હોય, જેમાં તમારા પર્સનલ ડેટા સેફ છે કે નહીં.

ઓફર

ઓફર

લેપટોપ લેતા પહેલા ઓફર્સના ચક્કરમાં ના પડો કારણ કે મોટાભાગે દુકાનકારો લેપટોપની સેલ વધારવા માટે લેપટોપ ઓફર કાઢે છે.

English summary
7 things know while buying laptop
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X