For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓનલાઇન ફ્રીમાં સીખો આ 7 વસ્તુઓ

|
Google Oneindia Gujarati News

ઇન્ટરનેટ દ્વારા આજે તમે તમારી તમામ જરૂરિયાતોને ઘરે બેઠા ચપટી વગાડતા પૂરી કરી શકો છો. એટલું જ નહીં ઇન્ટરનેટ પર આપણે હવે ખૂબ જ નિર્ભર પણ થઇ ગયા છે. અને કંઇ પણ શોધવું હોય કે જાણવું હોય તો આપણે તરત જ ઇન્ટરનેટનો સહારો લઇ લઇએ છીએ અને જટપટ માહિતી પણ મેળવી લઇએ છીએ.

જો કે ઇન્ટરનેટ પર સોશ્યલ નેટવર્કિંગ, ચેટિંગ અને ગેમિંગ તો આપણે અનેક વાર રમી ચૂક્યા છે પણ શું તમને ખબર છે કે ઇન્ટરનેટના માધ્યમથી તમે તમારા શોખ પણ પૂરા કરી શકો છો.

જેમ કે જો તમને કૂકિંગ કે પછી ફોટોગ્રાફી જેવા શોખ હોય અને તમે ઘરે બેસીને પોતાના ટાઇમ ક્નવિનિયન્ટ પ્રમાણે શીખવા ઇચ્છતા હોવ તો ઇન્ટરનેટ એક સારો માધ્યમ છે.

તો જાણો ઇન્ટરનેટ દ્વારા તમે ઘરે બેઠા કંઇ કંઇ વસ્તુઓ શીખી શકો છો. આજે અમે તમને ઇન્ટરનેટ દ્વારા શીખી શકાય તેવી 7 વસ્તુઓની માહિતી તમને આપીશું. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

ફોટોગ્રાફી

ફોટોગ્રાફી

જો તમને ફોટોગ્રાફીમાં રસ હોય તો તમારે નીચેની વેબસાઇટ પર લોગિંગ કરવું જોઇએ. અહીં તમને પ્રોફેશનલ ટ્યૂટોરિયલ અને લેખ મળશે. જેની મદદથી તમે તમારી ફોટોગ્રાફી સ્કીલ સારી કરી શકશો.
photographycourse.net / dpreview.com/glossary

કોમ્પ્યૂટર પ્રોગ્રામિંગ

કોમ્પ્યૂટર પ્રોગ્રામિંગ

કોમ્પ્યૂટર પ્રોગ્રામિંગની હાલ ખૂબ જ માંગ છે. જો તમે સ્ક્રિપ્ટ, જેક્વેરી, પીએચપી, પેથોન જેવી સ્કિલ શીખવા ઇચ્છો છો તો આ વેબસાઇટ તમને મદદરૂપ થઇ શકે છે. વળી તેમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવામાં આવ્યું છે. અને શોર્ટકટ પણ બતાવ્યા છે. વળી તેની પર રિજીસ્ટ્રેશન કરવાની પણ જરૂરત નથી.
www.codeacademy.com

નવી ભાષા

નવી ભાષા

જો તમને નવી ભાષા શીખવાનો શોખ હોય તો તમે નીચેની વેબસાઇટની મુલાકાત લઇ શકો છો. આ દ્વારા તમે સ્પેનિશ, ફ્રેંચ, હિન્દી, જર્મન, અંગ્રેજી ભાષા શીખી શકો છો. વળી તેના એન્ડ્રાઇડ અને આઇઓએસ ફ્રી એપ્સ પણ છે.
openculture.com / Duolingo

કૂકિંગ

કૂકિંગ

રસોઇ બનાવાના શોખીન હોવ તો અહીં કેટલીક વેબસાઇટ છે જે તમને નવી નવી વાનગીઓ બનાવવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. વળી આ દ્વારા તમે બેકિંગ, પોચિંગ અને રોસ્ટિંગ જેવી ટેકનોલોજીથી માહિતગાર પણ થઇ શકો છો.
Simplyrecipes.com/ www.reluctantgourmet.com

આર્ટિસ્ટક સ્કિલ

આર્ટિસ્ટક સ્કિલ

જો તમને પેટિંગના શોખ હોય તો તમે નીચેની વેબસાઇટ પર જાણી શકો છો. વળી આમાં તમને ઝ્વેલરી મેકિંગ, પપેટ મેકિંગ જેવી વસ્તુઓ પણ શીખવે છે.
Artyfactory.com / Instructables.com

સેલ્ફ ડિફેન્સ

સેલ્ફ ડિફેન્સ

તમે ઘરે બેઠા સેલ્ફ ડિફેન્સ એટલે કે સ્વ બચાવની ટેકનીકો પણ શીખી શકો છો. જે માટે જુઓ નીચેની આ વેબસાઇટ. જેમાં તમે પંચિંગ, બોક્સિંગ અને કિક વિષે જાણકારી મળશએ.
goo.gl/gsFUBn

ડાન્સિંગ

ડાન્સિંગ

ડાન્સિંગ એક કસરત તો છે જ સાથે જ તે તમારા મૂડને પણ ખુશ કરી દે છે. તો જો તમને નાચવું ગમતું હોય અને આ દ્વારા તમે તમારા વજન પણ ઓછું કરવા ઇચ્છતા હોવ તો નીચેની વેબસાઇટ જુઓ. તેમાં અનેક ટેકનીક પણ સમજાવામાં આવી છે. વળી અહીં હિપહોપ, પોપ જેવી વિવિધ ડાન્સિંગ સ્ટાઇલ પણ બતાવવામાં આવી છે.
Dancetothis.com

English summary
The internet has revolutionised so many aspects of our lives. A new language, coding, designing, art, cooking
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X