ગૂગલે લોંચ કરી વેબસાઇટ ડોમેન સર્વિસ
શું આપ આપનો બિઝનેસને વિસ્તારવા માંગો છો અથવા તો ઓનલાઇન સાઇટ ખોલવા માંગો છો જો હા તો હવે ગૂગલની નવી ડોમેન રજિસ્ટ્રેશન બીટા સર્વિસ શરૂ થઇ ગઇ છે, જેમાં આપ આપની પસંદનું ડોમેન નામ પસંદ સર્ચ કરવાની સાથે જ તેની ખરીદી પણ કરી શકો છો. ગૂગલ અનુસાર આ સમયે 55 ટકા એવા નાના વેપાર છે જેની કોઇ કંપની નથી કે તેની કોઇ વેબસાઇટ પણ નથી.
આ નવી સર્વિસની મદદથી એવા બિઝનેસને પ્રોત્સાહન માટે સરળ ઉપાય આપશે. તેના માટે ગૂગલે કેટલાંક લોકોને આ સર્વિસ આપી રાખી છે, નવી સર્વિસની મદદથી લોકો ગૂગલમાં .com, .biz, .orgની સાથે ઘણા અન્ય ડોમેન સર્ચ કરવાની સાથે ખરીદી શકશે. આમાં ગૂગલ ડેમેન રજિસ્ટ્રેશન સર્વિસની મદદથી પ્રાઇવેટ રજીસ્ટ્રેશન, સબ ડોમેન ટ્રાન્ફર અને 100 ઇમેઇલ આઇ જેવી સર્વિસ આપશે.
ગૂગલની નવી સર્વિસમાં માત્ર ડોમેઇન રજિસ્ટ્રેશનનો સમાવેશ થાય છે ત્યારબાદ યૂઝરને હોસ્ટિંગ માટે અન્ય સર્વિસ લેવી પડશે, ફિલહાલ ગૂગલ હોસ્ટિંગ સાથે જોડાયેલ કોઇ સર્વિસ નથી આપી રહ્યું. પોતાની નવી સર્વિસ માટે ગૂગલે વિક્સ, વિબલી, શોપીફાઇ, સ્ક્વાયરસ્પેસની સાથે પાર્ટનરશિપ કરી છે.જેમકે અમે આપને જણાવી ચૂક્યા છીએ કે ગૂગલે હજી તેની બીટા સર્વિસ શરૂ કરી છે જેના માટે આપને ગૂગલ ઇનવાઇટની જરૂરિયાત પડશે જ્યારે આ સર્વિસ સંપૂર્ણ રીતે શરૂ થઇ જશે તો યૂઝર્સ વાર્ષિક પેમેન્ટના આધારે સર્વિસ આપવામાં આવશે.