વોટ્સઅપની આ બેસ્ટ ટ્રિકો, તમે હજી સુધી ટ્રાય કરી કે નહીં!

Posted By:
Subscribe to Oneindia News

જો તમે હજી પણ વોટ્સઅપના ઉપયોગ ખાલી મેસેજ વાંચવા અને મોકલવા માટે જ કરતા હોવ તો થઇ જાવ તૈયાર કારણ કે આજે અમે તમને આ સિવાય પણ વોટ્સઅપના કેટલાક ખાસ ઉપયોગો વિષે જણાવાના છીએ. આજે અમે તમારી માટે વોટ્સઅપની કેટલીક શ્રેષ્ઠ ટ્રિક્સ લઇને આવ્યા છીએ.

એ વાત તો બધા જ જાણે છે કે વોટ્સઅપ આજકાલનો લેટેસ્ડ ટ્રેન્ડ છે. લોકો વોટ્સઅપ પર ફોટો, વીડિયો, સોંગ અને મેસેજ તો મોકલતા જ હોય છે પણ તે સિવાય પણ તેવી અનેક ટ્રિક્સ છે જેનાથી તમે અજાણ હોઇ શકો છો. તો જાણો વોટ્સઅપની આ બીજી પાંચ ખાસિયતો. નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

નંબર વગર વોટ્સઅપ ચલાવું
  

નંબર વગર વોટ્સઅપ ચલાવું

આ માટે જ્યારે તમે વોટ્સઅપ ડાઉનલોડ કરો ત્યારે વેરિફિકેશન મેસેજ આવે તે પહેલા તેને મોબાઇલ ફ્લાઇડ મોડ પર કરી દો. અને બીજો વિકલ્પ "verify through message" પસંદ કરો. હવે પોતાના ઇ-મેલ આઇડી નાંખો. પછી સેન્ડ કરી તે સેન્ડિંગ મેસેજને કેન્સલ કરો.

લાસ્ટ સીન
  

લાસ્ટ સીન

જો તમે કોઇને લાસ્ટ સીન બતાવા નથી માંગતા અને મેસેજ વાંચવા પણ માંગો છો તો તમે તમારું નેટ બંધ કરી વોટ્સઅપ ઓપન કરો. મેસેજ વાંચો, રિપ્લાય કરો અને પછી નેટ ઓન કરો. તમારો મેસેજ જતો રહેશે.

મેસેજ
  

મેસેજ

તમે મોકલાયો છે તે મેસેજ વંચાયો છે ક્યારે વંચાયો છે તે જાણવા માટે ઉપર ડિલિટ બટનના પહેલા ઇંફો બટન પર ક્લિક કરો. તેનાથી તમને તે મેસેજ ક્યારે વંચાયો છે વંચાયો છે કે નહીં તે વિષે જાણકારી મળશે.

વોટ્સ ટૂલ્સ
  
 

વોટ્સ ટૂલ્સ

વોટ્સ ટૂલ્સ એપ ડાઉનલોડ કરીને તમે વોટ્સઅપ દ્વારા પીડીએફ અને અન્ય હેવી ફાઇલો પણ શેયર કરી શકો છો. તમે તેનાથી એક જીબી સુધીની ફાઇલ મોકલી શકો છો.

કોન્ટેક્ટ બ્લોકની તપાસ
  

કોન્ટેક્ટ બ્લોકની તપાસ

તે જાણવા માટે કે કેટલા કોન્ટેક્ટ તમને બ્લોક કર્યા છે, તમે તેને કોઇ ગ્રુપમાં એડ કરો. જો તેણે તેમને બ્લોક કર્યા હશે તો તે એ ગ્રુપમાં એડ નહીં થઇ શકે. અને તમને ખબર પડી જશે કે તેણે તમને બ્લોક કર્યો છે કે કેમ.

English summary
These days we hardly sends SMS to someone. As whatsapp has taken the charge of messages and chatting. Whatsapp craze is increasing everyday. no matter what age your of, you must be having whatsapp. but have tried these tricks of whatsapp?
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.