For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમારો ફોન સ્લો ચાર્જ થાય છે તો આવી રીતે કરો ફિક્સ

|
Google Oneindia Gujarati News

આજે મોબાઇલ ખાલી એકબીજા જોડે વાત કરવાનું સાધનથી કંઇક વિશેષ બની ગયો છે. આજકાલના સ્માર્ટફોન આપણી લાઇફલાઇન બની ગયા છે. તેના વગર આપણા તમામ કામ અટકી જાય છે બેંકિગથી લઇને સાંજે ખાવા ક્યાં જવું તેવા તમામ કામ આપણે ફોન પર કરતા થઇ ગયા છીએ. અને વળી વોટ્સઅપ પર સ્ટેટસ અપડેટ અને ફોટો મુકવા તે વાત તો અલગ જ છે. પણ આપણા ફોનને સતત આપણો કામો કરવા માટે કાર્યરત રાખવા માટે બેટરીની પણ તેટલી જ જરૂર છે.

તો શું તમારા એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની બેટરી જલ્દી પૂરી થઇ જાય છે. અને તે ચાર્જિંગ કરતી વખતે પણ વધુ સમય માંગી છે? જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોવ તો અમારી પાસે તમારી આ સમસ્યાનું એક સમાધાન છે. જે આજે અમે તમારી જોડે શેયર કરવાના છીએ. તો મોબાઇલની બેટરીને ફાસ્ટ ચાર્જ કરવા માટે વાંચો નીચેનો આ ફોટોસ્લાઇડર...

સાધારણ યુએસબી તાર

સાધારણ યુએસબી તાર

સૌથી પહેલા તમારું યુએસબી કેબલ ચેક કરો. કમ્પીટેબલ યુએસબી કેબલથી જ હમેશા મોબાઇલ જલ્દી ચાર્જ થાય છે. માટે જ સ્માર્ટફોનની સાથે આવેલા ચાર્જરથી જ મોબાઇલ ચાર્જ કરો.

નબળો પાવર સોર્સ

નબળો પાવર સોર્સ

કમ્પ્યૂટરથી મોબાઇલ ચાર્જ કરવામાં ખાસ્સો સમય લાગે છે. ઓછી વિજળીના સપ્લાયથી યુએસબી કેબલ અને પોર્ટ પણ ખરાબ થઇ જાય છે. જો તમે વાયરલેસ ચાર્જિંગનો ઉપયોગ કરો છો તો પણ તે પ્લગ ચાર્જિંગ કરતા તમારા ડિવાઇઝને ખૂબ જ સ્લો ચાર્જ કરે છે.

ચાર્જરનો ઉપયોગ

ચાર્જરનો ઉપયોગ

બજારમાં અનેક યુનિવર્સલ ચાર્જર મળે છે જે કોઇ પણ ફોનને ચાર્જ કરવાનો દાવો કરે છે. પણ તેનાથી તમારો ફોન સ્લો ચાર્જ થાય છે અને બેટરીને પણ નુક્શાન પહોંચી શકે છે. તેના કરતા તમારા ફોન સાથે આવેલા ચાર્જરથી જ ફોન ચાર્જ કરો.

સાધારણ એડપ્ટર

સાધારણ એડપ્ટર

ક્યારેય પણ યુનિવર્સલ ચાર્જર કે અજાણી બ્રાન્ડ એડપ્ટરથી તમારો ફોન ચાર્જ ના કરો. તે તમારા ફોનને નુક્શાન પણ પહોંચાડી શકે છે.

સ્માર્ટફોન

સ્માર્ટફોન

જૂના સ્માર્ટફોનમાં ધીમેથી બેટરી ચાર્જ થાય છે. કારણ કે જૂના સ્માર્ટફોનમાં ટર્બોચાર્જિંગ ક્ષમતા ઓછી હોય છે.

ખરાબ બેટરી

ખરાબ બેટરી

કેટલીક વાર સ્માર્ટફોન બનાવતી કંપની મોબાઇલમાં જે બેટરી આપે છે તેની ક્વોલિટી સારી નથી હોતી. આવી ખરાબ બેટરીવાળો ચાર્જ થવામાં વધુ સમય લે છે. તો તમે બેટરી બદલાવી શકો છો.

ચાર્જિગ સમયે આટલું કરો

ચાર્જિગ સમયે આટલું કરો

જ્યારે ફોન ચાર્જમાં મૂકો ત્યારે તેનો ઉપયોગ ના કરો. ચાર્જ કરતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવાથી ફોન સ્લો થઇ જાય છે.

બેકગ્રાઉન્ડ એપ્સ

બેકગ્રાઉન્ડ એપ્સ

મોબાઇલના બેકગ્રાઉન્ડમાં અનેક એપ્સ મૂકવાથી પણ મોબાઇલના ચાર્જિંગમાં સમય લાગી શકે છે. માટે જ ચાર્જિંગ કરતી વખતે આ એપ્સને સેટિંગ એપ્સ ઓપશનમાં જઇને બંધ કરી દો.

આમ કરો

આમ કરો

ફોનને જલ્દીથી ચાર્જ કરવા માટે વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસને બંધ કરી દો. આનાથી ફોન જલ્દી ચાર્જ થશે.

English summary
smartphone these days are very important of everyone. It helps us not only to stay connected with our near and dear ones but also in emergency. but without battery no feature will work. so here is to fix slow charging issues in phone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X