For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tips: ટ્રાયલ રૂમમાં લાગેલે હિડન કેમેરાને આ રીતે ચેક કરો

|
Google Oneindia Gujarati News

આજ કાલ ટેકનોલોજી એટલે એડવાન્સ થઇ ગઇ છે કે ભલભલા લોકો તેની આગળ ઉલ્લુ બની જાય છે. પણ જ્યારે વાત મહિલા સુરક્ષાની આવે ત્યારે તો સતેજ બનવું જ રહ્યું. કારણ કે મહિલાઓને લઇને ક્રાઇમ દિવસને દિવસે વધી રહ્યા છે. અને અનેક કિસ્સામાં તેવી થાય છે કે મહિલાને પોતાને નથી ખબર હોતી કે તેની સાથે આવું કંઇ થઇ રહ્યું છે. હાલમાં જ સ્મૃતિ ઇરાની જોડે ગોવામાં જાણીતા શોરૂમ ફેબઇન્ડિયા એક હિડન કેમેરોનો કિસ્સો થયો હતો. જે બાદ થોડા સમય આ અંગે ચર્ચા થઇ અને પછી લોકો ફરી તે વાતને ભૂલી ગયા.

પણ શું એક મહિલા તરીકે તમે જ્યારે કોઇ પણ સ્ટોરના ટ્રાયલ રૂમમાં જોવ છો તો થોડી જાત તપાસ કરો છો? મોટી ભાગની મહિલાઓનો જવાબ હોય છે ના કારણ કે ક્ષણિક તાજવીજ કરીને તે તેમની વ્યસ્તતાના કારણે કપડાં બદલવા લાગે છે અને આ જ તકનો લાભ લઇને અનેક લાભેગું આ મહિલાઓની જાણ બહાર તેમનો અશ્લીલ વીડિયો ઉતારી લે છે. ત્યારે ચેન્જીંગ રૂમમાં કપડાં બદલતી વખતે કંઇ વસ્તુઓનું ધ્યાન રાખશો અને કેવી રીતે તપાસશો કે આ ચેન્જીંગ રૂમમાં કોઇ હિડન કેમેરો તો નથી તે વિષે વાંચો આ આર્ટીકલ. અને હાં આ આર્ટીકલને શેયર કરવાનું ના ભૂલતા...

સાચા અરીસાની ઓળખ

સાચા અરીસાની ઓળખ

આજ કાલ ટ્રાયલ રૂમમાં તેવા અરીસા લાગેલા હોય છે કે બીજા લોકો તમને બીજી તરફથી જોઇ શકે. આવા ખોટા અરીસાઓની ઓળખ કરવા માટે તમારી કાચ પર પોતાની આંગળી મૂકી તેને થોડા દબાવો. જો તે ચેક કરો કે દિવાલ અને કાચની વચ્ચે જગ્યા છે કે નહીં. જો જગ્યા હોય તો આ અરીસો સાચો છે.

સાચો અરીસો

સાચો અરીસો

જો અરીસો ઠોકવાથી ખાલી ડબ્બા જેવો કોઇ અવાજ આવે તો સમજવું કે તેની પાછળ કંઇક કેમેરા કે કોઇ બીજું ડિવાઇસ સંતાડવામાં આવ્યું છે.

ફોનનું નેટવર્ક

ફોનનું નેટવર્ક

હંમેશા ટ્રાયલ રૂમમાં જઇને તમારા ફોનનું નેટવર્ક ચેક કરો જો નેટવર્ક ના આવે તો સમજવું કે આ ચેન્જિંગ રૂમમાં કોઇ હિડન કેમેરો છે.

લાઇટ બંધ કરીને ચેક કરો

લાઇટ બંધ કરીને ચેક કરો

સૌથી પહેલા તો ટ્રાયલ રૂમમાં લાઇટ બંધ કરીને એક મિનિટ માટે ચેક કરો કે ક્યાંકથી કોઇ લાલ કે લીલી લાઇટ આવે છે જો કોઇ કેમેરો હોય તો તેની આવી લાઇટ તમને જરૂરથી દેખાશે.

અવાજ

અવાજ

કેટલાક હિડન કેમેરા મોશન સેસિટીવ હોય છે. અને થોડોક અવાજ થતા જ પોતાની રીતે ઓન થઇ જાય છે. પણ આવું કરતી વખતે તે એક ધીમો અવાજ નીકાળે છે. તો સતેજ થઇને આવા કોઇ અવાજને સાંભળો.

કેમેરા ડિટેક્ટર

કેમેરા ડિટેક્ટર

હિડન કેમેરાને શોધવા માટે આજ કાલ માર્કેટમાં ડિટેક્ટર પણ નીકળ્યું છે. માર્કેટમાં તમને આરએફ સિંગ્નલ ડિટેક્ટર કે પછી બગ ડિટેક્ટર આરામથી મળી જશે. તેવા ડિવાઇઝની મદદ લઇને તમે સતર્ક અને સલામત રહી શકો છો.

ક્યાં છુપાવ્યા હોય છે કેમેરા

ક્યાં છુપાવ્યા હોય છે કેમેરા

ફોટો ફ્રેમની પાછળ, કપડા ટીંગાડવાના હુક પર માથે લાગેલા પંખા પર કે ફૂલા કે કપડાના બોક્સની અંદર કે પછી અરીસામાં આવા કેમેરા સંતાડેલા હોય છે.

English summary
Here are some tips to ensure whether the trial room you are using is safe or not.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X