For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોનથી કોન્ટેક્ટ્સ ડિલિટ થઇ ગયા છે તો આ રીતે કરો રિકવર

|
Google Oneindia Gujarati News

ડેટા ડિલીટ થઇ જવાની મુશ્કેલીઓ મોટે ભાગે દરેકને ક્યારેકને ક્યારેક પડતી જ હોય છે. ક્યારેક આપણે મેસેજ ડિલિટ કરી બેસીએ છીએ તો ક્યારે ફોટા તો ક્યારેક આપણે આપણા પૂરે પૂરા કોન્ટેક્ટ પણ ડિલિટ કરી દીએ છીએ કે ક્યારેક તે આપણા લિસ્ટમાંથી જ ગાયબ થઇ જાય છે. ત્યારે તમે પોતાના નજીકના સગાવ્હાલા અને મિત્રોના નંબર માંગવા લાગો છો. અને તેમ છતાં તેવા કેટલાક મહત્વપૂર્ણના કોન્ટેક્ટ્સ હોય છે જે આ ચક્કરમાં ખોવાઇ જ જાય છે. અને તેને બીજી વાર મેળવવા ખૂબ જ અશક્ય થઇ જાય છે.

ત્યારે કેવી રીતે આ ડિલિટ થઇ ગયેલા કોન્ટેક્ટને પાછા મેળવશો તે વિષે અમે તમને આજે જણાવાના છીએ. પણ નોંધનીય છે કે આ દ્વારા ખાલી તમે એન્ડ્રોઇડ ફોનમાંથી જ ડિલિટ થયેલા કોન્ટેક્ટને પાછા મેળવી શકો છો. તો ચલો જાણો કેવી રીતે તમે પોતાની જાતને આ મુશ્કેલીની પળોમાંથી બહાર નીકાળશઓ. બસ નીચેના ફોટોસ્લાઇડર વાંચો અને તે મુજબ ટિપ્સ ફોલો કરતા જાવ. તો વાંચો માહિતીસભર આ આર્ટીકલ...

સોફ્ટવેર

સોફ્ટવેર

સૌથી પહેલા તો તમારે આ માટે એક એન્ડ્રોઇડ ડેટા રિકવરી સોફ્ટવેર ડાઉનલોડ કરવું પડશે. અને તમને જણાવી દઇએ કે આ સોફ્ટવેર ફ્રી નથી.

ફોનને પીસીથી કનેક્ટ કરી લો

ફોનને પીસીથી કનેક્ટ કરી લો

જો તમે તમારા ફોનમાં એન્ડ્રોઇડ ડિવાઇઝ મેનેજર ઇન્ટોલ કરી ચૂક્યા હોવ તો તમારા ફોનને પીસીથી કનેક્ટ કરો.

યુએસબી ડિબગિંગ

યુએસબી ડિબગિંગ

હવે તમે યુએસબી ડિબગિંગને ઓન કરવું પડશે. એક વાર જ્યારે તમારું ડિવાઇઝ આઇડેન્ટિફાઇ થઇ જાય તો તમે સ્કેનની પ્રક્રિયા શરૂ કરી શકો છો.

સ્કેન

સ્કેન

હવે આપેલા વિકલ્પમાંથી જે પણ ફાઇલ તમારે બીજી વાર જોઇએ તેને સિલેક્ટ કરો. જેમ કે કોન્ટેક્ટ્સ. જે પણ ફાઇલને તમે સિલેક્ટ કરશો તેની પર ક્લિક કરતા નેક્ટ પર ક્લિક કરો. અને પછી Allow પર ક્લિક કરવાથી તે સ્ટાર્ટ કરશે.

રિકવર

રિકવર

હવે તમને રેડ અને બ્લેક કલરમાં ફાઇલ દેખાશે. રેડ રંગની ફાઇલ્સ તે છે જેને ફોન મેમરીથી ડિલિટ કરવામાં આવી છે. તેને પણ સિલેક્ટ કરીને રિકવર કરી શકાય છે.

English summary
If by mistake you have lost all your contacts from your android phone then you must try this to recover those important contacts. here is how to recover lost contacts from android phone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X