For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંઇક આવી લાગે છે ફેસબુકની નવી ઓફિસ

|
Google Oneindia Gujarati News

ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ફેસબુક આ એવી કંપનીઓના નામ છે જેમાં કોઇને પણ નોકરી કરવાની ઇચ્છા હોય. પણ દરેકની ઇચ્છાઓ પૂરી થતી હોત તો શું જોયતું હોત.

પણ આજે અમે તમારી એક ઇચ્છા પૂરી કરી દઇએ. તમે ભલે ફેસબુકની ઓફિસમાં કામ ના કરતા હોવ. પણ તમે તે તો જોઇ જ શકો છોને કે ફેસબુકની ઓફિસ કેવી દેખાય છે.

કેલિફોર્નિયાના મેલનો પાર્કમાં ફેસબુકની નવી ઓફિસ ખોલવામાં આવી છે. તો ફેસબુકની આ ઓફિસ કેવી લાગે છે, કેવું છે તેનું ઇન્ટીરીયર તે બધુ જ અમે તમને ઘરે બેઠા બતાવીશું. જુઓ આ તસ્વીરો...

MPK 20

MPK 20

કેલિફોર્નિયામાં આવેલી એમપીકે 20 ફેસબુકની પહેલી બિલ્ડીંગ છે જે ફેસબુકના બિઝનેસને લગતા કામ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

9 એકરનું રુફ ગાર્ડન

9 એકરનું રુફ ગાર્ડન

કર્મચારીની જરૂરિયાતાને જોતા અહીં ખાસ રુફ ગાર્ડન બનાવામાં આવ્યું છે. 9 એકરનું આ રુફ ગાર્ડન સુંદર એરવ્યૂ આપે છે.

400 ટ્રી

400 ટ્રી

ફેસબુકની આ બિલ્ડીંગમાં પર્યાવરણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ આખા વિસ્તારમાં લગભગ 400 જેટલા વૃક્ષો લગાવામાં આવ્યા છે.

ઇન્સ્યૂલેટર

ઇન્સ્યૂલેટર

ફેસબુકની આ બિલ્ડીંગને ઠંડી રાખવા માટે આ બિલ્ડીંગની છતમાં ઈન્સ્યૂલેટર લગાવામાં આવ્યા છે. આ નવીન ટેકનોલોજીથી પર્યાવરણને પણ ફાયદો રહેશે અને ઓફિસમાં પણ ઠંડક બની રહેશે.

પેન્ટીંગ

પેન્ટીંગ

ફેસબુકની આ બિલ્ડીંગમાં અનેક જાણીતા પેન્ટરો તેમની ક્રિએટીવીટી અભિવ્યક્ત કરી છે. અહીં અનેક જાણીતા કલાકારોની વોલ પેન્ટિંગ તમને જોવા મળશે.

15 લોકલ આર્ટીસ્ટ

15 લોકલ આર્ટીસ્ટ

ઇન્ટીરીયર માટે ફેસબુકના નવા હેડક્વાટરે 15 લોકલ આર્ટીસ્ટોની કલાકૃતિ ઉપયોગમાં લીધી છે.

બિલ્ડીંગ ફ્લોર

બિલ્ડીંગ ફ્લોર

આ છે ફેસબુકની નવી બિલ્ડિંગનું ફસ્ટ ફ્લોર. જેમાં વૂડન ફર્નિચર ગોઠવામાં આવ્યું છે.

સીડીઓ

સીડીઓ

આ બિલ્ડીંગમાં લાકડાનો ભારે ઉપયોગ કરાયો છે. તેની સીડી પણ લાકડાની બની છે અને તેને નવી ડિઝાઇન પણ આપવામાં આવી છે.

ઓરેન્જ ગ્લો

ઓરેન્જ ગ્લો

ઓરેન્જ કલરને ઊર્જાનો પ્રતીક માનવામાં આવે છે. અને કદાચ આ જ કારણે અહીં એક આખો હોલ ઓરેન્જ રંગની રંગવામાં આવ્યો છે.

મેન રૂમ

મેન રૂમ

આ બિલ્ડિંગનો આ છે મેન રૂમ. કાચની દિવાલાથી બનેલા આ મેન રૂમથી આજુબાજુના રૂમો પણ જોઇ શકાય છે.

English summary
Facebook employees have started moving into the main building at the company's new campus, an expansion of its headquarters in Menlo Park, California.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X