For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : આવનારા આઇફોન 7માં શું શું નવું છે

|
Google Oneindia Gujarati News

આઇફોન 7ની રાહ દુનિયાના તમામ એપલ લવર હાલ કરી રહ્યા છે. તેવું પણ બને કે આઇફોન 7ના બદલે એપલ તેને બીજા કોઇ નામે પ્રમોટ કરે. નામ જે પણ હોય પણ તેમાં એડ થનારા ફિચરને લઇને મોટા ભાગના જાણકારોની છે એક જ રાય.

જાણકારાનું કહેવું છે કે એપલના આ નવા ફોનમાં 4.5 કે 5.5 ઇંચની સ્કીન હશે. અને તેમાં સૈમસંગ ગ્લેક્સી એસ 4 અને એસ 5 જેવા જ આઇઆરના ફીચર હશે.

જેની મદદથી ફોનનો ઉપયોગ યુનીવર્સલ રિમોટ તરીકે પણ થઇ શકશે. તો જાણો આ સ્લાઇડરમાં આઇફોન 7માં કયા કયા ફિચર નવા છે...

આઇઆર

આઇઆર

સૈમસંગ ગૈલેક્સી એસ 4 અને એસ 5ની જેમ, આ વખતે આઇફોન 7માં ઇન્ફ્રારેડ સપોર્ટર હશે જેનાથી આઇફોન 7 યુનિવર્સલ રિમોટની જેમ યુઝ કરી શકાશે.

વાયરલેસ ચાર્જિંગ

વાયરલેસ ચાર્જિંગ

હાલ આઇફોનમાં વાયરલેસ ચાર્જ કરવા માટે તમારે અલગથી ચાર્જિંગ કેસ અને ચાર્જિંગ મેટ ખરીદવું પડે છે. જ્યારે માર્કેટમાં તેવા અનેક ફોન છે જેમાં વાયરલેસ ચાર્જિંગ ફિચર ઇનબિલ્ડ છે. ત્યારે આશા સેવાઇ રહી છે કે આઇફોન 7માં વાયરલેસ ચાર્જિંગ ઇનબિલ્ડ મળે.

કસ્ટમરાઇજેબલ હોમ સ્ક્રીન

કસ્ટમરાઇજેબલ હોમ સ્ક્રીન

અત્યારસુધી આઇફોનની સ્ક્રીન તમે તમારી પસંદના એપ મુજબ કસ્ટમરાઇઝ નહતા કરી શકતા. જ્યારે એન્ડ્રોઇડ, વિન્ડોવાળા ફોનમાં આ ફિચર છે. તો બની શકે કે આ વખતે તમને કસ્ટમરાઇઝ હોમ સ્કીન મળે.

વોટરપ્રૂફ

વોટરપ્રૂફ

આવનારો આઇફોન 7 વોટરપ્રૂફ ફોન હોઇ શકે છે. જો કે હજી સુધી જાણકારો તે ચર્ચામાં પડ્યા છે કે ફોનને વોટરપ્રૂફ રાખવું કેટલું જરૂરી છે.

ફાસ્ટ પ્રોસેસર

ફાસ્ટ પ્રોસેસર

આઇફોનમાં પ્રોસેસર લઇને વધુ ચિંતા કરવાની જરૂર નથી પણ નવા વર્જનમાં પહેલાથી વધુ સારું હોવાની અપેક્ષા ચોક્કસથી રહેશે. કહેવાય છે કે આઇફોન 7માં A8X ચિપ લાગેલી હશે. જે તેને સારો ગ્રાફિક સપોર્ટ આપશે.

મોટી સ્ક્રીન

મોટી સ્ક્રીન

આઇફોન 6 પ્લસની સ્કીન સૈમસંગ ગૈલેક્સી નોટ 4 જેટલી હતી. જો કે આઇફોન 7 માટે મોટી સ્કીન કરતા ચારે તરફથી સ્મૂધ કોર્નરવાળી સ્કીન હોવી તે વાત પર વધુ ભાર અપાઇ રહ્યો છે.

32 જીબી એન્ટ્રી લેવલ સ્ટોરેજ

32 જીબી એન્ટ્રી લેવલ સ્ટોરેજ

એપલ આઇફોનમાં એન્ટ્રી સ્માર્ટફોન મેમરી 16 જીબીથી શરૂ થઇ હતી. ત્યારબાદ 32 જીબી, 64 જીબી અને 128 જીબી સુધી આઇફોન મેમરીવાળા સ્માર્ટફોન મળવા લાગ્યા. જેને જોતા આઇફોનનું એન્ટ્રી લેવલ મોડેલમાં 32 જીબી મેમરીની શરૂઆત થઇ શકે છે.

પહેલાથી સારો કેમેરો

પહેલાથી સારો કેમેરો

આવનારા આઇફોનમાં લોકોને જો કોઇ વાતમાં સૌથી વધુ રસ હોય તો તે છે તેનો કેમેરો, 2016માં આવનારા આઇફોન 7માં ઇમેજ ઓપ્ટિકલ, ઇમેજ સ્ટેબલાઇજેશન સિવાય પણ અન્ય નવા ફિચર હશે.

English summary
it's time to look ahead and put in our upgrade requests for the next iPhone, whether it's called the iPhone 6S or iPhone 7.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X