For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jio Phone 2નો ફ્લેશ સેલ શરૂ, જાણો કેવી રીતે ખરીદશો

આજે બપોરથી જિયો ફોન 2નો બીજો ફ્લેશ સેલ શરૂ થઈ ગયો છે. આ સેલમાં સીમિત સંખ્યામાં જિયો ફોન 2ને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

આજે બપોરથી જિયો ફોન 2નો બીજો ફ્લેશ સેલ શરૂ થઈ ગયો છે. આ સેલમાં સીમિત સંખ્યામાં જિયો ફોન 2ને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજે 12 વાગ્યેથી શરૂ થયેલ આ ફ્લેશ સેલ બે અઠવાડિયા સુધી ચાલશે. જો તમે પણ જિયો ફોન ખરીદવા માંગો છો તો જિયો ડોટ કોમ પરથી મેળવી શકશો. આ ફોન બે સિમ સ્લોટની સાથે આવે છે. જેમાંથી એકમાં જિયોના સિમને વાપરી શકાય છે જ્યારે બીજા સ્લોટમાં અન્ય કંપનીના સિમનો ઉપયોગ કરી શકાય છે.

ફોનની કિંમત

ફોનની કિંમત

ભારતમાં રિલાયન્સ જિયો ફોન 2ની કિંમત 2999 રૂપિયાથી શરૂ થાય છે. જિયો ફોન 1ની જેમ આ હેન્ડસેટમાં કોઈ રિફન્ડ નહીં મળે. જો તમે પણ આ ફોનને ખરીદવા માંગો છો તો 5-7 દિવસમાં ફોનને ગ્રાહક પાસે મોકલી આપવામાં આવશે.

શું છે ખાસિયત

શું છે ખાસિયત

જિયો ફોન 2 ડ્યૂઅલ સિમ સ્માર્ટફોન છે, જેમાં 2.4 ઈંચનો ક્યૂવીજીએ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં કાઈ ઓએસ છે. આ ફોનની રેમ 512MBની છે જ્યારે 4GBનો ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યો છે. ફોનમાં 2 મેગાપિક્સલનો કેમેરા અને 2000mAhની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી ફીચરમાં વીઓએલટીઈ, વીઓવાઈફાઈ, એનએફસી, જીપીએસ, બ્લૂટૂથ અને એફએમ રેડિયો સામેલ છે.

કેવી રીતે ખરીદશો

કેવી રીતે ખરીદશો

  • જિયો ફોનને ખરીદવા માટે તમારે જિયોની વેબસાઈટ પર જઈને લાલ રંગના ફ્લેશ સેલ બટનને દબાવવાનું રહેશે.
  • ફ્લેશ સેલ બટન પર ટેપ કર્યા બાદ buy now ઓપ્શન ક્લિક કરવાનો રહેશે.
  • બાદમાં તમારા એરિયાનો પિનકોડ નાખતાની સાથે જ ફોન તમારા કાર્ટમાં એડ થઈ જશે.
  • એડ્રેસ સહિતની માહિતી ઉમેરવી.
  • બાદમાં ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા તો જિયો મની દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે.
  • તમારી પાસેથી 99 રૂપિયા શિપિંગ ચાર્જ વસૂલવામાં આવશે.
  • બુકિંગના 7 દિવસમાં જિયો ફોન તમારા ઘરે પહોંચી જશે.

English summary
Jio Phone 2 will be going on sale for the second time in India today and while it will be available via Jio.com and MyJio app, the Jio Phone 2 sale starts at 12pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X