• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણવા જેવા Lenovo P780ના 10 મોસ્ટ આકર્ષક ફીચર્સ

By Super
|
Google Oneindia Gujarati News

જ્યારે પણ સ્માર્ટફોન અંગે વાત કરવામાં આવે અથવા તો સ્માર્ટફોન ખરીદવાની વાત કરવામાં આવે, ત્યારે ચોક્કસપણે પહેલા તે કઇ બ્રાન્ડનો છે, તેમાં શું ખાસ છે, માર્કેટમાં હાજર રહેલા સ્માર્ટફોન કરતા આ સ્માર્ટફોન નવું શું આપી રહ્યો છે, તે જાણવાની ઉત્સુકતા દરેક માનવીમાં જોવા મળે છે. હાલ વિશ્વ બજાર કે પછી ભારતીય મોબાઇલ બજારમાં દરરોજ નીતનવા સ્માર્ટફોન રજૂ કરવામાં આવે છે. કંપનીઓ દ્વારા અન્ય કંપનીઓને માત આપવા માટે સારી સુવિધા સાથેના સ્માર્ટફોન લોન્ચ કરાય છે.

ભારતીય બજારમાં સેમસંગ, સોની, નોકિયા જેવી કંપનીઓને માત આપવા માટે લેનેવો દ્વારા તાજેતરમા એક સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. લેનોવોએ પી780 નામે એક સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેણે અન્ય સ્માર્ટફોન કરતા કંઇક ખાસ અને વિશેષ સુવિધા અને ફીચર્સ પોતાના આ સ્માર્ટફોનમાં આપ્યા છે, એ વાતથી આપણે બધા જ સારી રીતે અવગત છીએ કે, સ્માર્ટફોનમાં અનેક એપ્લિકેશન રન થતી હોવાના કારણે બેટરીનો વપરાશ વધુ થાય છે, જેના કારણે બેટરી ઉતરી જવાની સમસ્યા સર્જાતી હોય છે, જો કે હજુ સુધી માર્કેટમાં આવતા સ્માર્ટફોનમાં સોલીડ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, ત્યારે લેનોવોએ સોલીડ બેટરી સાથે ફોનને લોન્ચ કર્યો છે. આવી જ કેટલીક ખાસ બાબતો આ સ્માર્ટફોનમાં આપવા આવી છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે લેનોવોએ પોતાના આ સ્માર્ટફોનમાં કયા-કયા ખાસ ફીચર્સ આપ્યા છે.

સુપર બેટરી લાઇફ

સુપર બેટરી લાઇફ

લેનોવો પી780માં જે બેટરીનો ઉપયોગ કરવામાં આપ્યો છે, તે એકવાર ચાર્જ કર્યા બાદ ત્રણ દિવસ સુધી ચાલી શકે છે. લેનેવોએ પોતાના આ સ્માર્ટફોનમાં 4000 એમએએચની બેટરીનો ઉપયોગ કર્યો છે, જે સ્માર્ટફોન માટે ઘણી જ ઉમદા છે. નોંધનીય છે કે, સેમસંગ ગેલેક્સી નોટ 3 અંગે કહેવામાં આવ્યું હતું કે, તેમાં 3200 એમએએચની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ એલેજી જી2 અને સોની એક્પીરિયા ઝેડ1માં 3000 એમએએચની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કોલ ક્વોલિટી

કોલ ક્વોલિટી

લેનોવોના આ સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ કોલ ક્વોલિટી આપવામાં આવી છે. સામાન્ય રીતે સિગ્નલ પ્રોબ્લેમના કારણે કોલ દરમિયાન અવાજ સાંભળવામાં સમસ્યા ઉદ્દભવતી હોય છે, ખાસ કરીને જ્યારે મોબાઇલ નેટવર્કમાં પ્રોબ્લેમ હોય, જેના કારણે એવું થાય છે કે, આપણને કોલ દરમિયાન અવાજમાં અનેક વિઘ્નો નડે છે તેમ જે વિચિત્ર પ્રકારના અવાજો પણ સાથે સાંભળવા મળે છે, જ્યારે લેનોવોના પી780માં સ્પીકરફોન ઘણો જ સારો છે.

ઉત્તમ ગ્રીપ

ઉત્તમ ગ્રીપ

લેનોવોએ કાળજીપૂર્વક મેટલ લાઇનિંગનો ઉપયોગ કર્યો છે, આ મેટલ લાઇનિંગનો ઉપયોગ ફોનની બોડીની ઘડામણમાં કરવામાં આવ્યો છે, જેથી તમે ફોનને સારી રીતે પકડી શકો છો. જ્યારે તમે કોલ કરો, વીડિયો જુઓ કે પછી તેમાં કંઇ વાંચતા હોવ ત્યારે ફોન લપસી જવાની સમસ્યા રહેતી નથી.

જબરદસ્ત ફોર્મ ફેક્ટર

જબરદસ્ત ફોર્મ ફેક્ટર

ફોનનું ડિમેન્શન 143 x 73 x 9.95 mm છે અને વજન 176 ગ્રામ છે, લેનોવોએ પોતાના આ સ્માર્ટફોનમાં સ્ટ્રોંગ મેટલ પ્લેટનો ઉપયોગ કર્યો છે. જે લેનોવોના કે900માં છે. આ ફોન સ્ટ્રોંગ સ્ટર્ડી અને ઘણો જ સોલિડ છે. આ ફોનમાં સ્ક્રેચ પડવાની સંભાવના પણ નહિવત છે.

USB On-The-Go

USB On-The-Go

આ હેંડસેટમાં USB On-The-Go ફીચરને પણ સામેલ કરવામાં આવ્યું છે. જેમાં બે પરિફરલ ડિવાઇઝને એકબીજા સાથે કનેક્ટ કરી શકાય છે. જેથી પી780નો ઉપભોકતા પોતાના આ સ્માર્ટફોન સાતે પ્રિન્ટર, એમપી3પ્લેયર્સ, પેન ડ્રાઇવ જેવી ડિવાઇઝને કનેક્ટ કરી શકે છે.

પરફોર્મન્સ પાવર

પરફોર્મન્સ પાવર

આ સ્માર્ટફોનમાં 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર અને 1જીબી રેમ છે, જે તેને શાનદાર પરફોર્મર બનાવે છે. તેમજ આ ફોન કેટલીક શાનદાર ગેમ્સ રમવા માટે પણ અન્ય હેંડસેટ કરતા સારો છે.

અન્ય ડિવાઇઝથી ચાર્જિંગ

અન્ય ડિવાઇઝથી ચાર્જિંગ

લેનોવોએ એક અન્ય નિફ્ટિ ફીચરને પોતાના આ સ્માર્ટફોનમાં ઉમેર્યું છે. જેનાથી તમે જો તમારા આ ફોનના યુએસબી ચાર્જરને અન્ય યુએસબી પાવર ચાર્જર સાથે જોઇન્ટ કરો તો તમે તમારા ફોનને ચાર્જ કરી શકો છો.

બિઝનેસ કાર્ડ સ્કેનર

બિઝનેસ કાર્ડ સ્કેનર

લેનોવોએ પી780ને વ્યવસાયિકોને ધ્યાનમાં રાખીને બનાવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે લેનોવોએ આ ફોનમાં પ્રીમિયમ સ્કેનિંગ સોફ્ટવેર આપ્યું છે, જે બિઝનેસ કાર્ડને સ્કેન કરીને ડિજિટલ કોન્ટેક્ટમાં બદલી નાંખે છે.

ડ્યુએલ સીમ, ડ્યુએલ સ્ટેન્ડ બાય

ડ્યુએલ સીમ, ડ્યુએલ સ્ટેન્ડ બાય

મોટાભાગની ફોન નિર્માણ કરતી કંપની પછી એ દેશી હોય કે વિદેશી તે એક વાત સ્પષ્ટપણે જાણે છે કે, ભારતીય મોબાઇલ વપરાશકર્તાઓને ડ્યુએલ સીમ ફેસેલિટી જોઇએ છે અને તેથી જ મોટાભાગની કંપનીઓ ડ્યુએલ સીમવાલા મોબાઇલ પર વિશેષ ધ્યાન આપે છે. લેનોવોએ પણ પોતાના આ મોબાઇલને એ જ વાત ધ્યાનમાં રાખીને બનાવ્યો છે, જેની સાથે તેણે આ ફોનમાં ડ્યુએલ સીમ અને ડ્યુએલ સ્ટેન્ડબાય કેપેબિલિટિઝ આપી છે, જો તમે સેપરેટ બિઝનેસ કાર્ડ બનાવવા માગતા હોવ તો પણ તમને આ ફોનમાં એવી ફેસેલિટી આપવામાં આવી છે.

કેમેરા

કેમેરા

આજે મોટાભાગના સ્માર્ટફોનમાં કેમેરા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે, ત્યારે લેનોવો પણ કેવી રીતે પાછળ રહે. લેનોવોએ પોતાના સ્માર્ટપોનમાં ગ્રેટ એલઈડી ફ્લેશ લાઇઠ સાથે 8 મેગા પિક્સલનો કેમેરા આપ્યો છે. જે લો લાઇટમાં પણ સારી તસવીરો ખેંચી શકે છે.

English summary
In the pursuit of designing powerful smartphones with great cameras, exceptional processing power, monstrous multi tasking abilities and great screens, most manufacturers fail when it comes to the basics. They forget the real needs of a user.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X