For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશથી ગેજેટ મંગાવો છો તો પહેલા આ વાંચો

|
Google Oneindia Gujarati News

શું તમે વિદેશ જવાના છો? અને ત્યાંથી આઇફોન કે ટીવી લઇને આવાના છો? કે પછી તમે તમારા કોઇ સગાસંબંધી જે વિદેશથી પરત ફરવાનો છે તેની જોડે કોઇ ગેજેટ મંગાવાનું વિચારી રહ્યા છો?જો એવું જ હોય તો આ આર્ટીકલ પહેલા વાંચી લેજો. કારણ કે આમ કરવાથી તમે તમારા પૈસાની ખરી બચત જરૂરથી કરી શકશો.

તે વાત તો સાચી છે કે વિદેશી ગેજેટની કિંમત ભારતમાં મળતા આ જ ગેજેટ કરતા ધણી ઓછી હોય છે એટલે કોઇ વાર બચત થઇ જાય છે પણ ધણીવાર આવું કરતા ઉલમાંથી ચૂલમાં પણ પડી જવાય છે.

તો પછી આ સ્લાઇડર જુઓ કારણ કે અમે તેમાં તમને કહીશું કંઇ કંઇ વાતનું ધ્યાન રાખવું જ્યારે તમે વિદેશથી કોઇ ગેજેટ મંગાવતા હોવ ત્યારે..

એપલ આઇફોન

એપલ આઇફોન

આઇફોન એક એવો સ્માર્ટફોન છે જેને મોટાભાગે લોકો વિદેશથી મંગાવતા હોય છે અને તે વાત પણ સાચી છે કે આમ કરવાથી અંદાજે 10 હજારોનો ફાયદો તો પાક્કો જ. પણ જો ફોનમાં કોઇ ફોલ્ટ આવ્યો તો સર્વિસ સેન્ટર તેને ઠીક કરવા માટે ભરી દેશે નનૈયો. એટલું જ નહીં પૈસા આપવા છતાં તમારો ફોન સર્વિસ સેન્ટર ઠીક નહીં કરી આપે.
પણ હા વિદેશથી આઇપેડ મંગાવું ફાયદાકારક રહેશે કારણકે તે આવે છે આંતરાષ્ટ્રિય વોરન્ટી સાથે.

ડૈલ લેપટોપ

ડૈલ લેપટોપ

જો તમે વિદેશથી લેપટોપ મંગાવાનું વિચારી જ રહ્યા છો તો પ્રિમિયમ ક્વોલિટી કે જેની કિંમત 1 લાખ સુધી હોય છે તેવી ટાઇપનું જ માંગવજો. કારણ કે તેનાથી નીચેની કિંમતના લેપટોપમાં યુએસએની જ વોરન્ટી હોય છે અને આ માટે લેપટોપ ખરાબ થતા વિદેશ મોકલીને તેને ઠીક કરાવું પડે છે.

સોની RX 100 માર્ક III એન્ડ નિકૉન ડી 610 કેમેરા

સોની RX 100 માર્ક III એન્ડ નિકૉન ડી 610 કેમેરા

સોનીનો RX 100 MK3 કેમેરાને દુનિયાના બેસ્ટ કેમેરામાંથી એક માનવામાં આવે છે. યુએસમાં તેની કિંમત 50,000 જેવી છે અને ભારતમાં તે 2 વર્ષની વોરન્ટી સાથે 52,990 રૂપિયા મળે છે. ત્યારે અમારી સલાહ તો એ જ છે કે તમે 2 હજાર વધુ ભરી 2 વોરન્ટી સાથે ભારતથી આ કેમેરો લો.

ઇપસન, પૈનાસોનિક, બૈક્યૂ પ્રોજેક્ટર

ઇપસન, પૈનાસોનિક, બૈક્યૂ પ્રોજેક્ટર

પ્રોજેક્ટર વિદેશથી મંગાવું ખાસ્સું સસ્તા પડે છે. પણ કસ્ટમ ડ્યૂટીનું થોડું ધ્યાન રાખવું પડે છે. પ્રોજેક્ટર મામલે ભારતીય મોડેલ વિદેશથી મંગાવા કરતા વિદેશી મોડેલ વિદેશીથી મંગાવા વધુ સલાહભર્યા છે.

English summary
Take a Look on this article before buying gadget from abroad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X