For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટ સેમસંગે લોન્ચ કર્યો નોટ 3 અને સ્માર્ટવોચ

|
Google Oneindia Gujarati News

મોબાઇલ વિશ્વ બજારમાં ધમાલ મચાવવા માટે વિશ્વની સૌથી મોટી મોબાઇલ નિર્માણ કરતી કંપની સેમસંગે બુધવારે બર્લિનમાં આઇએફએ ટ્રેડ શો પહેલા પોતાની અનેક પ્રોડક્ટ્સને લોન્ચ કરી છે. સ્માર્ટ વિશ્વમાં તહેલકો મચાવવા અને વિરોધી કંપનીઓને પરાસ્ત કરવા માટે સેમસંગે નોટ 3 સ્માર્ટફોન અને ગિયર સ્માર્ટવોચને લોન્ચ કરી છે. હાલ સ્માર્ટફોન માર્કેટ ઘણું જ સ્ક્રિય છે. મોબાઇલ ફોનનો ઉપયોગ કરનારાઓ પણ અન્ય ફોનની સરખામણીએ સ્માર્ટફોન લેવાનું વધારે પસંદ કરે છે. તેવામાં ઉભી થયેલી જોરદાર સ્પર્ધાને ધ્યાનમાં રાખીને સેમસંગે પોતાની સફળ ગેલેક્સી શ્રેણીમાં અનેક પ્રોડક્ટ લોન્ચ કરી છે. જેમાં સૌથી મહત્વની પ્રોડક્ટની વાત કરવામાં આવે તો ગેલેક્સી નોટ 3 સ્માર્ટફોન અને ગેલેક્સી ગિયર સ્માર્ટવોચ છે.

એપલ અને સોની જેવી પ્રતિસ્પર્ધી કંપનીઓને મજબૂત ટક્કર આપવા માટે કંપનીની આ બન્ને પ્રોડક્ટ મહત્વની ભૂમિકા ભજવી શકે છે, તો ચાલો તસવીરો થકી બન્ને પ્રોડક્ટ અંગે આછેરી માહિતી મેળવીએ.

સ્ક્રીન

સ્ક્રીન

ગેલેક્સી નોટ 3ની સ્ક્રીન 5.7 ઇન્ચ ફૂલ એચડી સુપર એમોલેડ સ્ક્રીન છે.

પ્રોસેસર

પ્રોસેસર

નોટ 3માં 2.3 ગીગાહર્ટ્ઝ ક્વોડ કોર પ્રોસેસર આફવામાં આવ્યું છે, જે 4જી વર્ઝન માટે છે અને 3જી વર્ઝન માટે 1.9 ગીગાહર્ટ્ઝ ઓક્ટાકોર પ્રોસેસર છે.

રેમ

રેમ

8.3 મિલીમીટર પાતળા આ ફેબલેટમાં 3 જીબી રેમ છે.

કેમેરા

કેમેરા

સેમસંગે નોટ 3માં 13 મેગા પિક્સલનો કેમેરા આપ્યો છે. જે 4 ક રેઝોલ્યુશનવાળા વીડિયો પણ શૂટ કરી શકે છે.

મેમરી

મેમરી

નોટ 3માં 32 અને 64 જીબી સ્ટોરેજ ઓપ્શન હશે, સાથે જ 64 જીબી સુધી માઇક્રો એસડી કાર્ડનો ઉપયોગ કરી શકાશે.

સ્માર્ટવોચ

સ્માર્ટવોચ

ગેલેક્સી નોટ ઉપરાંત સેમસંગે ગેલેક્સી ગિયર સ્માર્ટવોચ પણ રજૂ કરી છે, જેને એક ઘડિયાળની જેમ પહેરી શકાય છે. ગેલેક્સી ગિયર સ્માર્ટફોન સાથે મળીને કામ કરનારી ડિવાઇસ છે, જેને બ્લ્યુટૂથના સહારે સ્માર્ટફોન સાથે જોડી શકાય છે.

સ્ક્રીન

સ્ક્રીન

આ સ્માર્ટવોચમાં 1.63 ઇન્ચની એમોલેડ ડીસપ્લે આપવામાં આવી છે.

પ્રોસેસર

પ્રોસેસર

સ્માર્ટવોચમાં 800 મેગાહર્ટ્ઝનું પ્રોસેસર છે.

રેમ અને મેમેરી

રેમ અને મેમેરી

સ્માર્ટવોચમાં 512 એમબી રેમ અને 4 જીબી ઇન્ટરનલ મેમરી છે.

કેમેરા અને બેટરી

કેમેરા અને બેટરી

સ્માર્ટવોચમાં 1.9 મેગા પિસ્કસલનો કેમેરા આપવામાં આવ્યો છે અને તેમાં 315 એમએએચ બેટરી છે.

English summary
Samsung has finally launched its flagship phablet, the Galaxy note 3. After years of charging users top dollar for plasticy handsets, the world's biggest phone maker has refused to mend its plasticy ways even with the Note 3. The device was launched a few hours ago at IFA 2013 in Berlin at the company's grand event.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X