For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેકન્ડ હેન્ડ ફોન ખરીદતા પહેલા આ વાત જાણી લો!

|
Google Oneindia Gujarati News

ઇન્ટરનેટ પર કોઇ સારી ડિલ મળે તો સેકન્ડ હેન્ડ ફોન ખરીદવામાં કંઇ વાંધો નથી. વળી સેકન્ડ હેન્ડ સ્માર્ટફોનનું માર્કેટ હાલ એટલું તેજીથી વધુ રહ્યું છે અને તેમાં પણ એટલા નવા નવા ફોન આવી રહ્યા છે કે કોઇ પણ મન થઇ જાય નવા ફોન પાછળ ખર્ચો કરવાના બદલે સેકન્ડ હેન્ડ ફોન લેવાનું. વળી જે લોકો લેટેસ્ટ ગેજેટ્સનો શોખ રાખે છે અને ફેશન સાથે બદલાતા રહેવાનું માને છે તે લોકો માટે તો સેકેન્ડ હેન્ડ ફોનનું માર્કેટ એક આશીર્વાદ સમાન છે.

તો જો તમે તમારો સ્માર્ટફોન બદલવાનું વિચારી રહ્યા છો અને સેકન્ડ હેન્ડ ફોન લેવાનું વિચારી રહ્યા છો. તો જરા સાચવજો. કારણ કે સારી ડિલના ચક્કરમાં કોઇ તમને ઠગી પણ શકે છે. કાં તો પછી કોઇ બેકાર કે ડેમેઝ ફોન પણ તમારા હાથે લાગી જાય. આ માટે અમે આજે આ આર્ટીકલ લઇને આવ્યા છે. સેકન્ડ હેન્ડ ફોન ખરીદતી વખતે કંઇ કંઇ વાતોનું ધ્યાન રાખવું. શું કરવું તેની ઝીણવટ ભરેલી માહિતી જાણો અહીં...

માર્કેટ પ્લેસ

માર્કેટ પ્લેસ

ઓએલએક્સ અને ક્વિકર જેવી માર્કેટ પ્લેસથી તમે વપરાયેલો સ્માર્ટફોન ખરીદી શકો છો. અને કોઇ પણ ફોન લેતા પહેલા તેને સંપર્ક કરીને એક વાર જાતે જ તે ફોન યોગ્ય રીતે ચેક કરવાનું ના ભૂલતા.

બિલ અને એસેસરીઝસ

બિલ અને એસેસરીઝસ

સેકન્ડ હેન્ડ ફોન લેતી વખતે એક વાતનો ખ્યાસ ખ્યાલ રાખજો કે તમે જે પણ ફોન લો તેની પાક્કુ બિલ જરૂર લો. જેમાં ફોનનો આઇએમઇઆઇ નંબર હોય. સાથે જ તે વાતની સંતુષ્ટી કરી લો કે ફોન વધારે વાપરેલો ના હોય અને તેની તમામ એસેસરીઝ પણ સાથે ચેક કરી લો.

2 જીબી રેમ

2 જીબી રેમ

આજકાલ મોટાભાગના ફોનમાં 2 જીબી રેમ આપવામાં આવે છે. પ્રયાસ કરો કે તમે જે પણ ફોન લો તેમાં ઓછામાં ઓછી 2 જીબી રેમ તો હોય જ.

ચોરીનો તો નથીને આ ફોન

ચોરીનો તો નથીને આ ફોન

આજ કાલ ફોનનું બ્લેક માર્કેટ પણ તેજીમાં છે. ચોરીના ફોન પણ ઓફલાઇન ઓનલાઇન મળતા હોય છે. તો ધ્યાન રાખો અને ફોનમાં આઇએમઇઆઇ નંબર છે તે વાત જરૂરથી ચકાશી લો.

વિશ્વાસપાત્ર વિક્રેતા

વિશ્વાસપાત્ર વિક્રેતા

ફોન લેતા પહેલા તેના વિક્રેતા એટલે કે વેચનાર વિષે પણ જાણકારી મેળવી લો. અને જો તમને તે વ્યક્તિ વિશ્વાસપાત્ર ના લાગે તો આ ડીલમાં ના પડો.

English summary
There is usually an air of suspicion and fear in the mind of buyers as you want a phone that works satisfactorily after you buy a second hand device. Things to keep in mind before buying a second hand phone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X