સાવધાન! જે લોકો મોબાઇલ બેકિંગ ઉપયોગ કરે છે તે આ જરૂર વાંચે

Posted By:
Subscribe to Oneindia News

આજકાલ તો મોબાઇલમાં એક ક્લિક કરીને બધુ જ મળે છે. અને એટલા માટે જ લોકો પણ 10 જગ્યાના ચક્કર કાપવા અને ભાવ-તાલ કરવાના બદલે જ ઘરે બેઠા જ ઓનલાઇન શોપિંગ જ કરી લેતા હોય છે. એટલું જ નહીં વાર-તહેવાર અનેક ઓનલાઇન શોપિંગ સાઇટો અનેક લલચાવતી ઓફરો મૂકે છે જેના કારણે પણ તમારે ઓનલાઇન મોબાઇલ બેંકિગનો સહારો લેવો પડતો હોય છે.

ત્યારે તમારા મારા જેવા લોકો જે બેંકમાં તમામ કામો મોબાઇલથી પતાવામાં માનતા હોય તેમને મોબાઇલ બેંકિંગ કરતી વખતે નીચે મુજબ મહત્વની વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું રહ્યું. જેના કારણે તેમના મહત્વપૂર્ણ પાસવર્ડ કે ડિટેલ કોઇ અયોગ્ય હાથમાં ના જતા રહે.

 

ત્યારે મોબાઇલ બેંકિંગ વખતે કેવી કેવી વાતોનું ધ્યાન રાખવું, કેવી સાવચેતી રાખવી અને તે કર્યા પછી કંઇ વસ્તુઓ ખાસ કરવી તે વિષે વિસ્તૃત માહિતી મેળવો નીચેના આ રસપ્રદ અને રોચક ફોટોસ્લાઇડરમાં...

ઓટોલોક લગાવો
  

ઓટોલોક લગાવો

શું તમારા મોબાઇલમાં ઓટોલોક છે. નથી તો પહેલા તો તમારા મોબાઇલ ફોન ઓટોલોક લગાવો. અને તેમાં 8 કે વધુ કરેક્ટર વાળો પાસવર્ડ પસંદ કરો. જેમાં કરેક્ટર, ન્યૂમેરિકલ્સ અને સ્પેશય કેરેક્ટર્સ હોય.

ગોપનીય માહિતી
  

ગોપનીય માહિતી

બેકિંગથી જોડાયેલી ગોપનીય માહિતી જેમ કે એકાઉન્ટ નંબર, પાસવર્ડ, જન્મતિથિ, પેન કાર્ડ, ડેબિટ કાર્ડ નંબર ને ગોપનીય રાખો. આ તમામનો ઉપયોગ હેકર્સ તમારા બેંક અકાઉન્ટને હેક કરવા માટે કરી શકે છે. તમારા સ્માર્ટ ફોનને સિક્ટોરીટી સોફ્ટવેયરથી પ્રોટેક્ટ કરો.

પબ્લિક વાઇફાઇ કે મોબાઇલ બ્લુટૂથનો ઉપયોગ
  
 

પબ્લિક વાઇફાઇ કે મોબાઇલ બ્લુટૂથનો ઉપયોગ

જ્યારે પણ તમે પબ્લિક વાઇફાઇ કે મોબાઇલ બ્લુટૂથનો ઉપયોગ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખો આ દ્વારા તમારા ફોનમાં કોઇ વાયરસ અટેક કરી શકે છે. મોબાઇલમાં એન્ટીવાયરસ ફાયરવોલ લગાવો અને સેફ્ટી સોફ્ટવેરને પણ સમયે સમયે અપડેટ કરતા રહો.

સાઇટનો ઉપયોગ
  

સાઇટનો ઉપયોગ

ગેમ,એપ્સ, ગીતો, વીડિયો જેવી વસ્તુઓનું ડાઉનલોડ વિશ્વસનીય સાઇટથી કરો. કારણ કે આ દ્વારા વાયરસ આવવાની સંભાવના વધુ છે.

હિસ્ટ્રી ડિલિટ
  

હિસ્ટ્રી ડિલિટ

દર રોજ બ્રાઉઝીંગ હિસ્ટ્રીને ડિલિટ કરો. તેનાથી તમારો સ્માર્ટફોનના ટ્રાન્જેક્શન વધુ સુરક્ષિત બનશે.

English summary
Things to keep in mind during mobile banking
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.