For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નશો થતાં જ ચાલું થઇ જશે આ મોબાઇલ એપ્લિકેશન

|
Google Oneindia Gujarati News

ન્યુયોર્ક, 9 માર્ચઃ જો તમે તમારી દારૂ પીવાની આદત અંગે પરિવાર અથવા મિત્રોને જણાવવા નથી માગતા તો લિવર નામની એપ્લિકેશન તમારી મદદ કરી શકે છે. આ એપ્લિકેશન સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાથી તમામ પૂરાવા છૂપાવી દે છે.

This-Mobile-App-Works-Only-When-You-are-Drunk
દારૂનો નશો થતાં જ લિવર એપ્લિકેશન ચાલું થઇ જાય છે. એપ્લિકેશન નિર્માતાઓએ એક અવેરી પ્લોટ્ઝને જણાવ્યું કે, બ્લેકાઉટ બટન વ્યક્તિના લિવરનો પ્રયોગ કરવાને પ્રોત્સાહિત કરે છે. મોર્નિગ ઓફ્ટર રિપોર્ટથી બીજા લિવર પ્રયોગકર્તાઓને ગત રાતની કોઇપણ હરકતો મોકલી શકાય છે. આ તસવીરો માત્ર એપ્લિકેશન પર અપલોડ થાય છે અને માત્ર એ જ લોકો જોઇ શકે છે જે નશામાં છે.

આ કેવી રીતે કામ કરે છે. આ આઇઓએસ અથવા એન્ડ્રોઇડ ઉપકરણના ચાર્જિંગ પોર્ટમાં લાગેલા બ્રીથાલાઇઝર સાથે કામ કરે છે. એપ્લિકેશનને ચાલું કરવા માટે ઉપયોગકર્તા બ્રીથાલાઇઝર પર ફુંકે છે જેથી રક્તમાં દારૂની માત્રા માપી શકાય. એપ્લિકેશનના સહ નિર્માતા કાઇલ એડિસને જણાવ્યું કે, જો તેમના બીએસી પરિચાલનની વૈધ સીમા બહાર છે તો એપ્લિકેશન અને સોશિયલ નેટવર્ક ચાલું થઇ જાય છે. ઉચ્ચ બીએસીથી અન્ય ફીચર ચાલું થઇ જાય છે.

આ ફીચર્સમાં ડ્રંક ડાયલ નામનું એક વિકલ્પ છે, જે અન્ય લિવર પ્રયોગકર્તાઓને ઝડપથી કોલ કરે છે. હોટ સ્પોટ ફીચર એક નકશો છે, જે નજીકના બાર અને ક્લબ અંગે જણાવે છે. બ્લેકઆઉટ બટન દબાવતા જ તસવીરો અને કોલ હિસ્ટ્રી સહિત તમામ પૂરાવા ઉપકરણમાંથી ગાયબ થઇ જાય છે. નિર્માતાઓએ લિવરની વેબસાઇટ પર લખ્યું છે કે, આ એપ્લિકેશન દારૂ પીનારા જવાબદાર વયસ્કો માટે છે. આ સંપૂર્ણ પણે મનોરંજન પ્રયોજનો માટે છે. તેમાં આગળ લખ્યું છે. દારૂ પીને ગાડી ના ચલાવો. જરૂરિયાત કરતા વધારે દારૂ ના પીવો.

English summary
For those who love to party and get high but do not want to disclose their drinking habits to family or friends, this mobile application can help them "black out" all evidence of previous night from smart phones and social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X