For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : ભારતમાં એપ્પલના એક્સક્લુઝિવ સ્ટોર્સમાં કેવી સુવિધા હશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ડિસેમ્બર : અમેરિકાના ક્યૂપર્ટિનો સ્થિત સમાર્ટ ગેજેટ્સ કંપની એપલ દ્વારા ભારતના માર્કેટમાં તેનું પ્રભુત્વ વધારવા માટે અને બિઝનેસનો વ્યાપ આગળ વધારવાની સ્ટ્રેટેજી તૈયાર કરી લીધી છે. આ સ્ટ્રેટેજીના ભાગરૂપે એપ્પલ ભારતભરમાં 500 જેટલા એપ્પલ ડેડીકેટેડ સ્ટોર શરૂ કરવાની છે.

આ માટે કંપની હવે મહાનગરોથી આગળ વધીને શહેરો તથા નાના નગરોમાં પણ પ્રવેશ કરવાની છે. આ સ્ટોર્સને એપ્પલ એક્સક્લુઝિવ સ્ટોર્સ તરીકે ઓળખવામાં આવશે. આ પહેલા એવા સમાચાર હતા કે એપલ ભારતમાં તેના આઈફોન અને આઈપેડના વેચાણ માટે સ્ટોર શરૂ કરવાની છે. આ સ્ટોર કંપનીના એપલ પ્રીમિયમ રીસેલર સ્ટોર કરતા કદમાં નાના હશે.

એપ્પલ એક્સક્લુઝિવ સ્ટોર્સ કેવા હશે અને કેવી સુવિધા ધરાવશે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

એપ્પલ એક્સક્લુઝિવ સ્ટોર્સનો એરિયા

એપ્પલ એક્સક્લુઝિવ સ્ટોર્સનો એરિયા

મોટા શહેરોમાં એપલના એક્સક્લુઝિવ સ્ટોર 2000 સ્ક્વેર ફીટ એરિયાવાળા હશે. જ્યારે નાના શહેરો, નગરોમાં આ સ્ટોર્સ 230થી 600 સ્ક્વેર ફીટ એરિયાવાળા હશે.

સ્ટોર્સ એપ્પલની માલિકીના નહીં હોય

સ્ટોર્સ એપ્પલની માલિકીના નહીં હોય

ભારતમાં સિંગલ-બ્રાન્ડ રીટેલમાં એફડીઆઈની પરવાનગી નથી તેથી એપલ પોતાની માલિકીના સ્ટોર શરૂ કરી નહીં શકે. તેણે ફ્રેન્ચાઈઝની મદદ લેવી પડશે.

ફ્રેન્ચાઇઝીને કેટલો ફાયદો?

ફ્રેન્ચાઇઝીને કેટલો ફાયદો?

કંપની તેના પ્રત્યેક આઈફોન કે આઈપેડના વેચાણ માટે 9.5 ટકા જેટલો હિસ્સો ઓફર કરે એવી ધારણા છે.

સ્ટોરમાં કેવો સ્ટાફ હશે?

સ્ટોરમાં કેવો સ્ટાફ હશે?

કંપનીના સ્ટોરમાં એક સ્ટોર મેનેજર હશે, એક આઈઓએસ પ્રમોટર હશે અને એક યા બે સેલ્સ મેનેજર હશે.

સ્ટોર્સમાં એપ્પલનો હિસ્સો

સ્ટોર્સમાં એપ્પલનો હિસ્સો

એપ્પલ એક્સક્લુઝિવ સ્ટોર્સમાં 10થી 15 ડેમો ડીવાઈસીસ હશે. જેના કુલ ખર્ચનો 50 ટકા હિસ્સો એપલ ભોગવશે.

English summary
Which facilities would be provided in 500 Apple Exclusive Stores in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X