વિશ્વનું પહેલું ટૂથબ્રશ જે રહેશે તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ

Posted By:
Subscribe to Oneindia News

હવે દાંતોને સાફ કરતા સ્માર્ટબ્રશ પણ આવી ગયા છે, જે તમારા દાંતોનુ ધ્યાન રાખશે. લોસ વેગાસમાં ચાલી રહેલા સીઇએસ 2014માં વિશ્વની પહેલું એવું બ્રશ લોન્ચ કરવામાં આવ્યું છે, જે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઇને તમારા દાંતોના સ્વાસ્થ્ય અંગે સંપૂર્ણ જાણકારી આપશે. ફ્રેન્ચ બેસ કંપની કોલીબ્રી એ ઓરલ કેયરે ફાઉન્ડર લોયક કિસોટ અનુસાર અમારો આઇડિયા માત્ર બ્રશને મજબૂત જ નથી બનાવતું પરંતુ તેને સ્માર્ટ પણ બનાવે છે.

કોલેબ્રી ટૂથબ્રશમાં અલગ-અલગ સેંસર લાગેલા છે, જે તમારા દાંતોની આખી સફાઇ પર નજર રાખી શકે. ડિવાઇસ બધી જાણકારીને સ્માર્ટફોન એપ્લીકેશનમાં મોકલી આપે છે, જ્યાંથી તમે તમારા દાંત અંગે સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો.

સાધારણ ટૂથબ્રશમાં તમે એ જાણકારી મેળવી શકતા નથી કે તમારા દાંત સાફ રહે છે કે નહીં, ખાસ કરીને બાળકોને તેમના દાંતો માટે આ બ્રશ ઘણુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. એપ્લીકેશનની મદદથી તમે તમારા દાંતોના એ સ્થળો પર પણ જનર રાખી શકો છો, જ્યાં સુધી તમારું બ્રશ પહોંચી શકતુ નથી. બ્રશને તેના મોડલના હિસાબે $99 (6,100 રૂપિયા) અને $200 (12,436 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યા છે. તેના માટે મોબાઇલમાં એપ્લીકેશન ફ્રી ડાઉનલોડ કરી શકો છો.

એપ્લીકેશનની મદદથી દાંત પર નજર
  

એપ્લીકેશનની મદદથી દાંત પર નજર

યુઝર જ્યારે પણ ટૂથબ્રશનો ઉપયોગ કરશે ત્યારે તે એપ્લીકેશનની મદદથી પોતાના દાંતોના સ્વાસ્થ્ય પર નજર રાખી શકશે. આ ઉપરાંત તેને દરેક વખતે સ્કોર પણ મળશે. સારો સ્કોર થતાં તેને બેંજેજ આપવામાં આવશે.

એપ્લીકેશનની ડિઝાઇન
  

એપ્લીકેશનની ડિઝાઇન

એપ્લીકેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેમાં એક સાથે પરિવારના પાંચ સભ્યોના દાંતોના સ્વાસ્થ્ય પર નજર રાખી શકો છો.

અનેક ફીચર
  

અનેક ફીચર

એપ્લીકેશનમાં બ્રશ કરવાનો સમય, ફ્રિક્વન્સી અને બીજા અનેક ફીચર આપવામાં આવ્યા છે.

બ્લુટૂથથી થશે કનેક્ટ
  

બ્લુટૂથથી થશે કનેક્ટ

બ્લુટૂથની મદદથી એપ્લીકેશનને ટૂથબ્રશ સાથે કનેક્ટ કરી શકાય છે. જેનાથી બ્રશ તમામ જાણકારી મોબાઇલ એપ્લીકેશનને મોકલતું રહેશે.

પર્સનલ ડેન્ટિસ્ટ
  
 

પર્સનલ ડેન્ટિસ્ટ

કોલીબ્રી એક પ્રકારે તમારા પર્સનલ ડેન્ટિસ્ટ તરીકે કાર્ય કરે છે.

બ્રશનો વીડિયો

કેવી રીતે કામ કરે છે આ બ્રશ વીડિયોમાં જુઓ.

English summary
world s first connected toothbrush will keep cavities away
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.