For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીમેઇલ જેવો લૂક ધારણ કર્યો યાહુ મેઇલે, મળશે 1 ટીબી સ્પેસ

|
Google Oneindia Gujarati News

યાહૂ મેઇલે પોતાના લુકમાં મોટો ફેરબદલ કરીને માત્ર તેની ડિઝાઇન જ નથી બદલાવી પરંતુ હવે તમે યાહૂ મેઇલમાં 1 ટીબી એટલે કે 1000 જીબી ફ્રી સ્પેસનો ફાયદો ઉઠાવી શકશો. યાહૂએ મંગળવારે પોતાના મેઇલની ડિઝાઇનમાં બદલાવ કરતા નવા ફીચર રજુ કર્યા છે. નવા બદલાવ બાદ હવે યાહૂ મેઇલ યુઝર પોતાના મેઇલના બેગ્રાઉન્ડને ફ્લિકરની તસવીરોમાં સજાવી શકશે.

યાહૂ મેઇલમાં તમે જે બદલાવ પીસીમાં કરશો એ જ બદલાવ પણ તમને તમારા મોબાઇલમાં જોવા મળશે. આ ઉપરાંત યાહૂની એપ્લીકેશનમાં પણ અનેક બદલાવ કરવામાં આવ્યા છે, જે બદલાવ વિન્ડો, એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ્લીકેશનમાં કરવામાં આવ્યા છે. યુઝર યાહૂ મેઇલમાં અનેક થીમ લગાવી શકે છે. આ પ્રકારની ફીચર જીમેઇલમાં આપવામાં આવ્યા છે.

હાલના સમયે યાહૂની કમાન મરિસા મેયરના હાથમાં છે, જ્યારે જીમેઇલે પોતાના મેઇલમાં બદલાવ કર્યા હતા, તો મરિસાએ જીમેઇલની ડિઝાઇનને વધુ સારી બનાવવા માટે અનેક સૂચન આપ્યા હતા, એ જ રીતે કેટલાક બદલાવ યાહૂ મેઇલમાં પણ કરવામાં આવ્યા છે. અમે તમને જણાવી દઇએ કે, જીમેઇમાં 15 જીબી સુધીનું સ્ટોરેજ મફતમાં મળે છે, જ્યારે તેની સરખામણીએ યાહૂનું 1 ટીબી સ્ટોરેજ ઘણું વધારે છે. નવા રીવેંપ યાહૂ મેઇલનો લાભ યુએસ, યુકે, કેનેડા, ફિલિપાઇન્સ, મલેશિયા, ભારત, આયરલેન્ડ, ન્યુઝિલેન્ડ, દક્ષિણ આફ્રિકાના યુઝર્સને મળશે, ટૂંક સમયમાં યાહૂ મેઇલ બીજા દેશોના યુઝર્સને પણ આ લાભ આપશે.

કંપોઝ મેઇલ અલગથી થશે ઓપન

કંપોઝ મેઇલ અલગથી થશે ઓપન

નવા યાહૂ મેઇલમાં હવે કંપોઝ મેઇલ કરવા માટે તમારી સામે જીમેઇલની જેમ એક અલગ પેનલ ઓપન થશે.

પ્રિવ્યૂ પહેલા કરતા વધારે સારું

પ્રિવ્યૂ પહેલા કરતા વધારે સારું

હવે યાહૂ મેઇલનો પ્રિવ્યૂ પહેલાંની સરખામણીએ વધારે સારો જોઇ શકાય છે.

રીડિઝાઇનમાં ઓપ્શન ડિસપ્લે

રીડિઝાઇનમાં ઓપ્શન ડિસપ્લે

રિડિઝાઇન બાદ મેઇલમાં ડિલીટ, ક્રિએટ કરવ ઉપરાંત અન્ય બીજા ઓપ્શનને સારી રીતે ડિસપ્લે કરવામાં આવ્યા છે.

જીમેઇલ જેવી ડિઝાઇન

જીમેઇલ જેવી ડિઝાઇન

નવા મેઇલની ડિઝાઇન દેખાવે જીમેઇલ જેવી છે, પરંતુ યાહૂમાં 1 ટીબીની સ્પેસ આપવામાં આવી રહી છે.

અનેક થીમ્સ

અનેક થીમ્સ

નવા મેઇલમાં પહેલા કરતા વધારે થીમ્સ આપવામાં આવી છે, જેને યુઝર પોતાની પસંદ પ્રમાણે મેઇલના બેગ્રાઉન્ડમાં સેટ કરી શકે છે.

અટેચમેન્ટ

અટેચમેન્ટ

નવા યાહૂ મેઇલમાં અટેચમેન્ટ તમને એક નાના પ્રિવ્યૂના રૂપમાં જોવા મળશે, જેનાથી તમે ડાઉનલોડ કરેલા અટેચમેન્ટને ઓળખી શકશો.

એપ્લિકેશનમાં પણ બદલાવ

એપ્લિકેશનમાં પણ બદલાવ

યાહૂએ પોતાની એપ્લિકેશનમાં પણ અનેક બદલાવ કર્યા છે, હવે યુઝર ફોનમાં વધુ સારી રીતે મેઇલ ડાઉનલોડ કરી શકે છે.

ફોન પર મેઇલ ઇન્ટરફેસ

ફોન પર મેઇલ ઇન્ટરફેસ

ફોન પર મેઇલના ઇન્ટરફેસમાં અનેક કલરફુલ ટેક્શ્ચર આપવામાં આવ્યા છે, જેનાથી મેઇલને ઓળખવામાં સહેલાય છશે.

મોબાઇલ એપ્લિકેશન

મોબાઇલ એપ્લિકેશન

મોબાઇલ એપ્લિકેશનમાં મેઇલ ઓપન કરતા પહેલા તમે અટેચમેન્ટ પ્રિવ્યુ જોઇ શકો છો.

English summary
yahoo mail gets revamped with new features like gmail news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X