For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોકેટ પ્રીન્ટર, કીંમત માત્ર 6999 રૂપિયા

|
Google Oneindia Gujarati News

ભારતીય માર્કેટમાં ઝડપથી પોતાની પકડ બનાવનાર કંપની માઈક્રોમેક્સે યુ ટેલીવેન્ચર્સ બ્રાન્ડની સાથે મળીને પોકેટ સાઈઝ ફોટો પ્રીન્ટર યુપિક્સ લોન્ચ કરી દીધુ છે. કંપનીએ ગેઝેટના લોન્ચિંગ સમયે માહિતી આપી હતી કે આ પ્રીન્ટરને ખાસ કરીને એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ સમયે આવા પ્રીન્ટર્સની ડિમાન્ડ છે. જેને યુઝર્સ સરળતાથી પોકેટમાં રાખી શકે. તેમજ જરૂર પડે તેનો ઉપયોગ કરી શકે. આ પ્રીન્ટરની મદદથી યુઝર્સ માત્ર ફોટો જ નહીં અન્ય ફાઈલને પણ પ્રીન્ટ કરી શકે છે.

આ મિની પ્રીન્ટરની કીંમત માત્ર 6999 રૂપિયા જ છે. આ પ્રીન્ટરને અમેઝોન પરથી પણ ખરીદી શકાય છે. ચાલો આ પ્રીન્ટરની વિશેષતાઓ પર કરીએ એક નજર....

પહેલી ખાસિયત

પહેલી ખાસિયત

યુપિક્સ પોકેટ સાઈઝ કલર પ્રીન્ટર છે. જે એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઈસ સાથે કમ્ફર્ટેબલ છે.

બીજી ખાસિયત

બીજી ખાસિયત

પ્રીન્ટરનો ઉપયોગ કરવા માટે તમારે તમારા મોબાઈલમાં ગુગલ પ્લે સ્ટોરમાંથી યુપિક્સ એપ ઈન્સ્ટોલ કરવી પડશે. યુપિક્સથી 2.5 મેગાપીક્સલ રીઝોલ્યુશન સાથેના ફોટા એડીટ તેમજ પ્રીન્ટ કરી શકાશે.

ત્રીજી ખાસિયત

ત્રીજી ખાસિયત

યુપિક્સ 291 ડીપીઆઈ રીઝોલ્યુશન અને 2.1 બાય 3.4 ઈંચ ડિઝીટલનો ફોટો માત્ર 60 સેકન્ડમાં પ્રીન્ટ કરી દે છે.

ચોથી ખાસિયત

ચોથી ખાસિયત

યુપિક્સને WIFI અથવા NFCથી કેનેક્ટ કરવાથી તેની સ્પીડ 10 ગણી વધી જાય છે.

પાંચમી ખાસિયત

પાંચમી ખાસિયત

પ્રીન્ટ કરવાનો ફોટો મોબાઈલથી યુપિક્સ સુધી WIFI અથવા NFC અનેબલ્ડ કનેક્શનની મદદથી ટ્રાન્સફર કરી શકાય છે.

છઠ્ઠી ખાસિયત

છઠ્ઠી ખાસિયત

યુપિક્સ પ્રીન્ટર વોટરપ્રુફ તેમજ ફીંગરપ્રીન્ટ રેસીસ્ટન્ટ છે.

સાતમી ખાસિયત

સાતમી ખાસિયત

યુપિક્સનું વજન 273 ગ્રામ છે.

આઠમી ખાસિયત

આઠમી ખાસિયત

તેમા 750 MAHની રીચાર્જેબલ બેટરી આપવામાં આવી છે.

English summary
Micromax co-founder Rahul Sharma’s Yu Televentures has launched a new portable printer called YUPix compatible with Android and iOS smartphones and priced Rs 6999.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X