• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દરેક પુરુષોએ જાણવા જેવું છે ઇરેક્ટાઇલ ડિસફંક્શન, અને તેના કારણો

|

[લાઇફસ્ટાઇલ] પુરુષો માટે ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોવું એક તણાવમાં નાખનારી સ્થિતિ છે. બેડરૂમમાં ઘુસતા જ જો આપ આ વાતને વિચારીને જ તણાવમાં આવી જતા હોવ કે શું આજે આપ આપની પાર્ટનરને આનંદ આપી શકશો કે નહીં તો સમજી લો કે આપને ટૂંક સમયમાં કોઇ જાણકાર ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે.

સંતોષજનક સંભોગ માટે સતત પૂરતું ઇરેક્શન નહી થવાને ઇરેક્ટાઇલ ડિસફંક્શન કહેવામાં આવે છે. જો તે એક અથવા બે વાર થાય તો એટલી ચિંતાજનક વાત નથી. પરંતુ જો તે રોજ થવા લાગે તો આપે સચેત થઇ જવાની જરૂર છે.

આ બીમારીના ઘણા કારણો હોઇ શકે છે. જેને માનસિક દબાણ અને અવસાદ, દારૂ, ડ્રગ્સનો નશો, ધુમ્રપાન, મેદસ્વીપણુ, મધુમેહ, હૃદય રોગ, પેનિસમાં રક્તપ્રવાહ થવું અને હાઇ બ્લડ પ્રેશર વગેરે. એટલા માટે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું કારણ જાણવું જરૂરી છે, ત્યારે જ આપ ખુદને બેડ પર સંપૂર્ણ આત્મવિશ્વાસથી ભરેલ અનુભવશો.

ઇરેક્ટાઇલ ડિસફંક્શનના પ્રાકૃતિક ઉપચાર પણ છે પરંતુ આજે અમે આપને તેના કારણોથી રૂબરૂ કરાવીશું. જેથી આપ તેનાથી દૂર રહો...

ધૂમ્રપાન

ધૂમ્રપાન

ધૂમ્રપાન, આ બીમારીનું સૌથી મોટું કારણ હોય છે. તેનાથી શરીરમાં યોગ્ય રીતે બ્લડ સર્ક્યુલેશન નથી થતું. જેના કારણે આપ બેડ પર યોગ્ય રીતે પર્ફોમન્સ નથી કરી શકતા.

એક્સિડેન્ટ

એક્સિડેન્ટ

જો કોઇ પ્રકારની દુર્ઘટનાથી ધમનીયો અથવા નસોને નુકસાન પહોંચવાના કારણે પ્રાઇવેટ પાર્ટ સુધી ખૂન પ્રવાહ યોગ્ય રીતે પહોંચતું ના હોય તો, પણ ઇરેક્ટાઇલ ડિસફંક્શન થઇ શકે છે.

દવાઓ

દવાઓ

એવી દવાઓ જે હાઇ બીપી અથવા તણાવ દૂર કરવા માટે ખાવામાં આવતી હોય, તે આપની સેક્સ લાઇફ માટે યોગ્ય માનવામાં નથી આવતી.

તણાવ

તણાવ

ડિપ્રેશન, એક્ઝાઇટી અથવા સ્ટ્રેસ વગેરે પુરુષો માટે ખતરનાક માનવામાં આવે છે. આ ધીરે ધીરે બીમારી ફેલાવે છે એટલા માટે તેને દૂર કરવા માટે વ્યાયામ અને મેડિટેશન કરવું જોઇએ.

દારૂનું સેવન

દારૂનું સેવન

વધારે દારૂનું સેવન કરવાને કારણે રક્ત ધમનીઓમાં રક્ત પ્રવાહ ઓછું થાય છે, જેના કારણે લિંગ સુધી લોહીનો સપ્લાય યોગ્ય રીતે થઇ શકતું નથી. આવી સ્થિતિમાં વ્યક્તિ નપુંસક પણ બની શકે છે.

મેદસ્વીપણુ

મેદસ્વીપણુ

આનાથી ડાયરેક્ટ અસર લિંગ પર પડે છે અને મેલ હોર્મોન્સનું પ્રોડક્શન ધીમુ પડી જાય છે. એટલા માટે દિવસમાં લગભગ 45 મિનિટ જરૂર વ્યાયામ કરવું જોઇએ અને મેદસ્વીપણુ ઘટાડીને બ્લડ સર્ક્યુલેશન વધારવું જોઇએ.

હાઇ કોલેસ્ટ્રોલ

હાઇ કોલેસ્ટ્રોલ

જ્યારે ધમનીયો સંપૂર્ણ રીતે બ્લોક થઇ જશે તો લોહીનું વહન પણ ધીમુ પડી જશે. જેનાથી પ્રાઇવેટ પાર્ટ પર અસર પડવા લાગશે.

ઉંમરમાં વધારો થવો એ પણ એક કારણ છે

ઉંમરમાં વધારો થવો એ પણ એક કારણ છે

ઉંમરમાં વધારો થવાની સાથે જ શારીરિક ઊણપ સર્જાવા લાગે છે. જે પુરુષ સહવાસ કરવાની ઇચ્છા નથી ધરાવતા અથવા તો જેમને ઉત્તેજના જ નથી થતી, તેઓ નપુંસક હોય છે. જ્યારે બીજી તરફ જે પુરુષ ઉત્તેજિત થાય છે પરંતુ ઘભરાટના કારણે જલદી શાંત થઇ જાય છે, તેઓ આંશિક નપુંસક હોય છે.

મધુમેહ એટલે કે ડાયાબિટીસ

મધુમેહ એટલે કે ડાયાબિટીસ

સ્વસ્થ લોહી ધમનીયો, ટેસ્ટોસ્ટેરોનનું સ્તર, સ્વસ્થ તંત્રિકાઓ અને સારા મૂડના થવાથી જ શારિરીક ખુશ પ્રાપ્ત થાય છે. પરંતુ મધુમેહના કારણે ધમનિયો અને તંત્રિકાઓ પર ખરાબ અસર પડે છે, જેનાથી આ સમસ્યા પેદા થાય છે.

અથેરોસ્ક્લેરોસિસ

અથેરોસ્ક્લેરોસિસ

જ્યારે ધમનીયો બ્લોક થઇ જાય છે અને લોહીનું સપ્લાઇ શરીરના જરૂરી ભાગોમાં યોગ્ય રીતે નથી પહોંચાડી શકતું તો કામ બંધ થઇ જાય છે, તે વસ્તુ પ્રાઇવેટ પાર્ટને પણ લાગુ પડે છે.

English summary
What causes erectile dysfunction? Anything that obstructs blood flow can cause Ed. Read on to know about the causes of erectile dysfunction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more