એવી હસ્તિઓ જે પીડાય રહ્યાં છે આ ગંભીર બિમારીથી
ટૉમ હૈંક્સ! આ નામથી તમે બધા નામથી બધા લોકો પરિચિત હશે. હૉલીવુડના પ્રસિદ્ધ અભિનેતા, પરંતુ તમે જાણો છો કે પોતાની અંગત જીંદગીમાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પોતાના સ્વાસ્થને લઇને. તાજેતરમાં જ અભિનેતા ટૉમ હૈંક્સને ખબર પડી કે તેમને ટાઇપ 2 ડાયાબિટિસ છે જેમાં શરીરમાં ઇન્સુલિન બનવાનું બંધ થઇ જાય છે. 36 વર્ષની ઉંમરમાં તે હાઇ બ્લડપ્રેશરની બિમારીથી પીડિતા હતા, અને આ બિમારીને કન્ટ્રોલમાં રાખવા માટે તેમને એક સારા ખનપાનનું ધ્યાન પડવું હતું.
મારા ડૉક્ટરે મને કહ્યું કે જો હું મારી ખાણીપીણી પર કન્ટ્રોલ કરી લઇશ તો મને ટાઇપ 2 ડાયાબિટિસ થશે નહી, અને મેં ત્યારે કહ્યું હતું કે એનાથી સારું કે મને ટાઇપ 2 ડાયાબિટસ થઇ જાય છે.
અભિનેતા ટૉમ હૈંક્સ જ એકલા નથી જે ડાયાબિટિસની બિમારીથી પિડાય છે અહીં એવી કેટલીક હસ્તિઓ છે જે ડાયાબિટિસથી પીડાય છે. આવો જાણીએ એવી કેટલીક હસ્તિઓ વિશે.

સોનમ કપુર
તમને ખબર હશે કે બૉલીવુડમાં એન્ટ્રી કર્યા પહેલાં સોનમ કપૂરનું વજન કેટલું હતું અને તેમને ડાયાબિટીસની ખતરનાક બિમારી હતી, પરંતુ તેમને ખાણીપીણીમાં યોગ્ય ધ્યાન રાખ્યું અને તેમને સમય પર ઇન્સુલિન લીધી. જેથી ડાયાબિટીસ જેવી બિમારીને કન્ટ્રોલમાં કરી શકી. એટલા સખત ખાનપાન બાદ આજે સોનમ કપૂરનું નામ મોટી અભિનેત્રીઓમાં લેવામાં આવે છે.

હાલે બેરી
અભિનેત્રી હાલે બેરી જેમને તમે લોકો બૉન્ડ ગર્લના નામે પણ જાણો છો. તે જ્યારે 23 વર્ષની હતી ત્યારે એક ટીવી શો દરમિયાન બેભાન થઇ ગઇ હતી. ત્યારબાદ તેમને ખબર પડી કે ડાયાબિટિસ જેવી બિમારીથી પીડાય છે જ્યારે તેમના પરિવારમાંથી કોઇને આ બિમારી કોઇને નથી. અને ત્યારથી તે ઇન્સુલિનના ઇંજેક્શન લઇ રહી છે. આ સાથે જ તે પોતાની ખાણીપીણી પર પણ ખૂબ ધ્યાન રાખે છે. તે જંક ફૂડ અને વધુ મીઠું ખાતી નથી.

સલમા હાયેક
આ સુંદર અભિનેત્રીને પોતાની ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટિસની બિમારીની ખબર પડી, તેમને એક અમેરિકન બેબી મેગેજીનને જણાવ્યું હતું કે આ બિમારી તેમના ત્યાં પેઢીઓથી ચાલી આવે છે. તેમને જણાવ્યું હતું કે પહેલાં તેમને આ બિમારી ખબર પડી ન હતી, અને આ બિમારી તે સ્ત્રીઓને થાય છે જેમનું બ્લડ સુગર લેવલ ગર્ભાવસ્થા દરમિયાન વધી જાય છે.

વસીમ અકરમ
વસીમ અકરમ પાકિસ્તાનના પ્રસિદ્ધ બોલરમાંના એક છે. તે જ્યારે 30 વર્ષના હતા ત્યારે તેમને ડાયાબિટિસની બિમારીની ખબર પડી. આ તેમના માટે આધાતથી ઓછું ન હતું કે જે સ્વિંગના બાદશાહ કહેવામાં આવે છે તેમને ડાયાબિટિસ જેવી બિમારી થઇ ગઇ છે. જો કે આ વાતથી તેમને કોઇ ફરક નથી પડ્યો અને તેમને આ બિમારી સામે લડવાનું વિચારી લીધું. તેમને પોતાના આહાર પર કન્ટ્રોલ કર્યો અને રોજ કસરત કરી અને સાથે જ ઇન્સુલિન પણ લગાવી. આ બિમારીને તેમને નબળી ન કરી અને તેમને દુનિયાના શ્રેષ્ઠ બોલરોમાં પોતાના નામ દાખલ કર્યું.

કમલ હસન
કમલ હસન દક્ષિણ સિનેમાના પ્રસિદ્ધ અભિનેતા છે. એ પણ ડાયાબિટિસ જેવી બિમારીથી પીડાય છે, આજે ભારતની 5% વસ્તી ડાયાબિટિસથી પીડિત છે. આ બિમારીને તેમનો આત્મદિવસ તોડ્યો નહી અને આજે ડાયાબિટિસ જેવી બિમારી વિશી લોકોને જાગૃત કરી રહ્યાં છે.

ગૌરવ કપૂર
ગૌરવ કપૂર એક પ્રસિદ્ધ ચેનલના વીજે અને આઇપીએલ એકસ્ટ્રા ઇનિંગ્સના હોસ્ટ પણ રહી ચૂક્યા છે, તેમને 22 વર્ષને ઉંમરે ખબર પડી કે તે ડાયાબિટીસ જેવી બિમારીથી પીડાય છે. જ્યારે તેમને બિમારી ખબર પડે તો તેનો સામનો કરવાનું મન બનાવી લીધું. તેમને યોગ અને સાધનાની મદદ લીધી જેથી તે ફિટ રહ્યાં અને પોતાના ખાનપાન પર નિયંત્રણ કર્યું.

ડ્ર્યૂ કૈરી
ડ્ર્યૂ કૈરી હાસ્ય કલાકાર છે. જ્યારે તેમને ખબર પડી કે તે ડાયાબિટિસથી પીડાય છે ત્યારે તેમને 80 પાઉન્ડ વજન ઓછું કરી લીધું. તે આજે કહે છે કે વજન ઓછું કર્યા બાદ તેમને ડાયાબિટિસની દવા ખાવાની કોઇ જરૂર પડી નથી.

જોર્જ લુક્સ
સ્ટાર વોર્સના નિર્માતાને ડાયાબિટિસની બિમારીની ત્યારે ખબર પડી જ્યારે તે કોલેજથી સ્નાતક કરી રહ્યાં હતા. તેમને વિયતનામા યુદ્ધ માટે શારીરિક ટેસ્ટ કરાવ્યો જેમાં તેમને કહ્યું કે તેમને ડાયાબિટિસ છે તેમને બહાર કાઢી મૂક્યા.

બિલી જીન કિંગ
બિલી જીન કિંગ એક જાણિતી મહિલા ટેનિસ ખેલાડી છે જેમને પોતાની બિમારીની ખબર 2006માં પડી. ત્યારબાદ તેમને 35 પાઉન્ડ વજન ઓછું કર્યું અને આજે તે ડાયાબિટિસ વિશે જાગૃતતા ફેલાવી રહી છે.