For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વસ્થ વાળ માટે અપનાવો આ 10 ટિપ્સ

|
Google Oneindia Gujarati News

કાળા, રેશમી લહેરાતા વાળ કોને ના ગમે. પણ આજકાલ પ્રદૂષણ અને સ્ટ્રેસ મોટાભાગના સ્ત્રી પુરુષોને ટાલિયા કરી દીધા છે. અને બધા માટે વાળ એક વિકટનો પ્રશ્ન બની ગયો છે.

ધણીવાર તો જાત જાતના શેમ્પુ અને પ્રોડક્ટ અપ્લાય કરવા છતાં પણ વાળ ખરવાનું બંધ જ નથી કરતા. અને એવા જ્યારે આપણે કોઇ વ્યક્તિના કાળા, લાંબા વાળ જોઇએ છીએ ત્યારે આપણને થાય છે કે કાશ આવા વાળ મારે પણ હોત.

જો કે તમારી પણ હાલત આવી જ હોય તો આજે અમે તમારી માટે સ્વસ્થ વાળો માટે 10 ટિપ્સ લઇને આવ્યા છીએ. જે તમારા વાળને અંદરથી મજબૂત પણ કરશે અને તેને પોષણ પણ આપશો તો જાણો શું છે આ ટિપ્સ આ ફોટોસ્લાઇડરમાં...

કેર

કેર

સૌથી પહેલા તો વાળની યોગ્ય સુરક્ષા કરો. તાપમાન, સૂરજ અને ધૂળથી બચાવવા માટે તેને જ્યારે પણ બહાર નીકળો ત્યારે કપડાથી કે ટોપીથી કવર કરો.

ભીના વાળ

ભીના વાળ

ભીના વાળમાં કાંસકો ના ફેરવો. જ્યારે વાળ સૂકાઇ જાય ત્યારે વાળમાં કાંસકો ફેરવો. જેથી તમારા વાળ ઓછા તૂટશે.

કંડિશનર

કંડિશનર

કંડિશનર કરવું ખૂબ જ જરૂરી છે તો પછી કોઇ પણ સારું કંડિશનર તમારા માથામાં લગાવાનું ભૂલશો નહીં.

હેર સ્ટાઇલિંગ

હેર સ્ટાઇલિંગ

બેશક હેર સ્ટાઇલિંગ કરીને તમે થોડા સમય માટે સુંદર લાગશો. પણ તમારા વાળને ગરમ કરતા આ પ્રોડક્ટ તમારા વાળની નેચરલ ચમક છીણવી લે છે. તો આવું કરતા પહેલા સારી કંપનીના હેર સીરમ જરૂરથી લગાવો. વધુમાં હેર સ્ટાઇલિંગનો ઓછો ઉપયોગ કરો.

પીનઅપ

પીનઅપ

ધણા લોકોને ટાઇટ ચોટલો કે રબ્બર બાંધવાની આદત હોય તેનાથી માથાની નસો પણ ખેંચાણ છે અને તે વાળ માટે પણ નુક્શાનકારક છે. તો થોડો ઢીલો ચોટલો બાંધો.

ખોડો

ખોડો

જ્યારે પણ માથામાં થોડા પણ ખોડો દેખાય તરત જ તેનું ઇલાજ કરો. કારણ કે તે વાળ પડવાનું સૌથી સામાન્ય કારણ છે.

હેર માસ્ક

હેર માસ્ક

અઠવાડિયામાં એક વાર કોઇ પણ એક હેરમાસ્ક વાળમાં લગાવો. તમે એક ઇંડા અને એક કેળાને પીસીને પણ વાળમાં લગાવી શકો છો.અને 30 મિનિટ બાદ વાળ ધોઇ શકો છો.

સારો ખોરાક

સારો ખોરાક

વાળ ત્યારે જ અંદરથી મજબૂત થશે જ્યારે તમે તેને સારો અને પોષણવાળો ખોરાક આપશો. તાજા ફળ, શાકભાજી, પાલક, દૂધ જેવી વસ્તુઓનો રોજ લો.

તેલ માલિશ

તેલ માલિશ

સપ્તાહમાં ઓછામાં ઓછું એક વાર સરસ રીતે તેલ લગાવો. અને તેને 2-3 કલાક માથામાં રહેવા દો. વધુમાં માથામાં ચંપ્પી કરો જેથી ખોપડીમાં આવેલી નશોમાં યોગ્ય લોહીનો સંચાર થશે. વધુમાં તમે નાળિયેર કે બદામનું તેલ લગાવી શકો છો.

કાંસકો ફેરવો

કાંસકો ફેરવો

ઓછામાં ઓછું દિવસમાં બે વાર વાળમાં કાંસકો ફેરવો. તેનાથી વાળની ચમક વધશે.

English summary
Every woman dreams of thick, silky, lustrous hair. So, if you want to be the envy of all your friends follow our Ten Commandments, for beautiful healthy hair.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X