For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 ભારતીય પરંપરાઓ તમને આપશે સ્વાસ્થય

|
Google Oneindia Gujarati News

આપણી ભારતીય પરંપરાઓ પાછળના વિજ્ઞાન અને તેની મહત્વતાને આજે આપણે સમજીએ છીએ. ત્યારે આજે અમે તમને કેટલીક તેવી ભારતીય પરંપરાઓ વિષે જણાવીશું જે વિષે જાણને તમને ફરી એક વાર ભારતીય પરંપરાઓ વિષે માન જરૂરથી થશે.

આજે અમે તમને તેવી 10 ભારતીય પરંપરાઓ જણાવીશું જેની પાછળ તેવા વૈજ્ઞાનિક કારણો છે જે તમને સારું સ્વાસ્થય પણ આપશે. એટલું જ નહીં આ એવા ભારતીય પરંપરાઓ છે જે આપણે રોજબરોજનના જીવનમાં અનેક વાર ઉપયોગમાં લઇએ છીએ.

તો જાણો આ 10 ભારતીય પરંપરાઓને નીચેના ફોટોસ્લાઇડરમાં અને જાણો કેવી રીતે આ પરંપરાઓ આપણા માટે લાભકારક છે...

ચાંદીની થાળી

ચાંદીની થાળી

ચાંદીની થાળી અને ચાંદીની ચમચીથી ખાવું છે સ્વાસ્થય માટે ખૂબજ લાભકારી કારણ કે ચાંદીમાં એન્ટી બેક્ટ્રેરિયલ અને એન્ટી વાયરલ તત્વો હોય છે જે તમારા ભોજનને સ્વાસ્થય વર્ધક બનાવે છે. પહેલાના સમયમાં ચાંદીના સિક્કાને દૂધની અંદર નાખવામાં આવતા હતા. જેનાથી દૂધ લાંબા સમય સુધી બગડતું નથી.

કાન છેદાવવું

કાન છેદાવવું

કાન છેદાવવાથી ધ્યાન સારી રીતે કેન્દ્રિત થાય છે. વળી છોકરાઓને કાન વીંધાવાથી સારણગાંઠ થતી અટકે છે અને સ્ત્રીઓના માસિક ચક્ર પણ કાન વેધાવાથી નિયમિત રહે છે.

રંગોળી

રંગોળી

રંગોળી પૂરવાથી સ્ત્રીના મૂડ સ્વીંગમાં બદલાવ આવે છે. વળી ઘર સામે રંગોળી રહેવાથી પરિવારના લોકોનું પણ ચિત્ત પ્રફુલ્લિત રહે છે. કારણકે વિવિધ રંગો અને કળાત્મક આકાર આંખા અને મનને ખુશ રાખે છે.

અલંકાર

અલંકાર

ભારતીય મહિલાઓ સોના, ચાંદીની વિવિધ ઝવેલરી પહેરે છે. ચાંદીના અલંકાર અસ્થિ રચન સારી રહે છે અને સોના ધરેણાં રક્ત વાહિનીઓની સ્થિતિસ્થાપકતા વધારે છે.

હાથથી જમણ

હાથથી જમણ

હાથથી જમણ કરવાથી સારા બેક્ટેરિયા શરીરની અંદર જાય છે. વળી ખાવાનું પણ સ્વાદિષ્ટ લાગે છે.

ધી

ધી

ભારતીય મહિલાઓ ધીનો ખાવામાં ભરપૂર ઉપયોગ કરે છે. તે અન્ય તેલ કરતા વધુ હેલ્થી હોય છે. વળી તે પતળા રહેવા, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અને હદયને સ્વસ્થ રાખવામાં મદદ થાય છે.

વ્રત

વ્રત

વ્રત કરવાથી મેટોબોલિઝમ વધે છે, મગજ પણ યોગ્ય રીતે કામ કરે છે. વજન પણ ધટે છે.

મધ

મધ

સવારે ભૂખ્યા પેટે મધવાળું પાણી કે મધ અને લીંબુનું પાણી પીવાથી પાચન પ્રક્રિયા સારી થાય છે અને કબજિયાતની મુશ્કેલી પણ ઓછી થાય છે.

ખુલ્લા પગે ચાલવું

ખુલ્લા પગે ચાલવું

ધાસ પર ખુલ્લા પગે ચાલવાથી લોહીની પરિભ્રમણ સારું થાય છે. વિવિધ અવયવોને પણ ઠંડક મળે છે.

મહેંદી

મહેંદી

મહેંદી લગાવાથી ત્વચા ગરમીથી રાહત રહે છે. અને તેની સુંગધથી મન પ્રફુ્લ્લિત પણ રહે છે.

English summary
India is a country rich in its traditions and customs. Though the metropolitan cities are bursting with new customs, rules and regulations, there are still more than a handful of people who follow yesteryears Indian traditions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X