For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિપ્રેશનથી બચવુ હોય તો, ખાવ 11 ખોરાક

|
Google Oneindia Gujarati News

તણાવ, ચિંતા, વ્યક્તિગત અને નાણાંકીય સમસ્યાઓના કારણે માણસ ઘણી વખત ડીપ્રેશનમાં આવી જતો હોય છે. આ બિમારીના કેટલાક લક્ષણ પણ હોય છે. જેમકે અચાનક વજન વધી જવુ અથવા ઘટી જવુ, અનિદ્રા અથવા વધુ ઉંઘ આવવી, વ્યક્તિગત જીવનમાં રસ ઓછો થઇ જવો, મનમાં વારંવાર આત્મહત્યાના વિચાર આવવા અને નિયમીત કામો ના કરી શકવા જેવા અનેક લક્ષણો ડિપ્રેશનમાં જોવા મળે છે.

આવા લક્ષણો જે વ્યક્તિઓમાં જોવા મળે છે, તે વ્યક્તિઓ દર્દનાક અને ખુબ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યાં હોય છે. પરંતુ હવે ગભરાવવાની જરૂર નથી. જ્યારે પણ આવો મુશ્કેલીભર્યો સમય હોય ત્યારે ધીરજ અને કુશળતાથી આ સમયને પણ પસાર કરી શકાય છે.

આ કારણે જ આજે વનઇન્ડિયા આપને એવા કેટલાક ખાદ્ય પદાર્થો અંગે જણાવી રહ્યું છેકે જે તમને ડિપ્રેશનથી લડવામાં મદદરૂપ થઇ શકે છે.

ઓમેગા-3 ફેટી એસિડ

ઓમેગા-3 ફેટી એસિડ

જ્યારે પણ તમે આવી પરિસ્થિતીનો સામનો કરો ત્યારે તમારા ખોરાકમાં ઓમેગા-3 ફેટી એસિડની માત્રા વધારી દો. જેમકે માછલી અને અખરોટ.

પાલક

પાલક

પાલક પણ ઘણી ગુણકારી બની શકે છે. કારણ કે પાલકમાં આયરન અને મેગ્નેશિયમ હોય છે. જે દિમાગને શાંત અને પાચનતંત્રને મજબૂત બનાવે છે.

બદામ

બદામ

મેગ્નેશિયમનો સૌથી સારો સ્રોત બદામમાં હોય છે. જે ડિપ્રેશન સામે લડવામાં મદદરૂપ થઇ શકે છે.

ટમેટા

ટમેટા

ટમેટા ખાવાથી તમારો મૂડ બહુ સારો રહે છે. ટમેટામાં લઇકોપીન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે.

એવોકાડો

એવોકાડો

એવોકાડોમાં પણ ઓમેગા-3 અને ફોલેટની માત્રા મોટા પ્રમાણમાં હોય છે. ઉપરાંત તેમા પોટેશિયમ અને મોનોઅનસેચુરેટેડ ફેટ હોય છે. જે ભાવનાઓને કાબુમાં રાખવામાં મદદરૂપ થાય છે.

ગ્રીન ટી

ગ્રીન ટી

ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ અને એમિનો એસિડની માત્રા સારા પ્રમાણમાં હોય છે. ગ્રીન ટી ડિપ્રશેનમાં દવાની જેમ મદદ કરે છે.

બ્લુ બેરી (જાંબુ)

બ્લુ બેરી (જાંબુ)

બ્લુ બેરીમાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે. તેમજ તેમા ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે.

અનાજ

અનાજ

આપણે સૌ જાણીએ છીએ કે અનાજ આપણા શરીર માટે કેટલુ ફાયદાકારક છે. ધાન્યોમાં કાર્બોહાઇડ્રેટ સારી માત્રામાં હોવાથી મૂડ સ્વીંગની પરેશાનીથી રોકે છે.

નારીયેળ

નારીયેળ

નારિયેળમાં ફાયબર, આર્યન, પોટેશિયમ, પ્રોટીન, વિટામીન સી, વિટામીન બી, અને સેચુરેટેડ ફેટ હોય છે. તેમજ તેમા શક્તિશાળી ઇલેક્ટ્રોલાઇટ્સ પણ હોય છે.

ઇંડા

ઇંડા

પોષક તત્વોની ખામીના કારણે કામ કરવાની શક્તિ ઓછી થઇ જાય છે, અને થાક જલ્દી લાગે છે. ઇંડા તમારા એનર્જી લેવલને જાળવી રાખે છે.

સ્કિમ મિલ્ક

સ્કિમ મિલ્ક

દુધ સંપૂર્ણ આહાર છે. દરેક ઘરમાં આસાનીથી મળી રહે છે. નિયમીત રીતે દૂધનું સેવન ઘણાં રોગોથી દૂર રાખી શકે છે.

English summary
11 Super Foods for Fighting Depression in GujaratiHere is the list of few foods that will help you in curing depression in a longer run. Discover these 11 amazing super foods for fighting depression and start taking care of your body both inside and out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X