For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ લક્ષણો બતાવશે કે તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ નથી થઇ રહ્યું!

|
Google Oneindia Gujarati News

શું તમે જાણો છો કે રોજ 5 લીટરથી વધુ લોહી તમારા પૂરા શરીરમાં સર્ક્યૂલેટ એટલે પરિભ્રમણ કરે છે. આ લોહીના પરિભ્રમણના જ કારણે આપણું શરીર યોગ્ય રીતે કામ કરી શકે છે. અને તેના કારણ જ આપણા હાથ, પગ અને સમગ્ર શરીર દિવસભર કાર્યરત રહી શકે છે. સાથે જ શરીરનું તાપમાન પણ નિયંત્રિત રહે છે.

જાણો: Swimmingના સૌથી બેસ્ટ સ્વાસ્થ્ય લાભ

અને માટે જ જ્યારે આ પરિભ્રમણ ખોરવાઇ જાય તો તમારા શરીરમાં અનેક બિમારી ઘર કરી જાય છે. ખરાબ લોહીના પરિભ્રમણના કારણે તમારા મગજ, હદય, લિવર અને કિડનીને ગંભીર રીતે નુક્શાન પહોંચી શકે છે. એટલું જ નહીં આ કોઇ પણ ઉંમરે તમારી સાથે આવું થઇ શકે છે. અને આ પ્રક્રિયા ખૂબ જ ધીમી હોવાના કારણે તમને આની ખબર પડશે ત્યાં સુધી કદાચ બહુ મોડું પણ થઇ જાય.

12 દિવસ સુધી આ મહિલાએ ખાલી કેળા ખાધા, જુઓ પછી શું થયું!

ત્યારે કેવી રીતે જાણશો કે તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ ધીમુ કે અયોગ્ય રીતે થઇ રહ્યું છે, તે વિષે અમે આજે જણાવાના છીએ. જ્યારે આપણા શરીરમાં આવું થાય છે ત્યારે આપણું શરીર આપણને અનેક સૂચક સંકેતો આપે છે. જેને જાણવાથી તમે મોટું નુક્શાન થવા પહેલા જ તકેદારી લઇ શકો છો. તો જાણો આ લક્ષણો વિષે નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હાથ અને પગનું ઠંડા થઇ જવું

હાથ અને પગનું ઠંડા થઇ જવું

જ્યારે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે ત્યારે શરીરનું તાપમાન સામાન્ય રીતે થાય છે. પણ ખરાબ કે અયોગ્ય લોહીના પરિભ્રમણના કારણે તમારા શરીરનું તાપમાન ઓછું થઇ જાય છે. જેના કારણે તમારા હાથ પગ ઠંડા થવા લાગે છે. તો ક્યારેક તાલ જેવું પણ લાગે છે.

હાથ અને પગમાં સોજા

હાથ અને પગમાં સોજા

લોહીના અયોગ્ય પરિભ્રમણના કારણે સૌથી પહેલા તમારી કિડની પર અસર થાય છે. અને આજ કારણે તમારા હાથ અને પગ પર સોજા રહે છે.

થાક

થાક

ખરાબ સર્ક્યૂલેશનના કારણે ગળાની માંસપેશીઓને વધુ જોર પડશે. આ જ કારણે તમને થાક પણ વધુ લાગશે. અયોગ્ય લોહીના પરિભ્રમણના કારણે શરીરમાં ઓછો ઓક્સિઝન પહોંચશે. અને સારા પોષક તત્વો પણ નહીં પહોંચે જેનાથી માંસપેશીઓમાં દુખાવો રહેશે અને તમને થાક લાગ્યા કરશે.

ઇરેક્ટાઇલ ડિસફંક્શન

ઇરેક્ટાઇલ ડિસફંક્શન

ખરાબ લોહીના પરિભ્રમણને કારણે તમારા પ્રજનન અંગોમાં યોગ્ય માત્રમાં લોહીનો પ્રવાહ નહીં વહે જેના કારણે તમને ઇરેક્ટાઇલ ડિસફંક્શન પણ થઇ શકે છે.

પેટની સમસ્યા

પેટની સમસ્યા

ખરાબ લોહીના પરિભ્રમણના કારણે આખા શરીરની સાથે ગૈસ્ટ્રોઇન્ટેસ્ટનલ ટ્રેક્ટમાં પણ લોહી યોગ્ય રીતે નહીં પહોંચે. જેના કારણે ખરાબ પાચન અને કબજિયાતની સમસ્યા રહેશે.

બ્રેન ફંક્શન

બ્રેન ફંક્શન

ખરાબ બ્લડ સર્ક્યૂલેશનના કારણે મગજ પર પણ અસર થશે. તમને ચક્કર આવશે, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવશે. ભૂલવા લાગશો.

ઇમ્યૂન સિસ્ટમ

ઇમ્યૂન સિસ્ટમ

ખરાબ બ્લડ સર્કુલેશનના કારણે શરીર બહારી બિમારીઓથી લડી નહીં શકે .જેના કારણે તમે વારંવાર બિમાર થશો. અને જો તમને કોઇ ઇજા થઇ હશે તો તે જલ્દી ઠીક નહીં થાય.

ઓછી ભૂખ

ઓછી ભૂખ

અયોગ્ય લોહીના પરિભ્રમણના કારણે લિવર નબળું થવા લાગશે અને તમને ઓછી ભૂખ લાગશે અને વજન ઓછું થવા લાગશે.

ત્વચાનો રંગ

ત્વચાનો રંગ

વળી તમારી ત્વચા પણ ફીકી પડી જશે. તેમાં ઓક્સિઝન યોગ્ય માત્રામાં નહીં પહોંચે. અને ત્વચાનો રંગ બદલાઇ જશે.

વૈરિકોઝ વેન્સ

વૈરિકોઝ વેન્સ

વૈરિકોઝ વેન્સ એક નસ ફૂલવાની બિમારી છે. જેમાં નસ, વાલ્વ નબળા પડને ફેલાવા એટલે ફૂલવા લાગે છે. જેના માટે પણ લોહીનું પરિભ્રમણ જવાબદાર હોય છે.

પગમાં અલ્સર

પગમાં અલ્સર

ખરાબ લોહીના પરિભ્રમણના કારણે પગમાં લાલ-લીલા ચકામા પડી જાય છે. તેમાં લોહી ભરાઇ જાય છે અને આવું વારંવાર થતું રહે છે.

English summary
11 Warning Early Signs Of Poor Blood Circulation in hindi Some lifestyle habits such as smoking, lack of exercise, long sitting hours, wrong eating habits and medical conditions make an individual susceptible to this issue. Pregnancy and weight gain also causes impaired blood circulation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X