For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મીઠાઇના તમામ શોખીનોએ જીવનમાં એક વાર તો 12 મીઠાઇઓ ખાવી જ રહી!

|
Google Oneindia Gujarati News

મને કોઇ કહી દે કે ગુજરાતી તરીકે મને મીઠું ખાવાનો બિલકુલ શોખ નથી તો તે વાત તો હું માનું જ નહીં! અરે મારું તો માનવું છે કે દરેકને કોઇને કોઇ મીઠાઇ ગમતી જ હોય છે. કોઇને ગુલાબજાંબુ ગમે તો કોઇને સુખડી પણ મીઠાઇ ખાવી તો ગમે જ ને!

તો તમે પણ મારી જેમ મીઠાઇના શોખીન હોવ તો જરા આ ફોટોસ્ટાઇડર જોઇ લો. કારણ કે આજે અમે મીઠાઇઓનું તેવું લીસ્ટ લાવ્યા છીએ જે મારા મતે દરેક મીઠાઇના શોખીને એક વાર તો ખાવી જ જોઇએ. તો કંઇ કંઇ મીઠાઇઓનો આ લીસ્ટમાં સમાવેશ થયો છે જાતે જ જોઇ લો અને આમાંથી તમારી ફેવરેટ કંઇ છે તે વિષે કમેન્ટમાં લખવાનું ના ભૂલતા...

શાહી ટુકડા

શાહી ટુકડા

આહાહા...તે બ્રેડના ક્રીસ્પી જ્યૂસી ટુકડા અને તેના પછી મીઠું મીઠું કાજુ બદામથી ભરેલું દૂધ પીવાની જે મજા છે તેવી કોઇ નથી. થોડુંક ક્રીસ્પી ટોસ્ટ ખાવાનો થોડું દૂધ પીવાનું મઝાની લાઇફ!

ગુલાબજાંબુ

ગુલાબજાંબુ

અરે મને તો અમદાવાદના વિપુલ દુધિયાના ગુલાબજાંબુ યાદ આવી ગયા! ગરમા ગરમ રસથી તરબોળ ગુલાબજાંબુ ખાવાની શું મઝા પડે!

ફિરની

ફિરની

કાળજાળ ગરમીમાં ઠંડી ઠંડી માટલાની વાટકીમાં પીરસેલી ફિરની અને તેનો છેલ્લે જે ટેસ્ટ આવે મોઢામાં કે બસ પૂછો ના વાત!

કાજૂની ખીર

કાજૂની ખીર

તમે કદી કાજૂની ખીર ખાધી છે. અરે બોસ એક વાર તો આ ખીર ખાવી જ રહી. અને તેમાં પણ જે છેલ્લે સૂકા મેવાનો દમદાર ટેસ્ટ આવે ને મન થાય બસ ખાતા જ રહીએ!

મીઠા સમોસા

મીઠા સમોસા

આ બાકી બધી મીઠાઇઓ કરતા થોડાક અલગ હોય છે પણ ગરમા ગરમ સૂકા મેવાથી ભરેલા આ મીઠા સમોસા એક વાર મોઢામાં જાય અને મોઢામાં જઇને તે જે ગળી જાય તેની જે મઝા છે તેને તમને એક વાર ખાઇને સમજાશે.

ફૂટસલાડ

ફૂટસલાડ

હવે જે ડાયટ પર હોય મીઠાઇ ઓછી ખાવાની હોય તેવા લોકો માટે ફ્રૂટસલાડ એક હેલ્થી અને બેસ્ટ ઉપાય છે મીઠાઇની મીઠાઇ અને હેલ્થની હેલ્થ. બરાબર વાત છે ને!

ખજૂર કે અંજીરનો હલવો

ખજૂર કે અંજીરનો હલવો

કાજૂ, બદામ, સૂકા મેવા અને દ્રાક્ષ ભરેલા આ દૂધ અને ખૂજરમાંથી બનેલો હલવો કરી ટ્રાય કરી જોજો. નેચરલ મીઠાશ અને હેલ્થી પણ એટલો જ.

ગાજરનો હલવો

ગાજરનો હલવો

ભાઇ ગાજરનો હલવો બનાવવો એક કળા છે જેને સારી રીતે બનાવતા આવડે તેને આવડે. ત્યારે ગરમમાં ગરમ ગાજરનો હલવો ખાવાની મઝા જ કંઇ બીજી છે.

મગની દાળનો શીરો

મગની દાળનો શીરો

મગની દાળનો શીરો અને તેની તે મનમોહક સુંગધ. સવાર સવારમાં આવો હેલ્થી શીરો ખાવા મળી જાય તો દિવસ તો આમ જ સુધરી જાય!

ખુબાનીનો મીઠો

ખુબાનીનો મીઠો

હૈદરાબાદી આ મીઠાઇની પોતાને એક આગવી ફ્લેવર છે. એક વાર તો આ ચાખવી જ રહી.

સાબુદાણાની ખીર

સાબુદાણાની ખીર

ગરમી અને ખાસ તો ફરાળ વખતે સાબુદાણીની ઠંડી ખીર ખાવીને જે મઝા આવે છે તેને શબ્દોમાં લખવી અશક્ય છે.

રસ્કનો હલવો

રસ્કનો હલવો

તમે કદી રસ્કના હલવા વિષે સાંભળ્યું છે બનાવવામાં આ હલવો જેટલો સિમ્પલ છે તેટલો ખાવામાં પણ ટેસ્ટી છે. ફટાફટ રેડી થતા આ હલવાને એક વાર ખાજો જરૂર.

English summary
12 Best Indian Sweet Recipes Here is the contribution of the best Indian sweet recipes for weekends. These are best dessert recipes and very easy sweet recipes to be easily made at home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X