For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 12 ફળો અને શાકભાજીને તમારે રોજ ખાવા જોઇએ

|
Google Oneindia Gujarati News

શાકભાજીને અને ફળ ખાવા તે પણ રોજ આ વાત સાંભળીને કદાચ બોરિંગ લાગે પણ દુનિયાના તમામ જાણીતા ડોક્ટર અને હેલ્થ ડાયેટિશ્યન આમ જ કરવાનું કહે છે મોટાભાગના લોકોને.

કારણ કે ફળ અને અને શાકભાજી તમારા શરીરને યોગ્ય પ્રોટિન, મિનિરલ અને વિટામીન તો આપે જ છે સાથે જ તમારા શરીરને ડિટોક્સ પણ કરે છે.

એટલું જ નહીં ખાવાનું ખાધા પહેલા હંમેશા એક ફળ ખાવાનું રાખો. ફળમાં સૌથી વધુ માત્રામાં પાણી હોય છે જે તમારી ભૂખ ઓછી કરશે અને તમને સ્વસ્થ પણ રાખશે. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો કયા શાકભાજી અને ફળ છે જે તમારે રોજ ખાવા જોઇએ.

પાલક

પાલક

પાલક ઓમેગા 3S અને ફોલેટની ભરપૂર છે. તે તમારા હદય રોગની બિમારી, હાડકાં નબળા થવા જેવી અનેક બિમારીઓ સામે લડત પણ આપે છે. અને તેને થોડી થોડી માત્રામાં રોજ ખાવી જોઇએ.

ટમેટા

ટમેટા

ટમેટામાં અનેક સારા એન્ટીટોકિડન્ટ હોય છે. વધુમાં તેમાં વિટામીન સી પણ સારી માત્રામાં હોય છે જે તમારી ઇમ્યુનિટી માટે ફાયદાકારક છે.

ગાજર

ગાજર

કેન્સર જેવા રોગને દૂર કરવાની તાકાત ગાજર છે. વધુમાં તે અસ્થમા અને આર્થરાઇટિસ જેવા રોગ સામે પણ રક્ષણ આપે છે.

લસણ

લસણ

રોજ કાચા લસણની બે કળીઓ ખાવ. સાંભળવામાં અપ્રિય લાગતી આ વસ્તુ છે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાઇરલ વિશેષતાઓ. વધુમાં તે શરદી ખાંસી જેવી બિમારીઓમાં આરામ પહોંચાડે છે.

બ્રોકલી

બ્રોકલી

એક વેજેટેબલ જે તમારે રોજ ખાવું જ જોઇએ તે છે બ્રોકલી. આ શાકભાજી બેસ્ટ કેન્સર અને લંગ કેન્સરમાં લાભકારક છે.

કેળા

કેળા

પોટેશ્યિમ કેળામાં સારી માત્રામાં હોય છે. રિસર્ચ મુજબ વધુ બ્લડ પ્રેશર વાળા વ્યક્તિઓ જો કેળા ખાય તો તેનાથી તેમને હદયરોગનો હુમલો થવાનું લાંબા સમય સુધી ટળે છે.

બેરિઝ

બેરિઝ

એજિંગ, કેન્સર જેવી વસ્તુઓને કાબુમાં રાખે છે આ બેરિઝ. વધુમાં જો લાંબુ જીવવું હોય તો આ ફળ જરૂરથી રોજ ખાવું જોઇએ.

સફરજન

સફરજન

સફરજનમાં ફાઇબર, એન્ટીઓક્સીડન્ટ તત્વો હોય છે. તે હદય રોગ અને એલર્જીથી થતી બિમારી સામે રક્ષણ આપે છે.

નારંગી- મોસબી

નારંગી- મોસબી

વિટામીન સીમાં રોગપ્રતિકારક શક્તિ હોય છે જે આ ફળ ખાવાથી મળી શકે છે. વધુમાં તેનાથી તમારા લોહીના સેલ નુક્શાન થતું પણ અટકે છે જે તમારા શરીર માટે લાભકારક છે.

કેનબેરી

કેનબેરી

મહિલાઓ માટે આ ફળ અમૃત સમાન છે. આ ફળ યુરિનલ ઇન્ફેક્શન અને ઓવરીના કેન્સર થતું અટકાવે છે.

દ્રાક્ષ

દ્રાક્ષ

દ્રાક્ષમાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે જે તમારા હદયને મજબૂત રાખે છે. લાંબા જીવન માટે આ ફળ પણ લાભકારી છે.

અવકાડો

અવકાડો

ફેટી એસિડની ભરપૂર અને ઓછા કોલસ્ટ્રોલ વાળું આ ફળ તમારા શરીર માટે ખૂબ જ લાભકારી છે. માટે જ આ ફળનો ઉપયોગ અઠવાડિયામાં એક વાર તો કરવો જ જોઇએ.

English summary
Fruits and vegetables have a high amount of protein, minerals and vitamins which are strong enough to battle any kind of health problem. When you consume one fruit or one vegetable a day you are allowing your metabolism rate to increase, your fiber value to shoot up and the calorie count to decrease.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X